________________
૫૦૮
કલશામૃત ભાગ-૫
કોઈ આશંકા કરશે કે ચેતના રહે તો નહીં રહો....” એમાં શું વાંધો છે ? જીવ તો રહેશે. એમ કહે છે. ચેતના બે પ્રકારપણે ન રહે (તો) ન રહો. એમાં જીવદ્રવ્યને શું વાંધો છે ? જીવદ્રવ્ય તો રહેશે ને ? એમ આશંકા કરે છે. “જીવદ્રવ્ય તો વિદ્યમાન છે ?’ એમ કહે છે. ચેતનાના સામાન્ય-વિશેષ બે પ્રકારો કદાચિત સિદ્ધ ન થાય અને એ ચેતના જ ભલે ન હોય પણ જીવદ્રવ્ય તો રહેશે ને ?
‘ઉત્તર આમ છે ચેતનામાત્ર દ્વારા જીવદ્રવ્ય સાધ્યું છે....... જ્યારે તું એમ કાઢી નાખ કે, ચેતના નથી ને જીવદ્રવ્ય (છે), પણ ચેતનાથી તો જીવદ્રવ્યને સાધ્યું છે. જાણન-દેખન સ્વભાવ તે જીવદ્રવ્ય છે. એ તો સાધ્યું છે. જે સાધ્યું છે એને કાઢી નાખ તો સાધન કાંઈ નહિ રહે. આહાહા...! સમજાણું કાંઈ ? “ઉત્તર આમ છે ચેતનામાત્ર દ્વારા જીવદ્રવ્ય સાધ્યું છે....” શું કીધું ઈ ? બે અવસ્થા રૂપે ચેતના ભલે ન રહો, જીવદ્રવ્ય તો રહેશે ને ? ત્યારે ઉત્તર એમ આપે છે કે, જીવદ્રવ્યને ચેતનાથી તો સિદ્ધ કર્યું છે. જીવદ્રવ્ય એટલે શું? જાણનદેખન ચેતના તે જીવદ્રવ્ય. ચેતનાથી તો જીવદ્રવ્યને સિદ્ધ કર્યું છે અને તું ચેતના ન રહે અને જીવદ્રવ્ય (રહે એમ કહે તો) એમ બને ક્યાંથી ? ન્યાય સમજાય છે આમાં ? ભાઈ ! આ બધા ઝીણા લોજીક છે, ત્યાં હીરા-માણેકમાં કયાંય આવ્યા નહોતા. શેઠ પણ ના પાડે છે કે ક્યાંય આવ્યા નહોતા. વાત સાચી ! આહા..હા....!
એકદમ મોક્ષનો અધિકાર એટલે મુક્ત થવું. કોનાથી ? કે, ચેતનાના સ્વભાવવાળા દ્રવ્યથી નહિ. મુક્ત થવું એ ચેતનાના સ્વભાવવાળા દ્રવ્યથી નહિ. એનાથી વિરુદ્ધ પુણ્ય-પાપ, રાગાદિના દુઃખના ભાવથી મુક્ત થવું છે. એથી (તેનાથી) રહિત ચેતનાવાળો જીવદ્રવ્ય સિદ્ધ કર્યું પણ ચેતનાના બે પ્રકાર ન માને તો ચેતના સિદ્ધ નહિ થતાં (જીવદ્રવ્ય પણ સિદ્ધ નહિ થાય). ભલે ચેતના સિદ્ધ ન થતાં જીવદ્રવ્ય ભલે સિદ્ધ ન થાય. એમ કીધું. બીજો બોલ.
ચેતના ન રહે તો નહીં રહો, જીવદ્રવ્ય તો વિદ્યમાન છે ? ઉત્તર આમ છે કે ચેતનામાત્ર દ્વારા જીવદ્રવ્ય...સિદ્ધ કર્યો છે. આ પુદ્ગલ અચેતન છે, પાંચ દ્રવ્ય અચેતન છે અને જીવદ્રવ્યને ચેતનામાત્ર જાણન-દેખન માત્રથી તો જીવને સિદ્ધ કર્યો છે. હવે ચેતના ન રહે તો જીવ રહે, એમ બને ક્યાંથી ? સમજાય છે કાંઈ ? વાણિયાના વેપાર કરતાં આ ન્યાયના તર્કો જરી ઝીણા છે. વેપારમાં તો આખો દિ ઈની ઈ વાતું કર્યા કરે. નવો કોઈ તર્ક કે ન્યાય (ન આવે). આહાહા...! અહીંયાં તો ન્યાયથી -- લોજીકથી સિદ્ધ કરે છે.
વસ્તુ ભગવાનઆત્માને અમે ચેતનાવાળો કીધો છે. ચેતનાવાળો પણ નહિ, ચેતના સ્વરૂપ કહ્યું છે. વાળોમાં પણ ભેદ છે. ચેતના સ્વરૂપ કીધું છે અને એ ચેતના પરના ભેદ રહિત છે, પણ ચેતનાના સામાન્ય-વિશેષના ભેદ રહિત નથી. એના સામાન્ય-વિશેષ ભેદવાળી તો વસ્તુ છે અને જો એ સામાન્ય-વિશેષ ન હોય તો ચેતના જ સિદ્ધ થતી નથી. ત્યારે શિષ્ય કહે કે, ચેતના સિદ્ધ ન થાય તો કાંઈ હરકત નહિ. જીવદ્રવ્ય તો રહેશે ? આહા...હા...!