________________
૨૫૨
કલામૃત ભાગ-૫
પ્રશ્ન :- જેમ છે એમ એટલે ? સમાધાન :- ઈ આકરા છે ભાવ એમ. આહા...હા...! સમજાણું કાંઈ ? છે ?
(વિદ્યાતિ) “અનુભવે છે.” શું કહે છે ? ભગવાન આત્માને જે વસ્તુ એનામાં નથી અને એની નથી એ સુખી-દુઃખીની કલ્પના (થાય છે) એ તો કર્મજન્યની ઉપાધિ છે. એને પોતાની માને છે કે, હું દુઃખી થઈ ગયો, હું સુખી છું, હું આવો છું ને પૈસાવાળો છું. આહાહા...! મારા નામની પચીસ દુકાનો ચાલે છે. મારી પાસે દસ કરોડ રૂપિયા છે અને ભાગીદાર રાખ્યા છે. એક એકને પાંચ પાંચ લાખ આપ્યા છે, ટકાનું વ્યાજ લઉં છું અને પેદાશનો અડધો ભાગ લઉં છું. ભાઈ ! આ બધા છે, અત્યારે જોયેલા છે, હોં ! પાંચ પાંચ લાખ આપે, ટકાના વ્યાજ લે. અત્યારે, પહેલા આઠ આના હતા. હવે ટકો, દોઢ ટકો થઈ ગયો. વ્યાજ લે અને પાછું બાર મહિને પેદાશ થાય એનો અડધો ભાગ લે અને મહિને પાછો ચોપડા જોવા જાય. અરે...! શું કરે છે તે પણ આ? પર ચીજમાં તું કેટલો ગૂંચાઈ ગયો ! આહાહા..! એ રીતે પરને પોતાનું માનીને પોતે પોતાને અનુભવે છે. પરને પોતાનું) માનીને, પર છે ઈ મારું છે એમ માનીને અનુભવે છે. આહા...હા..! હું વિશ્વથી એક ભિન્ન પદાર્થ) છું. રાગ અને શરીરની ક્રિયા ને વાણી ને કુટુંબ (આદિ) બધાથી ભિન્ન અંદર મારી ચીજ છે. આહા...!
જે ચીજમાં તો અનંત જ્ઞાન અને આનંદ પડ્યો છે, પ્રભુ ! આહાહા...! એની જેને ખબરું નથી, એની જેને પ્રતીતિ નથી, એનો જેને અંદરમાં આશ્રય નથી, એ પરનો આશ્રય લઈને પોતાનું માને છે. આહા..હા...! સમજાણું કાંઈ ? જુદી જાત છે, બાપા ! આ ઉપદેશ જુદી જાતનો છે. કહે છે ને ?
કેવો છે આત્મા ?” “વિશ્વનું વિમવત્ત: ' છે ? છે તો એ બધી સુખ-દુ:ખની કલ્પનાથી અંદર ભિન્ન ભગવાન છે. આખા વિશ્વથી ભિન્ન છે. આહા...હા.! પૈસા, સ્ત્રી, કુટુંબપરિવાર, મકાનો એ બધી વિશ્વની – જગતની ચીજો છે એનાથી આ પ્રભુ અંદર ભિન્ન છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આવી વાત છે.
અનંતકાળથી રખડ્યો (છે). આહા..હા..! પણ પોતાની ચીજને સંભાળવા નવરો ન થયો. આ.હા...! અંદરમાં કોણ છું ? શ્રીમદ્ ન કહ્યું? શ્રીમદ્ તો સોળ વર્ષે “મોક્ષમાળામાં કહ્યું. “હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે? હું રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.” આહા..હા! સોળ વરસની દેહની ઉંમર, હોં ! દેહની વાત છે ને ? આત્માને ક્યાં ઉંમર છે ? આત્મા તો અનાદિઅનંત છે. સોળ વર્ષે એમ કહ્યું ! હું કોણ છું ? ક્યાંથી થયો ?” હું કોણ છું ? કે, હું આત્મા છું. ક્યાંથી થયો ? થાય ક્યાંથી ? ઈ તો અનાદિ છું. “શું સ્વરૂપ છે મારું ખરું ?” મારું ખરું સ્વરૂપ શું છે?