________________
પ૦૦
કલામૃત ભાગ-૫
આવ્યું ક્યાં ? એને છે ક્યાં ? શું કીધું સમજાણું આમાં ?
કારણપરમાત્મા છે એ સામાન્ય વસ્તુ (થઈ), એ કારણ. પણ એ કારણપરમાત્મા વસ્તુ છે એનું પર્યાયમાં અસ્તિત્વ સ્વીકાર્યા વિના છે એવું એને ક્યાં આવ્યું ? ભાઈ ! એમનો પ્રશ્ન હતો. આહા...હા...! કારણજીવ ત્રિકાળ છે, કારણપરમાત્મા ત્રિકાળ છે. ધ્રુવ ત્રિકાળ છે, ધ્રુવ પણ એ ધ્રુવ છે એની કબુલાત થયા વિના છે' એને ક્યાં આવ્યું ? સમજાણું કાંઈ ? એની કબુલાત પર્યાયમાં આવે તો એને માટે કારણપરમાત્મા છે તો એને કાર્ય આવ્યા વિના રહે નહિ. સમ્યગ્દર્શનનું કાર્ય થયા વિના રહે જ નહિ. આહા...હા...! સમજાય છે કાંઈ ?
એમ અહીંયાં ચેતના છે એમ કહેવું અને તેના બે રૂ૫ – સામાન્ય અને વિશેષ ન લેવા તો વિશેષ વિના સામાન્યની શ્રદ્ધા પણ રહી નહિ. એટલે સામાન્ય અને વિશેષ બન્ને રહ્યા નહિ. ચેતના જ રહી નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ? પેલી તસૂરિમાં પડ્યા હોય એને આ વાત એવી લાગે કે, શું છે પણ આ તે ? કોના ઘરની વાત છે આ ? જેનની વાત હશે આ ? જેનના ઘરની હશે) ? બાપુ ! જેનપણું ઝીણી વાત છે, ભાઈ ! જૈનમાં જ એ શબ્દ ઉઠે છે.
ઈ કહ્યું હતું ને ? “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, પણ મત મદિરા કે પાન સો મતવાલા સમજે ન ઘટ ઘટ અંતર જિન વસે પણ ઈ જિન છે એવું જાણ્યું કોણે ? એ જાણનાર જૈન છે. સમજાણું કાંઈ ? જૈન કોઈ પક્ષ નથી. “ઘટ ઘટ અંતર જિન વસે વીતરાગમૂર્તિ પ્રભુ ! અનાકુળ આનંદનો કંદ નાથ ઈશ્વર સ્વરૂપ પ્રભુ ! પણ સ્વીકાર કોણે કર્યો ? છે એમ જાણ્યું કોણે ? છે એ સામાન્ય જાણે ? સમજાણું કાંઈ ? આહા..હા... ઈ છે એમ જેણે રાગની એકતા તોડીને સ્વભાવની (એકતા) કરી ઈ પર્યાય થઈ ગઈ. એ જેનપણું થયું. એ જૈન છે. જેને કોઈ વાડો નથી, વસ્તુનું સ્વરૂપ છે. સમજાય છે કાંઈ આમાં? આહા..હા..! “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન’ બહારના લેબાસ ને ક્રિયાકાંડ કાંઈ જૈનપણું નથી. ઈ જેનસ્વરૂપ વીતરાગમૂર્તિનો વીતરાગપર્યાયમાં સ્વીકાર થયો ત્યારે તે જિન છે એમ જૈનપણું પર્યાયમાં પ્રગટ્યું. આહાહા...! સમજાણું કાંઈ ?
એમ આ ચેતના છે એ આત્મા છે, ચેતના છે તે આત્મા છે એવી સામાન્ય ચેતના છે તે આત્મા છે એમ થયું, પણ એ સામાન્ય ચેતના આત્મા છે ઈ કોણે નક્કી કર્યું ? આહા..હા...! અહીંયાં પર્યાયવિશેષ સિદ્ધ કરવી છે. તદ્દન અદ્વૈત નહિ પણ દ્વૈત છે. ચેતના દ્વૈત છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
રાગ અને ભેદથી દૂર ખસતાં જે પર્યાયમાં જિનપણું ભાસ્યું એટલે વીતરાગ સ્વરૂપ ચેતના છે એમ ભાસ્યું. એ ભાસ થઈ ગયો એ વિશેષ થઈ ગયું અને જો સામાન્ય - વિશેષ ન માનો તો વિશેષ સામાન્યનો નિર્ણય કરે એ નિર્ણય રહેતો નથી. સામાન્ય રહેતું નથી),