________________
કળશ-૧૭૩
૨૭૧
મીંદડા અને કુતરા જેવા ગંધ મારે. આહા...હા...! એવો ભગવાન આત્મા! અતીન્દ્રિય આનંદના સ્વાદમાં પરનો સ્વાદ એને ઝેર જેવો લાગે. સમજાણું કાંઈ ? આહા...હા...!
એ અહીં કહે છે, એક નિશ્ચયથી એક છે. કેવો છે ?' નિમ્પ સર્વ ઉપાધિથી રહિત છે. ચૈતન્યગોળો શાશ્વત પરમાત્મસ્વરૂપ પોતે છે. આહા..હા...! શક્તિરૂપે પરમાત્મા છે તો વ્યક્તરૂપે થાય છે. કૂવામાં હોય એ અવેડામાં આવે. કૂવામાં પાણી હોય તો પાણી આવે, ખારું પાણી) હોય તો ખારું આવે, મીઠું હોય (તો મીઠું આવે), કૂવામાં હોય ઈ આવે ને ? એમ અંદરમાં આનંદનો સાગર આનંદ છે તો તેના અનુભવમાં આનંદ આવે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. છે તેને પ્રાપ્ત કરવો છે. આ..હા...હા...! સમજાણું કાંઈ?
“સર્વ ઉપાધિથી રહિત છે. આહા..હા...! “યત્ સર્વત્ર ૩ ધ્યવસાનમ્ વિનં પર્વ ત્યાચં' “જે કારણથી.” આહાહા..! જેને એમ છે કે, હું આ પરને મારું છું, એવો જે અધ્યવસાય (છે) એ એકત્વબુદ્ધિ(રૂ૫) મિથ્યાત્વ છે. આહાહા...! આકરી વાત, બાપા ! પરને મારી શકતો નથી. એનું આયુષ્ય હોય ત્યાં સુધી) તે જીવે અને આયુષ્ય છૂટે તો ઈ મરે. તું એને મારી શકે, ઈ વસ્તુ જ નથી. આહાહા...!
હું મારું, હું જિવાડું...” ઝીણી વાત (છે), ભાઈ ! હું આને જીવતર આપું. આને જિવાડું એ માન્યતા – અધ્યવસાય મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, દુઃખરૂપ દશા છે. આહાહા..! આ બધા કાર્યકર્તાઓ તો બધાને જાણે સગવડતા (દઈએ) છીએ એવું માનતા હશે.
રાજકોટ’ (હતા ત્યારે) “ગાંધીજી’ વ્યાખ્યાનમાં આવ્યા હતા. તે દિ મેં તો આ કહ્યું હતું, પરને જીવાડી શકું એ માન્યતા મૂઢ મિથ્યાદૃષ્ટિની છે. (સંવત) ૧૯૯૫ની વાત છે. ૧૯૯૫ની સાલ ! ૩૯ વર્ષ થયા. “રાજકોટ રાજકોટ ! બધા આવ્યા હતા ને? “મોહનલાલ ગાંધી”, “કસ્તુરબા’, ‘મહાદેવ દેસાઈ" બધા વ્યાખ્યાનમાં આવતા. કીધું. આ માર્ગ તો બીજો છે, બાપા !
બીજાને જિવાડી દઉં, દેશની સેવા કરી શકું, એ માન્યતા મિથ્યા ભ્રમ છે. આહા..હા..! હું સુખી કરું. બીજાને અગવડતા આપી, ઝેર દઈને દુઃખી કરું. પ્રભુ ! એ તારી માન્યતા મિથ્યા ભ્રમ છે. બીજાને અગવડતા દઉં, એ અગવડતા તું દઈ શકે નહિ. એ તો એનો પાપનો ઉદય હોય તો એને અગવડતા આવે. આહાહા..હા..! સમજાણું કાંઈ ?
સુખી કરું.’ આને સગડવતા આપું, આહારની, પાણી, કપડાની, મકાનની સગવડતા આપું તો એ સુખી થાય. (એમ માનવું એ) ભ્રમ છે. એની સગવડતા તું દઈ શકે એવી ત્રણકાળમાં (તારામાં) તાકાત નથી. એનો પુણ્યનો શાતાનો ઉદય હોય તો એને સગવડતા આવે અને તું કહે કે, હું સગવડતા આપું એ મિથ્યાત્વ ભાવ, મૂઢ ભાવ, અજ્ઞાન ભાવ (છે). આહા..હા...! એ ઝેરના પીણા પીવે છે ! આવી વાતું ! દુનિયાથી જુદી જાત લાગે. છે ને, બધી ખબરું છે ને ! આહા...હા...!