________________
કળશ-૧૫૮
કહે છે. એને પૂર્વના કર્મ નિર્જરી જાય છે. અશુદ્ધતા થોડી હોય એ પણ ગળી જાય છે અને અંતર દૃષ્ટિમાં પૂર્ણ શુદ્ધતાના સ્વભાવનો આદર છે તેથી શુદ્ધતા પણ વધી જાય છે. પર્યાયમાં શુદ્ધતા વધે છે એને અહીં નિર્જરા કહે છે. બધી ભાષા અજાણી લાગે !
અહીંયાં નિર્જરાનો અધિકાર છે, તો નિર્જરા એટલે નિ (એટલે) વિશેષે ઝરવું. શેનું ઝરવું ? કે, કર્મનું ઝરવું, અશુદ્ધતાનું ગળવું. એ નાસ્તિથી છે અને શુદ્ધતાની વૃદ્ધિ થવી એ અસ્તિથી છે. એને નિર્જરા કહેવાય છે. (એ નિર્જરા) કોને હોય ? (કે) જેને આ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ! નિત્ય ધ્રુવ(ને) દૃષ્ટિમાં લઈ અને જેણે તેનું વેદન કર્યું છે (તેને નિર્જરા હોય). આવી વાત છે.
૮૧
અનાદિથી અજ્ઞાની એ પુણ્ય-પાપના ભાવ જે કૃત્રિમ વિકા૨ (છે) અને એના ફળ તરીકે સંયોગી ચીજો એ મારી એમ માનીને મિથ્યાત્વને સેવે છે ઈ મહા અધર્મની દૃષ્ટિને સેવે છે. સમજાણું કાંઈ ? એને અધર્મ વધે છે, કર્મનું બંધન એને થાય છે, અશુદ્ધતા વધે છે એટલે અધર્મ વધે છે. શુદ્ધતા તો છે નહિ. આહા..હા...!
ધર્મી જીવની શરૂઆતમાં... ઈં અહીં કહે છે, જુઓ ! મ: જ્ઞાનં સદ્દા વિસ્તૃતિ સમ્યક્દષ્ટિ જીવ પ્રથમમાં પ્રથમ જેને ધર્મની શરૂઆત થાય છે, જન્મ-મ૨ણ અંતના આરા જ્યાં આવ્યા છે, આહા..હા...! એવી અંતર ચીજને (અનુભવે છે). જેમાં ભવ અને ભવના ભાવનો અભાવ (છે) એવો ભાવ (એને અનુભવે છે). આહા..હા...! ભગવાનઆત્મા ! શુદ્ધ ચૈતન્યઘન છે. અતીન્દ્રિય આનંદનો પિંડ છે. એ વસ્તુ વીતરાગમૂર્તિ છે. એમાં ભવ અને ભવના ભાવનો એમાં અભાવ છે. એવા રાગ અને ભવના અભાવ સ્વભાવ એવું સ્વરૂપ (છે) એવું જેણે દૃષ્ટિમાં લઈને વેઠ્યું છે (તે સમ્યક્દષ્ટ છે). આ ઝીણી વાત છે, ભાઈ ! નિર્ણય... નિર્ણય કહ્યો હતો ને ? નિર્ણય તો એને કહીએ (કે), એ તો વિકલ્પ સહિત હજી નિર્ણય હોય. પહેલો વિકલ્પ સહિત આ ચીજ આવી છે’ એવો નિર્ણય (હોય) પણ ઈ કંઈ વાસ્તવિક નિર્ણય નહિ. વાસ્તવિક નિર્ણય તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ જેની દૃષ્ટિમાં આવતાં જેના અનંત ગુણની સંખ્યા(ના) દરેકનો અંશ વ્યક્તપણે વેદાવામાં આવે ત્યારે એને સમ્યગ્દર્શનનો નિર્ણય કહેવામાં આવે. આ..હા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! આ તો આખી દુનિયાથી બીજી વાત છે. આહા..હા...!
—
એ કહે છે, જુઓ ! (F:) એટલે તે. કોણ તે ? સમ્યગ્દષ્ટિ જીવ...’ આહા...હા...! જેણે પૂર્ણ આનંદસ્વરૂપ ભગવાન ! જેની જ્ઞાનની વર્તમાન પર્યાય - દશામાં જણાઈ ગયો છે અને જાણીને એણે પ્રતીત કરી છે કે, આ આત્મા પૂર્ણ આનંદ છે તે હું. આવી વાતું છે. જેને આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ ! શુદ્ધ ચૈતન્યઘન ! એની જેને પ્રતીત અને અનુભવ થઈને વેદન થયું છે એને અહીંયાં સમ્યક્દષ્ટિ કહે છે. શરતું બહુ ! રૂપિયામાં તો કાંઈ નહિ આવે. પુણ્યને લઈને ધૂળ ભેગી થઈ જાય. ત્યાં કાંઈ પુરુષાર્થથી તે મળે છે એવી