________________
કળશ-૧૮૩
૫૦૯ ત્યારે ગુરુ કહે છે કે, પણ ચેતના સિદ્ધ ન થાય તો ચેતના વડે તો જીવદ્રવ્યને સિદ્ધ કર્યું છે. જીવદ્રવ્ય એટલે શું ? કે, જાણન-દેખન ચેતના તે જીવદ્રવ્ય. એમ તો જીવદ્રવ્યને સિદ્ધ કર્યું છે. હવે તું ચેતનાનો નિષેધ કર તો જીવદ્રવ્યને સિદ્ધ કર્યું એ રહે ક્યાં ? આહા..હા..! એ પુણ્ય ને પાપ છે એ આત્મા છે, વ્યવહાર રત્નત્રય છે એ આત્મા છે, એવું અમે કાંઈ સિદ્ધ કર્યું નથી. આહાહા...! અમે તો ચેતના આત્મા છે, જાણન-દેખન ભગવાન (આત્મા છે). દર્શન અને જ્ઞાન, સામાન્ય દર્શન અને વિશેષ પર્યાય – જ્ઞાન, એ ચેતના તે જ આત્મા, તે જીવ એમ અમે સાબિત કર્યો છે. કોઈ વ્યવહાર રત્નત્રયના રાગ (કે) કોઈ વિકલ્પ આદિ આત્મા એવી રીતે અમે સિદ્ધ કર્યો નથી. એનો તો અમે નિષેધ કર્યો છે. હવે તું ચેતનાના રૂપને જ જો નિષેધ કર કે, એ ભલે ન હોય તોપણ જીવ રહે. તો ચેતનાથી તો જીવને સાધ્ય કર્યો, સિદ્ધ કર્યો છે. હવે જો) ચેતના ન રહે તો જીવ સિદ્ધ નહિ થઈ શકે. જીવ સિદ્ધ નહિ થઈ શકે, જીવ નહિ રહે એ પછી આવશે. સમજાણું કાંઈ ? જીવ સિદ્ધ નહિ થઈ શકે, એટલો પ્રશ્ન અત્યારે છે. જીવ નહિ રહે એ પ્રશ્ન પછી આવશે. આહાહા..!
ધીમે ધીમે સમજાય એવું છે, ન સમજાય એવું કાંઈ નથી. ભાષા તો સાદી છે, વસ્તુ સાદી છે. તદ્દન શુદ્ધ નિર્લેપ ચીજ છે. આહા...હા..! ભગવાન આત્મા ચેતના સ્વરૂપ નિર્લેપ નિર્દોષ શુદ્ધ તે જીવદ્રવ્ય છે અને તે ચેતનાનો અનુભવ કરવો એ સમ્યગ્દર્શન છે. એ છેલ્લે લેશે. છેલ્લો શબ્દ છે), તદ્દન છેલ્લો શબ્દ છે), “આવો અનુભવ સમ્યક્ત્વ છે. અહીં તો હજી આવા સમકિતને સિદ્ધ કરે છે. આહા..હા..! સમજાય છે કાંઈ ? બે-ચાર-પાંચ વાર બોલાય તો વાંધો નથી. ઝીણી વાતું ઘણી, બાપુ ! આહા..હા..!
આહા...હા....! ચેતના વિના) જીવદ્રવ્ય તો વિદ્યમાન છે. એનો ઉત્તર કે, જીવદ્રવ્ય ચેતનાથી તો અમે સિદ્ધ કર્યું છે. તેથી તે ચેતના સિદ્ધ થયા વિના જીવદ્રવ્ય પણ સિદ્ધ થશે નહિ.” આહા..હા..! કેટલી વાત મૂકી ! સાદી અને સરળ ભાષા ! માણસને અંદર જ્ઞાનમાં વિચારમાં (આવવું જોઈએ કે, આ વસ્તુ છે, આત્મા વસ્તુ છે ઈ શું છે ? એ ચેતના વસ્તુ છે. ત્રિકાળ જાણન-દેખન સ્વભાવ તે આત્મા છે. હવે એ જાણન-દેખન એવી બે અવસ્થાઓ ન રહે તો ચેતનાનો જ અભાવ થતાં જીવદ્રવ્ય સિદ્ધ નહિ થાય. જીવ સિદ્ધ નહિ થાય એટલે ? છે એમ સાબિત નહિ થાય. સિદ્ધ થશે એટલે મુક્ત થશે એમ નહિ. સમજાણું કાંઈ ? ચેતનાથી તો જીવને સાધ્યો છે. જો ચેતનાનો નકાર કર તો જીવ સિદ્ધ નહિ થાય. સિદ્ધ નહિ થાય એટલે ? ચેતનાના અભાવે જીવની સત્તા સિદ્ધ થઈ શકે નહિ. જીવનું હોવાપણું – નિર્ણય થઈ શકે નહિ. આવી વાત એવી મીઠી, તદ્દન સરળ છે ! આહા...હા...!
એકદમ બધો કૂચો કાઢી નાખ્યો છે. ષટૂકારક નહિ, દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે નહિ, લે ! ઉત્પાદ-વ્યય-ધ્રુવ ત્રણ નહિ. આહાહા...! અને પછી જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ, એવા અનંત ગુણનો ભેદ પણ) નહિ, એક ચેતના રહી. આહા...હા...! અનુભવ કરવા માટે