________________
કળશ-૧૬૩
૧૪૭
લાગે છે). બિચારાને એવું લાગે કે, “સોનગઢવાળા તો એક નિશ્ચયની જ વાત કરે છે, વ્યવહારની (વાત) નથી કરતા. નિશ્ચય એટલે સત્ય, નિશ્ચય એટલે ખરેખરું. નિશ્ચય એટલે વ્યાજબી, ભૂતાર્થ, છતો પદાર્થ તે નિશ્ચય. આહા...હા...! આવી વાત છે પણ અત્યારે લોકોને મુશ્કેલી પડી ગઈ.
ભાષા દેખો ! “માનન્દ્રામૃત” એટલું તો ઠીક પણ નિત્યમોનિ ! આહા...હા...! “અતીન્દ્રિય સુખ, એવી છે અપૂર્વ લબ્ધિ, તેનું નિરંતર આસ્વાદનશીલ છે. શુદ્ધ જીવનું ભાન થતાં પર્યાયમાં આનંદઅમૃત(ની) અપૂર્વ લબ્ધિ થઈ તેનો તે ધર્મી નિત્ય અનુભવ ભોજન કરનારો છે. આહા..હા..! કહો, સવારમાં ચાનો દોઢ-પા શેર ઉકાળો જોઈએ, દસ વાગે રોટલા (જોઈએ), બપોરે કંઈક કરતા હશે અને સાંજે વળી પાછા ભજિયા-ફજિયા ને પૂરી ને ઢીકણું ને પૂછડું. આહા..હા...! દુઃખને ભોગવે છે બિચારા, ઈ વસ્તુને નહિ. આહા..હા..! ભાઈ ! તે વસ્તુ તો પર છે, જડ છે અને આત્મા કેમ ભોગવે ? ભગવાન આત્મા તો અરૂપી છે, જેમાં રંગ, ગંધ, રસ, સ્પર્શ નથી. એ રંગ, ગંધવાળી વસ્તુને કેમ ભોગવે ? આહા...હા...! આની સામે વાત ચાલે છે. આ માનન્દ્રામૃતની સામે. એ તો દુઃખને ભોગવે છે), રાગ-દ્વેષના પરિણામને – દુઃખને ભોગવે છે. આહાહા...! તે પણ એ નિત્યભોજી છે. (એટલે) નિરંતર (ભોગવે છે). અજ્ઞાનીને નિરંતર... આહાહા...! દુઃખના કોળિયા છે, એને દુઃખના ભોજન છે. ભાઈ ! આવી વાતું છે, બાપા ! આહા..હા...!
એ વસ્તુ મુકત જ છે. ભગવાન સ્વરૂપ મુક્ત છે તેનું પર્યાયમાં ભાન થયું તો એટલો પર્યાયમાં મુક્ત થઈ ગયો. આહાહા....! શું કીધું છે ? એ છેલ્લા કળશમાં આવશે. એક કોર મુક્તિને સ્પર્શે છે, એક કોર સંસારને સ્પર્શે છે). આહા...હા.! ભાઈ ! ઝીણી વાતું છે ને, બાપા! આ તો અપૂર્વ – અનંતકાળમાં કોઈ દિ એક સેકંડ થયું નથી. એવો અનંતકાળ.... અનંતકાળ.. આહા..હા...! મુનિપણા પાળ્યા, પંચ મહાવ્રત લીધાં છતાં એ તો રાગ અને દુઃખ છે, ભાઈ ! તને ખબર નથી. આહા...હા...! ભગવાન આત્માનો સ્વભાવ એ રાગ નહિ, દુઃખ નહિ. આહા...હા...!
અતીન્દ્રિય આનંદના ખોરાકથી ભરેલો છે. આહાહા...! એ સમકિતી જીવ એ અતીન્દ્રિય આનંદનું ભોજન નિત્ય અનુભવે છે. આહા..હા..! આવી વ્યાખ્યા ! જ્ઞાની આહાર-પાણી લેતો હોય, (એ) ખાતા વખતની ક્રિયા કંઈ એની નથી, એ તો જડની છે. એ તરફનો જરીક રાગ થાય છે પણ રાગથી ભિન્ન પડેલા ભગવાનનો આનંદનો સ્વાદ તો એને નિરંતર છે. આહા...હા....! છે ?
“અતીન્દ્રિય સુખ,” આંદની વ્યાખ્યા કરી. અને અમૃતની વ્યાખ્યા કરી – મરે નહિ એવી “અપૂર્વ લબ્ધિ...” જીવતોજાગતો ભગવાન જ્યાં જાગ્યો... આહાહા..! સમ્યગ્દર્શનમાં જ્યાં એનું ભાન થયું ત્યાં કહે છે કે ત્યાં આનંદની અપૂર્વ લબ્ધિ પ્રગટી. આહા...હા...!