________________
૫૧૪
કિલશામૃત ભાગ-૫ બે પ્રકારે છે. બીજા ભેદો નથી માટે એમાં પણ (આ) બે ભેદ નથી, એમ નથી. એ બે ભેદવાળી ચેતના તે વ્યાપક છે, કાયમ રહેનાર છે, એમાં આત્મા વ્યાપ્ય (એટલે એમાં રહેલ છે. માટે ચેતનાનો અનુભવ.... એ કહે છે, જુઓ !
“ચેતના દર્શન-જ્ઞાન એવાં બે નામે – સંજ્ઞાએ બિરાજમાન છે. આવો અનુભવ.” હવે સરવાળો લીધો. “આવો અનુભવ સમ્યક્ત્વ છે.” આ.હા...! આ સમકિતની વ્યાખ્યા ! આ (અજ્ઞાની તો એમ માને કે, સમકિત એટલે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્ત્વની શ્રદ્ધા, ફલાણું કરીને માંડી વાળ્યું અને હવે કરો વ્રત ને તપ, એ ચારિત્ર ! અરે.. પ્રભુ ! એ લોકો એમ સમજે છે. આ તો અમારા વ્રત, તપની નિંદા કરે છે. ભગવાન ! એમ નથી, પ્રભુ ! આ તો વસ્તુનું સ્વરૂપ છે.
મુમુક્ષુ :- વ્રત, તપ કરવા નથી માટે એમ કહો છો.
ઉત્તર :- હા, એમ પણ કહે છે. વ્રત, તપ કરવા એટલે શું ? એ તો રાગ છે. જ્યાં ભગવાન છે ત્યાં રાગ છે નહિ. ભગવાન તો ચેતના જ્ઞાનાનંદ, જ્ઞાતા-દષ્ટા (સ્વરૂપ છે). બીજી ભાષાએ કહીએ તો, અહીં જ્ઞાતા-દ્રષ્ટા કહેવું છે. ચેતના કહેવી છે ને ? જ્ઞાન વિશેષ છે, દૃષ્ટા સામાન્ય છે. જ્ઞાતા-દષ્ટા સ્વરૂપ જ આત્મા છે. ત્રિકાળ... ત્રિકાળ. ત્રિકાળ ચેતના એવા જ્ઞાતા-દષ્ટાવાળું ચેતન, એનો અનુભવ કરવો. આહાહા...! એને અનુસરીને વીતરાગી પર્યાયપણે, આનંદની પર્યાયપણે પરિણમવું એનું નામ સમ્યક્ત છે. કહો, સમજાણું કાંઈ આમાં ? આ તો હજી સમકિતની વ્યાખ્યા છે)..
મુમુક્ષુ :– છે તો મોક્ષનો અધિકાર
ઉત્તર :- પણ મૂળ સમકિત વિના મોક્ષ ક્યાંથી ? મોક્ષનું કારણ ક્યાંથી આવશે ? એ માટે કહે છે. સમ્યગ્દર્શન વિના મોક્ષના માર્ગની શરૂઆત ક્યાંથી થશે ? મોક્ષમહેલની પહેલી) સીઢી સમ્યકુ, યા બિન જ્ઞાન-ચરિત્ર વૃથા. આવે છે ને ? “છ ઢાળામાં ! મૂળ વાતને ભૂલે છે, પ્રભુ ! એનું તને અપમાન લાગે છે એમ ન લે. એમાં લાભનું કારણ છે એમ માન. સમજાણું કાંઈ? સમ્યગ્દર્શન આને કહીએ. અને સમ્યગ્દર્શન હોય ત્યાં પછી સમ્યજ્ઞાન હોય અને સમ્યકજ્ઞાન હોય ત્યાં સ્વરૂપમાં રમણતા હોય તેને ચારિત્ર હોય. એ વિના ચારિત્ર હોય નહિ. આહાહા...! કહો, આ ત્રણમાં પોણો કલાક ચાલ્યું ! ત્રણ વાત ચાલી).
‘આવો અનુભવ કેવો ? ચેતના દર્શન-જ્ઞાન એવાં બે નામે – સંજ્ઞાએ બિરાજમાન છે.” બે ભાવે બિરાજમાન છે. નામ પણ ભલે લીધું. બે ભાવે બિરાજમાન છે. એનો જે અનુભવ કરવો. આ..હા...હા...! એનું નામ સમ્યક્ત્વ છે. એનું નામ ધર્મની પહેલી સીઢી છે. ચારિત્ર તો પછી. આહા...હા...! કહો, આમાં કાંઈ સમજાણું કે નહિ? ત્રણ દોષની વ્યાખ્યા તો થઈ. આ.હા...૧૮૪ (કળશ). હવે પર છે એ જુદા છે એ ટૂંકું કરે છે.