________________
૧૯૦
કિલશામૃત ભાગ-૫ ઉત્તર :- હોય છે, ઊંધા હોય છે. એમાં શું છે ? અજ્ઞાનીના ઊંધા વિચારો હોય
અહીં તો પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકરદેવ એમ કહે છે કે, પરને જીવાડી શકું છું એ માન્યતા મૂઢ મિથ્યાષ્ટિ અજ્ઞાનીની છે. કારણ કે એનું આયુષ્ય હોય તો બચે અને ન હોય તો ન બચે. ઈ તો એને કારણે છે. એને ઠેકાણે મેં એને બચાવ્યો. ભાઈ ! આ બાયડી, છોકરાને નભાવે છે કે નહિ ? ધૂળેય નભાવતો નથી. આવું છે.
મુમુક્ષુ – ઊંચી વાત હજમ ન થાય તો સ્વચ્છંદતા આવી જાય.
ઉત્તર :- ઊંચી ન આવે તો સ્વચ્છંદ આવે જ નહિ. ઊંચી (વાત) માટે તૈયારી કરો) ! સ્વછંદ આવે તો પરનું કરી શકે છે ? સ્વચ્છંદી પણ પરનું કાંઈ કરી શકે છે ? ઈ તો માને છે કે હું આની દયા પાળું છું ને આ જીવને હું સગવડતા – આહાર-પાણીની, પૈસાની, દાન આપું છું. ઈ તો એની માન્યતા છે. પરનું કંઈ કરી શકે છે ? આહા..હા..! ઝીણી વાતું, બાપુ ! દુનિયા બધી કહે છે, બધી ખબર નથી ? ધર્મને નામે અત્યારે ઘણા ગોટા ઊઠે છે. આહાહા..!
અહીં કહે છે, આહાહા..! “ભાવાર્થ આમ છે કે – આવી યુક્તિનો ભાવ મિથ્યાષ્ટિ જીવને..” જોયું ? “ભાવાર્થ આમ છે કે – આવી યુક્તિનો ભાવ....” એટલે ? બીજાને હણું એવો ભાવ છે છતાં એમ માને કે, પરને હણી શકતો નથી. પરને જીવાડવાનો ભાવ છે અને પરને જીવાડી શકતો નથી એમ માને છે એ તદ્દન જૂઠી વાત છે. ભાવમાં તો પડ્યું છે કે હું આને જીવાડી અને મારી શકું. ઈ જરૂર બંધના કારણનો ભાવ છે. એ મિથ્યાત્વ ભાવ છે, જૂઠો ભાવ છે, અજ્ઞાન ભાવ છે. આ કયાં નવું છે ? અહીં તો ૨૦ લાખ પુસ્તક બહાર પડ્યા છે. અહીંથી ૨૦ લાખ પુસ્તકો બહાર પડ્યા છે). આ વાત હવે કંઈ ખાનગી નથી. દેશ-પરદેશ બધે ગઈ છે, વિલાયત ગઈ છે. માર્ગ તો આ છે. આ ચીજ સિવાય કંઈક બીજું) કહેતા હોય એ બધા પાખંડી અને અજ્ઞાની છે. આહાહા...!
અહીં આચાર્ય એ કહે છે. શું આવ્યું ? બુદ્ધિપૂર્વક જાણીને કરે છે. છે ને ? અને અંતરંગ રુચિથી કષાયોના ભાવ કરે એ મિથ્યાત્વ સંબંધી છે. આવી યુક્તિનો ભાવ મિથ્યાષ્ટિ જીવને હોય છે. તેથી મિથ્યાદૃષ્ટિ કર્મબંધનો કર્તા પ્રગટ જ છે...' પ્રમાદથી ભોગ ભોગવે છે, ઇચ્છાથી પરના કામ કરી શકું એમ માને છે અને કહે છે કે, હું જ્ઞાતા છું, ધર્મી છું. (એ) મિથ્યાદષ્ટિ જૂઠી દૃષ્ટિ અને પાખંડનો સેવનાર છે. આહા..હા..! ભાઈ !
ઈ કીધું, જુઓ ! કારણ કે સમ્યગ્દષ્ટિ જીવોને જે કાંઈ પૂર્વબદ્ધ કર્મના ઉદયે છે તે બધું અવાંછિત ક્રિયારૂપ છે.” જોયું ? ધર્મી જીવને આત્માનું ભાન થયું છે તેને હું તો જ્ઞાન અને આનંદનો સાગર છું, બીજી કોઈ ચીજ મારામાં છે જ નહિ. એવો જેને ભાન થયું છે તેને પૂર્વના કર્મને લઈને જે ક્રિયા થાય એ બધી અવાંછિત ક્રિયા છે. (અર્થાતુ)