________________
કળશ-૧૮૧
૪૮૧
સાધે છે. એનો અર્થ એ કે આમાં આવતું નથી એટલે બંધપણે સાધે છે એમ કહેવામાં આવે છે. આમ બાજુ આમ ઢળતાં. આહા...હા..! વર્તમાન ચૈતન્યની પર્યાયના લક્ષણ દ્વારા એનું લક્ષ ત્રિકાળી ધ્રુવ પ્રવાહમાં જાય છે. જે અહીં કૃત્રિમ રાગમાં, પરમાં, ક્ષણિકમાં, ઉપાધિમાં જે લક્ષ હતું એ લક્ષણ એનું નહોતું. જે લક્ષણ(નું) પરમાં લક્ષ જાતું એ લક્ષણ એનું નહોતું. સમજાણું કાંઈ ? આ.હા...હા...! લક્ષણ છે ચૈતન્યનું અને લક્ષ જાતું હતું બંધમાં ! આહાહા...! માટે સંસાર ઉભો થાતો. જેનું એ લક્ષણ છે એમાં જે આમ જાય છે... આહાહા...! અને તે રાગ આદિને બંધ સાધ્યો એટલે આમાં ન આવ્યો, પણ તે તો ક્ષણિક હતો. રાગ આદિ તો ક્ષણિક હતો.
અહીંયાં ચૈતન્યની પર્યાયને, લક્ષણને અંતર્મુખ વાળતાં અસંખ્ય પ્રદેશને એ લક્ષ કરે છે. અસંખ્ય પ્રદેશને એ લક્ષ કરે છે. ભલે એ અસંખ્ય પ્રદેશનો એને ખ્યાલ ન આવે, પણ એટલો પહોળો છે એને એ લક્ષ કરે છે, એમ કહે છે. રાગ છે અને દ્વેષ છે એ એટલો પહોળો નથી. એ અંશ તો ક્ષણિક, કૃત્રિમ (છે). અહીંયાં ચૈતન્ય લક્ષણને લક્ષ તરફ વાળતાં એ અસંખ્ય પ્રદેશ ઉપર એનું લક્ષ જાય છે અને તે પૂર શાશ્વત છે, નિત્ય છે. અત્યારે ખ્યાલમાં આવ્યું માટે અત્યારે છે, અત્યારે ખ્યાલમાં આવ્યું માટે અત્યારે છે એમ નહિ. અત્યારે ખ્યાલમાં આવ્યું પણ વસ્તુ શાશ્વત છે. આ...હા...હા...! અને જે ખ્યાલમાં મેલ હતો, રાગ ઉપર લક્ષનો મેલ હતો, ઈ લક્ષણ રાગનું નહોતું. તેથી તે મેલમાં જાતું. આ લક્ષણ આમ ગયું એટલે એ તો શુદ્ધ સ્વરૂપ છે. આહા...હા...! સ્વરૂપે – ભાવે, ક્ષેત્રે, કાળે, ભાવે અને પ્રત્યક્ષ – ચાર બોલ વાપર્યા. આહા...હા...! ગજબ કર્યું છે ને ! સંતોએ તો ટૂંકામાં સંકેલીને મૂક્યું. ચાર બોલ થયા ?
‘સત્ત:' સર્વ અસંખ્યાત પ્રદેશ, એમ. “સ્થિર’માં સર્વ કાળે શાશ્વત (લીધું) ત્યાં પણ સર્વ લીધું). “વિદ્રિમાં સર્વ કાળે શુદ્ધ સ્વરૂપ ત્યાં પણ સર્વ લીધું) અને “સ”માં સર્વ કાળે પ્રત્યક્ષ લીધું) તે સર્વ (આવ્યું). ચારેમાં સર્વ (આવ્યું). આહા..હા...! આનું પહેલું નક્કી તો કરે કે, આ રીતે જ પ્રાપ્ત થાય, બાકી (બીજી કોઈ રીત છે નહિ. આ વ્રત પાળતા ને ભક્તિ કરતા ને જાત્રા કરતાં કરતાં થાશે. આહા...હા...! પૈસા ખર્ચે થાશે....
અહીં તો રાગથી પણ થાશે નહિ, એમ કહે છે. રાગને આમ કરી નાખ. જેનું એ લક્ષણ છે એના તરફના પ્રવાહમાં લક્ષને વાળ. એ ધ્રુવ પ્રવાહ છે, કાયમનું ટકતું ટકતું તત્ત્વ એ છે અને તે અસંખ્ય પ્રદેશી છે. તે સર્વ કાળે રહેનાર છે. તે સર્વ શુદ્ધ સ્વરૂપ છે. તે સર્વ પ્રત્યક્ષ છે. આહા...હા...! વાત ભારે કરી ! આહા..હા..!
પ્રશ્ન :- ધ્યાનના વિકલ્પથી તો સહેલું પડે ને ?
સમાધાન - અહીં વિકલ્પથી વાત નથી. અહીં તો અનુભવની વાત છે. વિકલ્પથી પહેલી કરી હતી. ગ્રાહ્ય-ગ્રાહક પહેલું કહ્યું હતું ને ? ભેદવિજ્ઞાન બુદ્ધિપૂર્વક કરે છે. આમ