________________
૧૧૮
કિલામૃત ભાગ-૫
વિદ્યમાન સમ્યગ્દષ્ટિ. સમ્યક્દૃષ્ટિ એને કહીએ કે જેને આ શુદ્ધ સ્વરૂપ ચિઠ્ઠન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ (છે) તેનો અનુભવ થયો હોય. અનાદિથી જે પુણ્ય અને પાપ, રાગ અને દ્વેષનો અનુભવ છે એ કર્મચેતના અને કર્મફળચેતનાનું વેદન (છે) એ મિથ્યાત્વ ભાવ છે.
અહીંયાં કહે છે કે, જે સમ્યક્દૃષ્ટિ – ધર્મી હોય છે (તેને) ધર્મની પહેલી સીઢી પ્રગટ થઈ છે). છ ઢાળામાં આવે છે ને ? “મોક્ષમહેલ કી પહેલી સીઢી સમ્યગ્દર્શન ! એ સમ્યગ્દર્શન શું છે ? કહે છે કે, “વિદ્યમાન સમ્યગ્દષ્ટિ અર્થાત્ શુદ્ધસ્વરૂપે પરિણમ્યો છે.” આહા..હા...! પુણ્ય અને પાપના જે અશુદ્ધ ભાવ છે તેનું પરિણમન છોડીને શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્માનું જેને સમ્યગ્દર્શનમાં શુદ્ધ પરિણમન થયું છે. આહાહા..! આવી વાત છે.
કારણ કે આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ત્રિકાળી પરમ આનંદસ્વરૂપ છે તેનું સમ્યક્દષ્ટિને શુદ્ધ પરિણમન થાય છે. શુદ્ધ ચૈતન્યઘન આત્મા પૂર્ણાનંદ અને પૂર્ણ જ્ઞાનથી, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદથી ભરેલો છે. આ..હા...હા...! એ જે ધ્રુવ ચીજ છે તેની સન્મુખ થઈને જેનું શુદ્ધ પરિણમન થયું તેને સમ્યક્રદૃષ્ટિ – ધર્મી – મોક્ષમાર્ગનું પહેલું પગથિયું કહે છે. આ..હા...સમજાય છે ?
ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ પરમેશ્વર સર્વજ્ઞજ્ઞાનમાં જે જોયું તેવું વાણી દ્વારા આવ્યું. એ ભગવાન એમ કહે છે કે, જેને સમ્યગ્દર્શન થયું છે તેનું સ્વરૂપ શું ? શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ ! અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ આત્મા ! આ..હા...હા...! અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મા ! તેની સ્વસમ્મુખ થઈને તેમાં શુદ્ધતાનો અનુભવ થાય તેને સમ્યગ્દર્શન કહેવાય છે). સમજાય છે ? આહાહા...! (આવો) માર્ગ છે), પ્રભુ...!
વીતરાગ પરમેશ્વર જિનેન્દ્રદેવ એમ કહે છે કે, સમ્યદૃષ્ટિ શુદ્ધ સ્વરૂપે પરિણમ્યો છે. આહાહા...! થોડી અશુદ્ધિ છે, જ્યાં સુધી પૂર્ણ) વીતરાગ ન થાય ત્યાં સુધી સમ્યક્રદૃષ્ટિને પણ અશુદ્ધ પુણ્ય-પાપનું પરિણમન છે પણ તેને અહીંયાં ગૌણ કરીને મુખ્યપણે શુદ્ધ પરિણમન છે એમ લીધું છે. આહા..હા...! સમજાય છે ? ધર્મની પહેલી સીઢી, “મોક્ષમહેલકી પહલી સીઢી આવે છે ને ? “છ ઢાળામાં આવે છે. આહાહા...!
આ દેહ તો જડ માટી – ધૂળ છે (તે) ભિન્ન છે. અંદર આઠ જડ કર્મના રજકણ છે એ પુદ્ગલ ભિન્ન છે અને તેમાં પુણ્ય અને પાપના શુભ-અશુભ ભાવ થાય છે એ અશુદ્ધ અને મલિન છે. આહા..હા...! તેનાથી ભિન્ન) ભગવાન આત્મા પૂર્ણ નિર્મળાનંદ ચિદાનંદસ્વરૂપ છે. આહાહા...! તેની દૃષ્ટિ થવી, શુદ્ધ ચૈતન્ય વસ્તુની દૃષ્ટિ થવી અને તેમાં શુદ્ધ ચૈતન્યનું પરિણમન (થવું), પર્યાયમાં નિર્મળ પરિણમન થવું. આહા..હા...! તેને સમ્યક્દૃષ્ટિ કહે છે.
ઈ કહે છે. છે ? મૂળ શ્લોક ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ના છે અને ટીકા “રાજમલ્લજી’ (ની છે). જૈનધર્મી – જૈન ધર્મના મર્મી ! એમણે ટીકા બનાવી છે. કહે છે કે, “જે કારણથી વિદ્યમાન સમ્યગ્દષ્ટિ અર્થાતુ શુદ્ધસ્વરૂપે પરિણમ્યો છે જે જીવ... આહા..હા....! વિદ્યમાન