________________
૩૪૬
કલામૃત ભાગ-૫
અહીંયાં તો કહે છે કે, જે આત્માનો સ્વભાવ અને સ્વરૂપ નથી, સ્વ-રૂપ - આત્માનું સ્વ પોતાનું રૂપ. પોતાનું રૂપ તો આનંદ અને જ્ઞાન એ સ્વનું રૂપ છે. એમાં એ વ્યવહા૨ના રત્નત્રયનો વિકલ્પ – રાગ છે એ કંઈ આત્માનું સ્વ-રૂપ, સ્વ-ભાવ નથી. આહા..હા...! આવું ભેદજ્ઞાન કરે. રાગથી ભગવાનઆત્માને ભિન્ન જાણીને ભેદજ્ઞાન કરે ત્યારે તેને ધર્મની પહેલી દશા સમ્યગ્દર્શન થાય. આહા..હા...! સમજાણું કાંઈ ? ધીમેથી સમજવાની વાત છે, આ કાંઈ વાર્તા-કથા નથી. આ તો ધર્મકથા આત્માની વાત છે, બાપા !
આહા..હા...! અનંતકાળ... અનંતકાળ વીતી ગયો, ભાઈ ! ચોરાશી લાખ યોનિમાં... ચોરાશી લાખ યોનિમાં એક એક યોનિમાં અનંત અનંત અવતાર કરીને થોથા નીકળી ગયા છે, ભાઈ ! તને ખબર નથી. નરકમાં, નિગોદમાં... આહા..હા...! એ આ રાગને પોતાનો માનીને મિથ્યાત્વથી બધા ભવ કર્યાં. આહા...હા....! સમજાણું કાંઈ ? સાધુ થાય તોપણ એ પંચ મહાવ્રતના પરિણામ રાગ છે, એ પોતાનું સ્વરૂપ છે એમ માનીને અનુભવે એ મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા...! અવ્વલદોમની વાત છે, બાપા !
ભગવાન ! આમાં આવશે.. છે આમાં ? ૧૭૮ માં ભગવાન આવશે. ૧૭૮ (કળશમાં) આવશે, આ ૧૭૭ ચાલે છે. ત્યાં ભગવાન કહેશે. આત્મા ભગવાન એટલે જ્ઞાનસ્વરૂપ છે. ટીકામાં એટલો અર્થ કર્યો છે. એ તો જ્ઞાનસ્વરૂપ (છે). એમાં પુણ્ય, દયા, દાન, વ્રતના વિકલ્પ (થાય) છે એ એનું સ્વરૂપ જ નથી. આહા..હા...! એનું સ્વરૂપ હોય તો એનો નાશ થઈ શકે નહિ. એનો નાશ થઈ શકે છે અને એકલું સ્વરૂપ રહી શકે છે માટે તેનું એ સ્વરૂપ નથી. ન્યાયથી લોજીકથી કંઈ સમજશે કે નહિ ? આહા..હા...! સમજાય છે કાંઈ ? આહા..હા...! આવો માર્ગ !
—
એક તો સંસારના કામ આડે નવો થતો નથી. એમાં ગૂંચી ગયો. એમાં વીસ કલાક, બાવીસ કલાક કાઢે. એક-બે કલાક સાંભળવા (જાય) તો એને એવું (સાંભળવા) મળે કે, આ વ્રત કરો ને તપ કરો ને પૂજા કરો ને ભક્તિ કરો, મંદિર બનાવો તમારું કલ્યાણ થશે. એ.. બધી રખડી મારવાની ક્રિયા (કરવાનું કહે). એ શુભરાગ છે. એનાથી લાભ માનીને કરે છે તે મિથ્યાષ્ટિ છે. સમજાણું કાંઈ ? એમ માનીને જ કરે છે કે, આ અમે કરીએ છીએ એ ધર્મ કરીએ છીએ. પાંચ લાખના, દસ લાખના મંદિરો બનાવ્યા.
પોર-પરાર કીધું નહોતું ? બેંગલોર’ ! બાર લાખનું મંદિર કર્યું છે. દિગંબર મંદિર બનાવ્યું શ્વેતાંબરે પણ દિગંબરના પક્ષમાં આવી ગયા છે. (એક) મારવાડી (છે તેની પાસે) બે કરોડ રૂપિયા (છે) અને એક છે સ્થાનકવાસી. મુંબઈમાં મહાવી૨ માર્કેટ’ છે (ત્યાં દુકાન છે). એ પણ કરોડપતિ (છે), એણે ચાર લાખ નાખ્યા અને પેલાએ આઠ લાખ (નાખ્યા). બેંગલોર’માં બાર લાખનું મંદિર બનાવ્યું છે. દિગંબર મંદિર ! આહા..હા...! પણ એને કહ્યું, બાપુ ! તમે એ ક્રિયા કરી એ તો (ધર્મ) છે જ નહિ, મંદિર ૫૨ ૫૨માણુની બધી ક્રિયા