________________
૪૩૮
કિલશામૃત ભાગ-૫
ભગવાનથી ભિન્ન રાગ. આ..હા..હા...હા...! અરે... પ્રભુ ! આવો મનુષ્યનો વખત મળ્યો અને આ રીતે કરશે નહિ તો બાપુ ! બીજું શું કરવાનું છે ? આહાહા..!
“નિ:સન્ધિ થયેલ નથી,...” અનેકાન્ત કર્યું. સાંધ છે, એક થયા નથી. શું કહ્યું? ભગવાન શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ અને રાગના પરિણામ – બે વચ્ચે સાંધ છે. નિઃસંધિ નથી – બે એક થયા નથી. ત્રણે કાળે કોઈ દિ બે એક થયા નથી, બે વચ્ચે સાંધ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? થોડા શબ્દોમાં ઘણું ભર્યું છે. આહા..હા...! આવો વીતરાગમાર્ગ સાંભળવા મળે નહિ, બિચારા શું કરે ? ક્યાં જાય ? આહાહા...!
ભાષા તો સાદી છે. ભાઈ ! ભાષા તો સાદી છે, બાપુ ! સમજાય એવું છે. પહેલો ખ્યાલ તો કરે, ભાઈ ! આહા..હા..! ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવનું આ ફરમાન છે. પ્રભુ ! તું અને રાગ બે વચ્ચે સાંધ છે, હોં ! આહા..હા..! આ...હા...હા...! જેમ આ પથરા હોય છે ને ? પથરા ! ત્યાં ‘રાજકોટ’ જોયેલા છે. દિશાએ છેટે જાઈએ ને ? ત્યાં મોટા પથરા – લાખો મણના ! એમાં વચ્ચે રગ હોય છે, રગ ! રગ હોય છે, ધોળી, લાલ ઝીણી દોરા જેવી રગ હોય છે. લાખો પથરા (આમ પડ્યા હોય એમાં) રગ હોય છે. ત્યાં આગળ એ લોકો છીણી મારે. પહેલા ભુક્કો કરી, ખાડો ગાળી પછી દારૂની વાટ કરી અંદર નાખે. એ વચ્ચે સાંધ હોય છે ને ? એ ઉપલા પથરા જુદા પડી જાય અને હેઠલા પથરા જુદા પડી જાય. આ તો નજરે જોયેલું છે, હોં ! એની પરીક્ષા કરી હોય, એમને એમ જોયું ન હોય. ઘણા વર્ષ પહેલાની વાત છે. આહા..હા..! લાખો મણ પથરા ઓલી કોર છે. બહુ છેટે દિશાએ આઘે જતા ને ? આહાહા..! ઈ વચ્ચે એક રગની ઝીણી ઝીણી સાંધ હોય છે. હેઠલું તળ અને ઉપલું તળની વચ્ચે સાંધ હોય છે. ત્યાં એ દારૂની વાટ નાખે અને પછી અંદર
જ્યાં સળગાવે પછી) એ લોકો ભાગે. ભાગે, નહિતર તો પથરા ઉડીને માથા ઉપર પડે તો) ફૂટી જાય. ફડાક. ફડાક. પથરા (છૂટા પડી જાય). સંધિ વચ્ચે (દારૂની વાટ મૂકે એટલે) ઉપરના પથરા જુદા પડી જાય, હેઠલા પથરા જુદા પડી જાય. આહા...હા...! કુદરતના નિયમમાં તો જુઓ ! આહા..હા...! એ પથરા વચ્ચે સાંધ કોણ કરવા ગયું છે ? આ..હા...હા..! હવે, પથરાના પરિણમનમાં આ સ્થિતિ ! જુઓ તો ખરા, પ્રભુ ! લાખો પથરા જુદા પડી જાય અને તે આમ સરખા દળવાળા હોય. સાંધમાં ટોચવા ન પડે. સાંધમાંથી ટૂટે એટલે એ એવા સાંધવાળા નીકળે કે આમ સરખા નીકળે. હેઠે બીજા હોય પણ એનો ભાગ જે છૂટો પડે ત્યાં સરખા હોય. પછી ઉપરના જરી આડાઅવળા હોય. શું કહ્યું સમજાણું કાંઈ? એ સાંધ છે ત્યાં એ પથરાની સીધી લાઈન અને આની બેની સીધી લાઈન હોય છે. એમ હોય છે. જુઓને અહીં ઘણા પથરા કાઢે છે ને ? એક બાજુ સરખા જ નીકળે અને એક બાજુ સરખા કરવા પડે. આહા..હા....!
એમ અહીંયાં કુદરતના નિયમમાં પથ્થરની સાંધમાં આવો નિયમ છે ! આહા...હા....!