________________
કળશ-૧૮૧
૪૩૯
કોઈ કરવા ગયું નથી. આહાહા..! તો આ ભગવાનઆત્મા શુદ્ધ ચેતના આનંદકંદ પ્રભુ અને સાથે રહેલો રાગ, બેમાં આમ સપાટી સરખી છે, બન્ને ભિન્ન ભિન્ન છે. રાગ ભિન્ન પડતાં અહીં સપાટીમાં ખાડો પડતો નથી. આમ સીધો એકલો શુદ્ધ ઉપયોગ રહે છે. આહાહા...! સમજાણું કાંઈ ? આ.હા...! કુદરત શું કરે છે, જુઓને ! માળા ત્યાં કોણ એવી સાંધ કરવા ગયું હતું ? પણ કુદરતના નિયમમાં એવું છે કે જ્યાં બેપણું બતાવવું છે ને ત્યાં વચ્ચે સાંધ રહે છે. આ..હા...હા...! અહીંયાં ભગવાનને બેપણું બતાવવું છે તો વચ્ચે સાંધ છે. આહા..હા...! આ.હા.હા...!
“પરસ્પર સંધિ છે, નિસન્ધિ થયેલ નથી.” એ પથરાની રગ હોય છે એના હેઠલા અને ઉપલા પથરા એક થયા નથી. આહા...હા...! એમ ભગવાનઆત્મા જ્ઞાનની ઝળહળ ચૈતન્યજ્યોતિ અને રાગ મલિન પરિણામ અચેતન – જડ – અજીવ, જીવ અને અજીવ વચ્ચે સાંધ છે. આહાહા...! આ શ્લોક જ બહુ ઊંચો છે ! પ્રજ્ઞાછીણી ! આહા..હા..! ભાગ્યવાનને તો કાને પડે એવી વાત છે, બાપા ! આહા! એવી ચીજ છે આ ! ત્રણલોકના નાથ કુદરતી વિકાર અને આત્મસ્વભાવ કેવો ભિન્ન છે ! પથરાનો સ્વભાવ કેવો ભિન્ન છે !
ત્યાં કોણ રગ કરવા ગયું હતું ? આહાહા..! ઓલી કોર છે, નહિ? પેલી કોર આઘે દિશાએ જતા ને ? વચમાં ક્યાંક આવે છે. એલી કોર આઘે જઈએ ત્યાં છે. આહા...હા...! એમ બધે ઠેકાણે મોટા મોટા પથરા લ્યો ને ! એમ બધે ઠેકાણે એટલે બધા આત્મામાં.... આહા...હા...! બધા આત્મામાં કુદરતના નિયમ પ્રમાણે દયા, દાન, વ્રતનો શુભ રાગ અને ભગવાન ચેતના, બે વચ્ચે સાંધ છે. ભાઈ !
મુમુક્ષુ :- તેથી છૂટી પડી જાય છે.
ઉત્તર :- હા, તેથી પડે છે. જુદા છે તો જુદા થઈ શકે છે. જ્ઞાન અને આત્મા એક છે એ જુદા પડે ? કે, જ્ઞાન જુદું કરી નાખો અને આત્મા જુદો (કરી નાખો). આહા...હા...! એમ રાગ અને આત્મા બે જુદા છે, બે વચ્ચે સાંધ છે – તડ છે ત્યાં જ્ઞાનની છીણી મારવાની છે. આહા..હા...! બહુ સરસ અધિકાર આવ્યો છે ! (આજે) અગિયારસ છે, ગુરુવાર છે ને ? આહા...હા..!
ટીકાકારે કેટલું સ્પષ્ટ કર્યું છે ! આહાહા...! ગૃહસ્થ છે. “રાજમલ્લ ગૃહસ્થ છે. આત્મા કયાં ગૃહસ્થ હતો ? ગૃહસ્થ તો એને કહીએ કે આત્માના આનંદમાં રહે તે ગૃહ – ઘર અને એમાં સ્થ - રહે તે ગૃહસ્થ. એવો “પંચસંગ્રહમાં અર્થ કર્યો છે. “અધ્યાત્મ પંચસંગ્રહમાં ગૃહસ્થ એટલે ગૃહ એટલે ઘર. આનંદ અને જ્ઞાનના અનંત ગુણનું ઘર, એમાં સ્થ નામ રહે તે ગૃહસ્થ છે. આહા...હા...! અહીં લોકો એમ કહે છે ને ? આ પૈસાવાળા ગૃહસ્થ છે. એને પૈસાવાળાને પણ ગૃહસ્થ કહે છે. ધનાઢ્ય છે એમ નહિ કહેતા ગૃહસ્થ છે એમ કહે છે. આહા..હા...! આ ભગવાન પણ ગૃહસ્થ છે. આહા...હા...! એ રાગથી ભિન્ન પડી.