________________
૨૭૮
કલશામૃત ભાગ-૫
સત્ય બોલવાનો ભાવ આવ્યો, સત્ય બોલી શકું છું એ એકત્વબુદ્ધિનો ત્યાગ કરાવ્યો, શું કીધું ઈ? સત્યને બોલી શકું છું એ તો બે (દ્રવ્યની) એકત્વબુદ્ધિ છે એનો તો પહેલો ત્યાગ કરાવ્યો, એમ બની શકતું નથી અને તું મફતનો અંદર માને છે, પણ સત્ય બોલવાનો ભાવ આવ્યો... આહા...હા...! એ પણ પરાશ્રિત હોવાથી છોડવા લાયક છે. સમજાણું કાંઈ? આહા...હા..!
શરીરથી વિષય સેવી શકું છું એ તો એકત્વબુદ્ધિ છે, એને તો છોડાવી. આ શરીર જડ માટી છે એની સાથે વિષય ભોગવતાં શરીરથી હું સ્ત્રીનો વિષય લઉં છું, એ તો પરદ્રવ્યની સાથે એકત્વબુદ્ધિ છે, એ અધ્યવસાય તો એકત્વ મિથ્યાત્વ છે, તેને તો છોડાવ્યો પણ હવે હું બ્રહ્મચર્ય પાળું છું, એવો જે શુભ ભાવ એ પણ પરાશ્રિત હોવાથી છોડાવ્યો. એ છોડવા લાયક છે, વિકલ્પ છે, રાગ છે. આહા...હા...! શું કહે છે આ ?
મુમુક્ષુ :- “પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન”
ઉત્તર :- એ તો આત્માની અંદરમાં એકાગ્ર થાય) એ બ્રહ્મચર્યની વાત છે. “મતિમાન શબ્દ છે ને ? બધા (ગ્રંથો) વાંચ્યા છે ને ! લાખો ગ્રંથો વાંચ્યા છે, કરોડો શ્લોકો જોયા છે. અઢાર વર્ષની ઉંમરથી ધંધો જ આ (કર્યો છે), (અત્યારે) ૮૮ (વર્ષ) થયા, સીત્તેર વર્ષથી આ બધો ધંધો માંડ્યો છે. એક એક શબ્દો ને બધા ગ્રંથો (જોયા છે). એમાં આ “સમયસાર જ્યાં (સંવત) ૧૯૭૮માં હાથ આવ્યું ત્યાં અંદર.. આ...હા...હા..! એમ (આવ્યું કે, અરે...! આ તો અશરીરી (થવાનું) પુસ્તક છે ! શરીરરહિત થવું હોય તો આ શાસ્ત્ર છે, કીધું. ૧૯૭૮ ! આહા...હા..! આ તો કોઈ અલૌકિક વાતું છે), બાપુ ! અત્યારે જગતને સાંભળવા મળતી નથી.
અહીં તો જરી આમાં એવો વિચાર આવ્યો કે, પરની દયા પાળી શકું છું, એવી માન્યતા એકત્વબુદ્ધિ છે. એને તો ભગવાને છોડાવી. અને એ છોડવાલાયક છે માટે છોડાવી, પણ હવે પરની દયા પાળી શકું છું એ નહિ, પણ પરની દયાનો ભાવ આવ્યો, એ પરાશ્રિત હોવાથી એને પણ છોડાવ્યો છે. આ..હા...! સમ્યફદૃષ્ટિ અને હેય માને છે), ભાવ આવે ખરો, પણ એને હેય માને. અજ્ઞાની અને આદરવા લાયક માને. આ મોટો ફેર છે. સમજાણું કાંઈ ?
બીજી વાત, આજે દયાની કીધી. બીજું, સત્ય બોલું. બોલી શકું. એ તો એકત્વબુદ્ધિ છે. એ અધ્યવસાયનો તો ત્યાગ કરાવ્યો, પણ સત્ય બોલું એવો જે વિકલ્પ ઊઠ્યો છે, સાચું બોલું એવો વિકલ્પ ઊઠ્યો છે એ પણ રાગ છે, પરાશ્રિત રાગ છે એને પમ અહીં ભગવાને છોડાવ્યો. કારણ કે એ રાગ પણ બંધનું કારણ છે. આહાહા....! - હવે પરની ચોરી કરી શકતો નથી, એવી જે પર સંબંધીની ક્રિયા એની એકત્વબુદ્ધિ તો છોડાવી પણ અચૌર્યભાવ - નહિ ચોરવાનો એવો ભાવ વિકલ્પ ઊઠ્યો એ પણ પરાશ્રિત