________________
૧૬૮
કલામૃત ભાગ-૫
ક્રિયાથી, પાંચ ઇન્દ્રિયના વિષયાદિથી બંધ હોય તો સમકિતીને હોત. સમજાણું કાંઈ ? આહા..હા...!
હવે એક બોલ રહ્યો છે એ વિશેષ આવશે.. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર સુદ ૩, મંગળવાર તા. ૧૩-૧૨-૧૯૭૭.
કળશ-૧૬૪, ૧૬૫ પ્રવચન–૧૭૪
“કળશટીકા ૧૬૪ (કળશનો) છેલ્લો ભાગ છે. (ર) શબ્દ છે ને ત્યાંથી લેવાનું છે). શું ચાલે છે ? કે, આ આત્માને જે નવું બંધન થાય એમાં રાગ, દ્વેષની એકતાબુદ્ધિ (છે તે મુખ્ય બંધનું કારણ છે). સ્વભાવ જે શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ ! જેનો દ્રવ્યસ્વભાવ તો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય પ્રભુતાથી ભરેલો છે). એવા દ્રવ્ય સ્વભાવની સાથે જે કોઈ પ્રાણી પોતાના ઉપયોગમાં એ કોઈપણ શુભ કે અશુભ રાગને પોતામાં એકતાપણે માને તે બંધનું કારણ છે). કોઈ શુભ રાગ દયા, દાન કે પાપ કે પુણ્યનો જે રાગ છે એ આત્માના સ્વભાવની સાથે એના ઉપયોગમાં એકત્વબુદ્ધિ કરે તે મિથ્યાદૃષ્ટિ સંસારના ભાવમાં રખડનાર છે. આહા...હા...!
અહીં પર વસ્તુની એકતાની વાત છે નહિ. પર વસ્તુ તો જુદી (રહી ગઈ. સ્ત્રી, કુટુંબ, પૈસો, લક્ષ્મી, આબરુ એ તો પર જુદી ચીજ છે એ તો એમાં –આત્મામાં) છે નહિ. આહા...હા..! પણ એનામાં થતો જે શુભ-અશુભ રાગ... ઝીણી વાતું બાપુ ! તેને ઉપયોગભૂમિકામાં એકતા કરે... આહા..હા...! એ એને બંધનનું કારણ છે. સંસારની વૃદ્ધિનું કારણ, રખડવાનું એ મુખ્ય કારણ છે). રાગ અને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને એની સાથે વિભાવ રાગ બેની એકતાબુદ્ધિ કરે તે સંસારમાં રખડવાનું કારણ છે. આહા...હા...! સમજાણું કાંઈ?
પછી કહે છે કે, આ જગતમાં કર્મની વર્ગણાથી ભરેલો લોક છે. કર્મ થવાને લાયક એવા પરમાણુઓ પુગલો આખા લોકમાં ભર્યા છે. એ બંધનું કારણ નથી. જો અહીંયાં રાગની એકતા નથી તો એ વર્ગણાઓ બંધનું કારણ નથી. રાગની એકતા તે બંધનું કારણ છે. અહીં અનંત સંસારની વાત છે. આહા..હા..નાનામાં નાનો રાગ પણ સ્વભાવ ત્રિકાળ.... ત્રિકાળ... ત્રિકાળ દરિયા શુદ્ધ ચૈતન્ય ભગવાનની સાથે રાગનો નાનો કણ પણ (ભેળવે), ચાહે તો દયા, દાનનો રાગ હોય કે ચાહે તો સંસારના હિંસા, જૂઠ આદિનો રાગ હો એ રાગની સાથે ત્રિકાળી પવિત્ર પિંડ પ્રભુ ધ્રુવ અનંત આનંદ અને અનંત જ્ઞાન અને અનંત પવિત્ર ગુણોનો પિંડ આત્મા ! એને ત્રિકાળી પવિત્રની સાથે રાગના ક્ષણિક વિભાવને એકત્વ