________________
૨૬૮
કિલશામૃત ભાગ-૫ અહીં કહે છે, શુદ્ધ જ્ઞાનઘન ! “રાગાદિ રહિત....” જેમાં – વસ્તુમાં પુણ્ય-પાપનો રાગ નથી. જેમ એ ધોળા ગોળામાં લાલ છાલ નથી, કાચલી નથી, લાલ છાલ નથી અને ઉપરના છાલા નથી એમ અંદર ભગવાનઆત્મા શુદ્ધ જ્ઞાનઘન છે એમાં લાલ છાલ – રાગ નથી. આહા..હા...! આહા...હા...! એને નવરાશ ક્યાં છે ? સંસારના કામ આડે એને ફુરસદ ન મળે. મરી જશે એક ક્ષણમાં ! આ..હા..હા...!
આજે સાંભળ્યું નહિ ? બિચારી એક છોડી મરી ગઈ, કહે છે. અકસ્માત (થઈ ગયો). (કોઈક) ભાઈ કહેતા હતા. “વીંછિયા” (એક મુમુક્ષુ) ભાઈ છે ને ? એના દીકરાની વહુ. બે વરસનું પરણેતર. ગમે તે થયું, આઠ મહિનાનો છોકરો હતો. મરી ગઈ, શું થયું કંઈ સમાચાર નથી. વીસ-બાવીસ વર્ષની ઉંમર હશે. આહા...હા...! કોણ જાણે શું થયું)? આજે તાર (આવ્યો છે. મરી ગઈ, શું થયું કંઈ ખબર પડતી નથી ! આહા...હા...! આ દેહ ! આવાને આવા અનંતવાર છોડ્યા છે. આ તો સવારમાં સાંભળ્યું હતું. આહા...હા...! આ મનુષ્યપણું મળ્યું ચાલ્યું ગયું, ખલાસ ! આહા..હા...! અનંત કાળે મનુષ્યપણું મળે એમાં આવા અવતાર એળે ચાલ્યા જાય. આહાહા...! કરવાનું ન કરે, નહિ કરવાના કરીને રખડી મરે. આ..હા...!
અહીં કહે છે, શુદ્ધ જ્ઞાનઘન છે. આહા..હા..હા...! શુદ્ધ શબ્દ વાપર્યો. પુણ્ય અને પાપના ભાવથી ભગવાન અંદર ભિન્ન છે. કેમકે જ્યારે આત્માનો મોક્ષ થાય ત્યારે પુણ્યપાપ રહેતા નથી. માટે તે પુણ્ય-પાપ એના સ્વરૂપમાં છે નહિ. આહાહા...! “રાગાદિ રહિત એવા ચેતનાગુણનો સમૂહ છે.” ચેતના.. ચેતના.. ચેતના. ચેતના... જાણવું દેખવું, પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ ભગવાન ! એ તો પ્રજ્ઞા અને જ્ઞાનનો સમૂહ છે. આહાહા...! છે?
શું કરીને ?” “તત્ સહિ નિશ્ચયં સક્રિષ્ય' તે કારણથી સમ્યક નિશ્ચયને અર્થાત નિર્વિકલ્પ વસ્તુમાત્રને જેવી છે તેવી અનુભવગોચર કરીને. આહા..હા...! જેવી એ ચીજ છે તેને અનુભવગમ્ય કરીને (અર્થાતુ) એને અનુસરીને અનુભવ થવો. જે આ પુણ્ય અને પાપના ભાવ અને આ પર મારા, એ મમતાનો જે અનુભવ છે એ અનુભવ દુઃખદાયક છે. અંદર ભગવાન આત્માનો અનુભવ, આનંદનો અનુભવ કરીને. છે? “નિર્વિકલ્પ વસ્તુમાત્રને જેવી છે તેવી છે ને ? “ ી છે ને ? આહા...હા...! એ શુદ્ધ ચૈતન્યઘન છે એ (જેવી) છે તેવી, તેનો “ગ્રામ્ય કરીને – અનુભવ કરીને. આ..હા...હા...! આ તો છેલ્લામાં છેલ્લી વાતું છે, બાપુ ! સમજાણું કાંઈ ? આહા..હા...!
અનુભવગોચર કરીને.” અનુભવગમ્ય કરીને. આ આત્મા આનંદ છે, શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પ્રભુ આત્મા છે. સહજ સ્વરૂપે ભગવાન આત્મા છે. એની દશામાં વિકાર ને પુણ્યપાપ હો, પણ) એ વસ્તુમાં નથી. આહાહા...! એવી નિર્વિકલ્પ વસ્તુ, અભેદ વસ્તુ...આહાહા...! એનો અનુભવ કરીને.