________________
કળશ-૧૫૪
ચૌદમાં ગુણસ્થાનક સુધી અસિદ્ધ કીધાં. એ હજી સિદ્ધ નથી. કેવળ થયું તોપણ ચૌદમે હજી અસિદ્ધ છે. અસિદ્ધ છે એટલે હજી દોષની દશા છે કે નહિ ? દોષની એટલે ભલે કંપન ગયું પણ હજી કંઈક છે કે નહિ ? પ્રતિજીવી ગુણનું વિરૂદ્ધ પરિણમન ત્યાં કંઈક છે. આહા...હા...! તો એને – ચૌદમાં ગુણસ્થાનવાળાને હજી સંસારી કહ્યા, સિદ્ધ ન કહ્યા. કેમકે એટલો પણ હજી (અશુદ્ધતાનો અંશ છે). શુદ્ધ અનુજીવી ગુણો તો નિર્મળ થયા પણ પ્રતિજીવી ગુણ છે ઈ હજી નિર્મળ થયા નથી. ઈ તો છૂટી જાય - સિદ્ધ થાય ત્યારે નિર્મળ થશે. એ અપેક્ષાએ એને – ચૌદમાં ગુણસ્થાનવાળાને પણ સંસારી કહ્યા છે. આહા..હા..!
અહીં કહે છે કે, સમ્યક્દૃષ્ટિ થયો ત્યારથી એને રાગનું પરિણમન જ નથી. કઈ અપેક્ષાથી? સમજાણું કાંઈ ? આહા..હા..! કેવળી થયા તોપણ હજી ચાર કર્મ બાકી છે એટલી અશુદ્ધતા છે. આ હા..હા...હા...! ઈ જ્યારે જ્ઞાનથી વાત થાય ત્યારે જ્ઞાન તો સ્વને અને પરને બન્નેને જેમ છે તેમ જાણે. અહીં દૃષ્ટિપ્રધાનના કથનમાં એવા ભેદો જે અશુદ્ધ આદિના છે એ પણે સમ્યક્દૃષ્ટિ પરિણમતો નથી એમ અહીં સિદ્ધ કરવું છે. એટલે કે મારાપણાપણે પરિણમતો નથી માટે અશુદ્ધપણે પરિણમતો નથી. અરે... અરે...! આવી વાતું હવે ! આહા..હા! છે?
“સ્વભાવગુણરૂપ પરિણમ્યો છે. હવે આમાં લોકો એવું લઈ લ્ય કે, સમ્યક્રદૃષ્ટિ થયો એટલે ખલાસ, એને અશુદ્ધપણું છે જ નહિ અને દુઃખ નથી. અશુદ્ધપણું નથી એટલે દુઃખ નથી. અશુદ્ધપણું એ જ દુઃખ છે. એ જ્ઞાનપ્રધાનનું (કથન) હોય ત્યારે એ બન્ને બરાબર સાથે જોઈએ. સમ્યક્દષ્ટિનો વિષય અને જ્ઞાનનો સ્વ અને પરનો વિષય બન્ને યથાર્થ જોઈએ. આહા..હા..! ભાઈ ! આ તો વીતરાગમાર્ગ છે. સર્વજ્ઞ પરમેશ્વર આહા...હા..! ત્રિલોકનાથ કઈ અપેક્ષાથી કહે છે તે અપેક્ષાએ તેને જાણવું જોઈએ.
આ કઈ નયનું વાક્ય છે ? આ નિશ્ચય દૃષ્ટિનું, નિશ્ચયનયનું વાક્ય છે. પર્યાયનયનું જ્યારે વાક્ય આવે ત્યારે તો એને એમ કહે કે, કેવળી થયા પણ હજી એના પ્રતિજીવી ગુણ મલિન છે. આહા...હા...! જુઓ ! આ પ્રભુનો અનેકાન્ત માર્ગ ! એ બીજે ક્યાંય હોઈ શકે નહિ. આહાહા..!
અહીંયાં કહે છે કે, આ તો શુદ્ધપણે પરિણમ્યો છે, અશુદ્ધ છે જ નહિ. કઈ અપેક્ષાએ ? દૃષ્ટિ અને દૃષ્ટિનો વિષય બન્ને શુદ્ધપણે છે એ અપેક્ષાએ શુદ્ધપણે પરિણમ્યો એમ કહ્યું. અને નિર્જરાનો અધિકાર છે એટલે ઈ અશુદ્ધપણું, શુદ્ધપણાના પરિણમનથી અશુદ્ધપણું ટળી જાય છે એમ કહેવું છે. પણ એથી (કોઈ) એમ જ કહે કે, જ્ઞાનીને તો અશુદ્ધપણું) ક્ષણે ક્ષણે ટળે છે માટે અશુદ્ધતા છે જ નહિ. પણ ટળે છે તો એક સમયે બધી અશુદ્ધતા ટળી જાય છે ? ટળે છે એ વાત સાચી છે. જેટલો દ્રવ્યનો આશ્રય છે એટલી અશુદ્ધતા તો સમયે સમયે ઘટતી જાય છે પણ ઘટતી જાય છે એટલે પછી કાંઈ છે કે નહિ ? (અશુદ્ધતા)