________________
કળશ-૧૭૬
૩૪૧
હોય). આહાહા...! છતાં એ જરી દ્વેષનો અંશ છે એને પોતા તરીકે નથી માનતો. એ ક્રિયા થાય છે એને તો જાણે છે, એ કંઈ પોતે કરે છે એમ નહિ. આહા..હા..! આવી વાત આકરી ! સમજાણું કાંઈ ?
સમ્યગ્દષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું” એટલે કર્તા, પોતાનું નથી માટે સ્વામિત્વ નથી, એમ. થાય છે. આહાહા...!
મુમુક્ષુ :- કોકવાર પોતે કરે છે.
ઉત્તર :- ઈ કરે છે ઈ કીધું ઈ તો પરિણમે છે ઈ અપેક્ષાએ કરે છે. પરિણમે છે એ અપેક્ષાએ કરે છે, પણ મારા છે એ રીતે કરતો નથી. આવું છે. આ..હા..! આમાં
ક્યાં...? એક વાત સિદ્ધ કરવા જાય ત્યાં બીજી વાત ઊડી જાય છે. કર્તા છે અને કર્તા પણ નથી. ભોક્તા છે અને ભોક્તા પણ નથી. આહા...હા...! કર્તા છે એની સાથે અકર્તાનયા પણ છે, એકસાથે છે. કર્તાનય કો'કની અને અકર્તાનય કો'કની એમ નથી. આહા..હા..! રાગનું પરિણમન છે એ અપેક્ષાએ કર્તાનય છે અને અકર્તાય છે. રાગ પોતાનો નથી માટે અકર્તા છે. આહા..હા...આવું છે. ફેરફાર બહુ થઈ ગયો, બાપુ ! માર્ગ એવો છે.
મુમુક્ષુ :– સમ્યગ્દષ્ટિને યુદ્ધના પરિણામ તો બહુ ઉગ્ર કહેવાય.
ઉત્તર :- એ તો રૌદ્રધ્યાન પણ હોય છે. સમ્યગ્દષ્ટિ હોય અને છોકરો મરી જાય (તો) રોવે. એ છોકરો મરી ગયો એને) કારણે નહિ. એના પરિણામમાં નબળાઈને લઈને (એવો ભાવ આવે છે. આહા..હા...!
ભરત ચક્રવર્તી ! અષ્ટાવર્ત પર્વત ઉપર પરમાત્મા મોક્ષ પધાર્યા. ઇન્દ્ર આવ્યા, ભગવાનનો દેહ આમ જ્યાં છૂટે છે ત્યારે “ભરત રોવે છે. સમકિતી! એ ભવે મોક્ષ જનારા ! ઇન્દ્ર એમ કહે છે, “હે “ભરત” ! તમે તો આ ભવમાં મોક્ષ જનારા છો ને ! આ શું ?” (ત્યારે “ભરત’ કહે છે), “બધી ખબર છે, ભાઈ !” ઇન્દ્ર... ઇન્દ્ર, હોં! શકરેન્દ્ર આવીને (એમ કહે છે), ઊર્ધ્વલોકનો સ્વામિ આવે છે. બન્ને સમ્યગ્દષ્ટિ ! અને રોવે છે, આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે). ભરતક્ષેત્રમાં ચૈતન્યસૂર્યનો અસ્ત થયો. અરે! અમે ક્યાં પૂછશું?
ક્યાં સમાધાન કરશું ? સમજાણું ? પિતા તરીકે નહિ. ધર્મસૂર્ય ત્રણલોકનો નાથ પરમાત્મા ચાલ્યો જાય છે.
ઇન્દ્ર આશ્વાસન આપે છે, પ્રભુ ! ચક્રવર્તી ! તમે તો આ ભવે મોક્ષ જનારા, અમારે તો હજી એક મનુષ્યદેહ કરવાનો છે. અમે મોક્ષ તો જવાના તો છીએ પણ અમારે તો એક મનુષ્યદેહ કરવાનો છે. તમારે તો આ દેહ છેલ્લો છે. છતાં (“ભરત’ કહે છે), ઇન્દ્ર! હું બધું જાણું છું, બાપુ ! પણ મારી કમજોરીને લઈને રાગ આવ્યા વિના રહેતો નથી. છતાં તેને હું જાણું છું, એ મારી ચીજ નથી. આહાહા...! આવો માર્ગ છે.
બેને લખ્યું નથી ? (અજ્ઞાની) કષાયને રૂંધે છે. આમાં આવે છે. રુંધાયેલો કષાય છે.