________________
૧૮૪
કલામૃત ભાગ-૫
બંધન છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
અંતરંગ રુચિથી વિષય-કષાયોમાં નિરંકુશપણે આચરણ...” કંઈ પણ ગમે તે વિષય હો, શરીરની ક્રિયા ગમે તેવી થાઓ મારે શું ? થાઓ તો એ વાત બરાબર છે પણ એમાં પ્રમાદ કરીને, રાગ કરીને એમ માને એ તો મિથ્યાદૃષ્ટિ છે. એનો પુરુષાર્થ તો વિકાર તરફ ઢળી ગયો છે અને ધર્મીનો પુરુષાર્થ તો નિર્વિકાર તરફ ઢળી ગયો છે. આહા..હા...! શુદ્ધ ચૈતન્યઘન નિર્મળાનંદની પર્યાયમાં પવિત્રતા તો આવી છે છતાં પણ એનો પુરુષાર્થ એ પવિત્રતાને વધારવાનો છે. સમજાણું કાંઈ? સમ્યક્દૃષ્ટિને પવિત્ર પૂર્ણ સ્વરૂપ ભગવાન ! એનો અનુભવશીલ થયો અને છતાં તેનો પુરુષાર્થ પવિત્રતા તરફ ઢળી ગયેલો છે. આહા..હા..! અને તેથી તેને રાગનો પુરુષાર્થ વાંછાથી – ઇચ્છાથી નથી. આહા...હા...! તેથી તેને ભોગ અને જીવઘાતમાં બંધન નથી. પણ રચિથી, રાગના પ્રેમથી કામ કરે... આહા..હા...! અને કહે કે, અમને બંધન નથી. (તો) તું સ્વચ્છંદી થઈને મરી જઈશ, ભાઈ ! આહાહા...! જ્ઞાનીનું બહાનું લઈ અને સ્વચ્છંદને સેવી અને જીવઘાત થાઓ તો થાઓ, ભોગ હો તો હો, એમ કરવા જઈશ તો) મરી જઈશ, બાપા ! અહીં તો એવી વાત છે. આહા..હા..! આચાર્યો એમ કહેવા માગતા જ નથી.
આચાર્યો તો જ્ઞાનાનંદ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય... આહા..હા...! એનો જેને અનુભવશીલ સ્વભાવ થઈ ગયો છે અને તેથી તેનો પુરુષાર્થ તેના તરફ ઢળી ગયેલો છે. આહાહા..! વીર્ય સ્વભાવની શુદ્ધતા તરફ ઢળી ગયું છે. આહા...હા...! સમજાણું કાંઈ ? એથી એને રાગનો કોઈ ભાગ એકતા વિનાનો હોય તોપણ એનો બંધ નથી). ભોગ તો પરની વાત છે. નિમિત્તથી કથન છે, પરને ક્યાં ભોગવે છે ? પણ એ રાગને ભોગવે અથવા રાગ આવે છતાં તેનું બંધન એને નથી. આહાહા....! પણ એનું બહાનું લઈને મિથ્યાષ્ટિ કાંક્ષાથી સુખબુદ્ધિથી પ્રમાદી થઈને જીવને હણે, સુખબુદ્ધિથી ભોગ લે અને એમ કહે કે, મારે બંધન નથી. આવી વાત છે. સમજાણું કાંઈ ?
આત્મા તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન છે. અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. આહા..હા..! એનું જેને અંતર્મુખ સમ્યગ્દર્શન થાય એ કોઈપણ રાગની ક્રિયા અને દેહની ક્રિયા પોતાની માનતો નથી. આહા...હા...! જેની પર્યાયમાં એટલે કે દ્રવ્ય તો શુદ્ધ પ્રભુ આત્મા છે પણ જેનું એને ભાન થયું અને પર્યાયમાં પવિત્રતા આવી છે. પર્યાય એટલે વર્તમાન હાલત. વસ્તુ ત્રિકાળ આનંદકંદ પ્રભુ છે પણ એનું જેને ભાન થયું અને નિર્મળ પરિણતિ પર્યાયમાં થઈ ગઈ છે, કહે છે. પર્યાય એટલે અવસ્થામાં. અને ધર્મીનો શુદ્ધ પરિણતિ તરફનો જ પુરુષાર્થ છે. આહા..હા...! શું પર્યાય ને શું દ્રવ્ય ? એની ખબર ન મળે અને એને ધર્મ થઈ જાય એમ બને નહિ). સમજાણું કાંઈ ?
અહીં કહે છે કે, વસ્તુ અંદર સચ્ચિદાનંદ પ્રભુ ! નિત્યાનંદ પ્રભુ આત્મ અંદર છે