________________
૩૮૬
કિલશામૃત ભાગ-૫
આવરી શકાય નહિ. તો પછી આત્માના અનુભવના જોર – બળથી પૂર્ણ કેવળજ્ઞાન થાય તેને કોણ આવરી શકે ? કોઈ વ્યવહારની ક્રિયા કરતાં કેવળ થાય એની ના પાડી. પણ પોતાના સ્વરૂપના અનુભવના બળ – પરાક્રમથી અંદરમાં રમતાં લોકાલોકને જાણવાની જે કેવળજ્ઞાન જ્યોતિ પ્રગટ થાય એને કોઈ હવે આવરી શકે નહિ. બે (વાત થઈ). ત્રીજું, અત્યારે ક્ષયોપમશમ સમકિત છે, ક્ષાયિક નથી તોપણ આચાર્ય પોકાર કરે છે કે અમને જે આત્માનો અનુભવ થયો), આગમ કુશળતાથી અમને જે ભેદજ્ઞાનથી સમ્યગ્દર્શનનો અનુભવ થયો એ ભલે ક્ષયોપશમ હો પણ એ હવે અમારે પડવાનું નથી. આહા..હા...! પંચમ આરાના અનુભવી સંતો ! આનંદના સ્વાદીયા ! અતીન્દ્રિય આનંદના રસીલા ! પોકાર (કરે છે કે, અમને હવે આ જે દશા પ્રગટ થઈ એ દશા પાછી પડવાની નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? ક્ષાયિક સમકિત વિનાની દશા પણ એવી છે કે પાછી પડે નહિ, તો પછી કેવળજ્ઞાન થાય. એ પાછું પડે એ પ્રશ્ન જ ક્યાં રહ્યો ? આહા..હા..! આકરી વાતું છે, ભાઈ !
આ કહેવાનો આશય એ છે કે, કોઈ એમ માનતું હોય કે, આપણે આ દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને તપ ને પૂજા કરીએ એનાથી સર્વજ્ઞ કેવળજ્ઞાન થાય એ વાત ખોટી છે. એ બધી રાગની ક્રિયાઓ તો બંધના કારણ છે. એથી અહીંયાં આ શબ્દ લીધો કે,
સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્ય વસ્તુ પોતાના બળ – પરાક્રમ....” પોતાના આનંદના, જ્ઞાનના બળ – પરાક્રમ વડે પ્રગટ થઈ છે. સમજાણું કાંઈ ? આહા...હા...! આકરો માર્ગ, ભાઈ ! જેના ફળ પણ અનંત આનંદ છે ! આહા..હા...!
મોક્ષ એટલે અનંત અતીન્દ્રિય આનંદ અને તે પણ સાદિ અનંત ! અતીત કાળ કરતાં ભવિષ્ય કાળ અનંત ગુણો છે. આ.હા...હા....! જેના આત્માના દર્શન થઈને સમ્યગ્દર્શન હજી ચોથું ગુણસ્થાન – (મોક્ષમાર્ગનું) પહેલું ગુણસ્થાન પ્રગટ થયું) એ રાગની વિકલ્પ દશાથી ભિન્ન પડી અને ચૈતન્યના સ્વભાવની અંતર એકતા થઈને જે સમ્યગ્દર્શન થયું (તો) આચાર્ય કહે છે કે, એ અમારું સમ્યગ્દર્શન પડે એવું નથી. અમે ભલે પંચમ આરામાં હોઈએ. આ..હા...હા..હા....! આ દિગંબર સંતોની વાણી ! આહા..હા...! પણ એ અલૌકિક વાતું છે, બાપુ ! એ બહારથી વ્રત ને તપ ને ત્યાગ થઈ જાય માટે સમ્યગ્દર્શન થાય એ વાતમાં કાંઈ માલ નથી. આહા..હા..!
અંતરના આનંદના પરાક્રમથી, અતીન્દ્રિય આનંદના પરાક્રમથી જે અવસ્થા પ્રગટ થઈ, અમારી એ અવસ્થા પણ પાછી નહિ પડે તો પછી સર્વથા પરાક્રમથી જેણે અંદરમાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું એને આવરણ કરનાર જગતમાં કોઈ છે નહિ. એમ કહીને એમ પણ કહે છે કે. અન્યમતિ એમ કહે છે ને કે, મોક્ષમાં જાય પછી) ભક્તોને ભીડ પડે તો ત્યાંથી પણ ફરીને ઈશ્વર અવતાર ધારણ કરે. એમ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? બે-ત્રણ વાતું ભેગી નાખી દીધી છે.