________________
કળશ-૧૫૪
૧૫
સમજાણું કાંઈ ? આ..હા...!
આ (અજ્ઞાની) તો માને (કે) દેવ-ગુરુની અમને શ્રદ્ધા છે તો અમને સમકિત છે. અરે..! એવું તો અનંતવા૨ માન્યું છે, સાંભળને ! સમ્યગ્દર્શન તો રાગ, શુભ રાગ – દયા, દાન, વ્રતના રાગથી ભિન્ન ભગવાન આનંદનો સાગર ! અંદર અતીન્દ્રિય આનંદનો આત્મા સાગર છે ! આહા..હા..! એને જે અંદર અનુભવે અને જેને અંતરના સ્વાદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો ઝે૨ જેવા દેખાય એને સમ્યક્દષ્ટ કહીએ. સમજાણું કાંઈ ? આહા..હા...! ‘નિર્જરા અધિકાર’ છે ને ? (જેવો) ‘અનુભવ છે તેવો જ રહે છે;..’ છે ? વસ્તુનું એવું જ સ્વરૂપ છે.’
કેવું છે વજ્ર ? વજ પડતાં તેના ત્રાસથી ચલાયમાન એવો જે સર્વ સંસારી જીવરાશિ, તેણે છોડી દીધી છે પોતપોતાની ક્રિયા જેના પડવાથી.' પોતાની શ્રદ્ધા, જ્ઞાન બધું છૂટી ગયું, લોકો ભ્રષ્ટ થઈ જાય એવી પ્રતિકૂળતા આવી પડે. આહા..હા...! ‘ભાવાર્થ આમ છે કે એવા છે ઉપસર્ગ, પરીષહ કે જે હોતાં મિથ્યાદષ્ટિને જ્ઞાનની સુધ રહેતી નથી.’ કે, હું આત્મા જ્ઞાતા (છું) એવી મિથ્યાદૃષ્ટિને સુધ રહેતી નથી. આહા..હા...! અનુકૂળતાની સામગ્રીમાં પણ મિથ્યાદૃષ્ટિને સુધ રહેતી નથી કે, હું એનાથી જુદો છું. એ તો જડની ચીજ ૫૨ છે. એમ પ્રતિકૂળતાની સામગ્રીમાં અજ્ઞાની ત્યાં હાય... હાય... પ્રતિકૂળતા આવી, મારાથી કેમ સહન થાય ? (એમ દુ:ખી થાય છે).
સમ્યક્દષ્ટિ પ્રતિકૂળતાને જ્ઞાનમાં શેય તરીકે જાણે છે. મને આવે છે એમ એ માનતો નથી. આહા..હા...! આ સમ્યગ્દર્શનની આટલી મહત્તા ! આ સમ્યગ્દર્શનની મહિમા ! હજી ચોથા ગુણસ્થાનની, હોં ! પાંચમું અને છઠ્ઠું એ તો ક્યાંય રહી ગયું. બાપુ ! એ દશા તો કોઈ અલૌકિક છે ! આહા..હા...! આ તો ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન, આત્માનો અનુભવ જેને છે એને પ્રતિકૂળ સામગ્રી (હોય) કે પ્રતિકૂળતાના ગંજ હોય તો એ લલચાવી શકતા નથી. દુ:ખની સામગ્રી ખેંચી શકતું નથી. સુખની સામગ્રી લલચાવી શકતું નથી. આહા..હા...! એને કર્મની નિર્જરા થાય છે. એને આત્માના આનંદના સ્વાદની અધિકતામાં જે કંઈ અશુદ્ધતા થઈ તે એને ખરી જાય છે. અહીં દષ્ટિપ્રધાન કથન છે ને ! (એટલે એમ કહે છે). આહા..હા....! કેવો છે સમ્યષ્ટિ જીવ ? પાછી મિથ્યાષ્ટિને સુધ રહેતી નથી. હવે સમ્યષ્ટિ કેવો છે ? એની વિશેષ વાત આવશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
&
—