________________
૨૬૬
કિલામૃત ભાગ-૫
અનુભવ કેમ ન કરે ? કહે છે. આવી વાતું છે.
પ્રશ્ન :- કયાં હશે ?
સમાધાન :- જોવે ત્યારે ને ! પણ નજરે પડ્યા વિના કેમ દેખાય ?) નજરું ત્યાં નિધાનમાં નાખતો નથી અને નજર બહારમાં ફેરવ્યા કરે છે. ધૂળમાં, પુણ્યમાં ને પાપમાં (નજર છે). આહા...હા...! ભાઈ ! ઝવેરાતના ધંધા, લ્યો ! આ બધા ઝવેરીઓ છે. ઝવેરાતના ધૂળના ધંધા ! આહા..હા..!
હીરો અંદર ચૈતન્યહીરો ભગવાન ! એની કિંમત નથી એવી) અમૂલ્ય ચીજ છે ! આ.હા...! એનું જેને અંતરમાં ગુરૂગમે સમજીને ભાન થયું છે.. આહા...હા...! અહીં તો ઊંચી વાત છે ને ? પ્રભુ ! કહે છે કે, એ વસ્તુની જેને અંદર મહિમા આવી એ હવે સુખનો અનુભવ કેમ ન કરે ? ભાઈ ! આવી વાતું છે, બાપા ! આહા..હા...!
જુઓને અહીં થોડા મહિના પહેલા શેઠ આવ્યા હતા. ચાલીસ કરોડ રૂપિયા ! આ ભાઈ છે ત્યાં ખુરશીમાં બેઠા હતા. ચાલીસ કરોડ ! આવે, અહીં તો વ્યાખ્યાનમાં ઘણા બધા આવે. મરી ગયા બે દિમાં ચાલીસ લાખનો તો બંગલો છે. દિલ્હીમાં ! અમે ત્યાં ગયા છીએ. બધું જોયું છે ને ! “હિન્દુસ્તાનમાં દસ હજાર માઈલ ત્રણ વાર ફર્યા છીએ ! આહાહા..! ફૂં.. એના બંગલા પડ્યા રહ્યા, ચાલીસ કરોડ રૂપિયા પડ્યા રહ્યા. આહા...હા...!
ક્યાં એની ચીજ હતી તે સાથે આવે ? આહાહા...! ભાઈ ! ઓળખ્યા ને ? હમણાં આવ્યા હતા, અહીં બેઠા હતા. ત્રણ વ્યાખ્યાન સાંભળ્યા. ખાસ સાંભળવા આવ્યા હતા. સાંભળવા માટે ખાસ આવ્યા હતા. અહીં સાંભળવાનો પ્રેમ (હતો), નિર્ણય નહોતો. ધૂળમાં સલવાઈ ગયેલા ! આહા...હા...!
અહીં કહે છે, જેને એ પરની મહિમા ઊડી ગઈ છે. ચાહે તો અબજો રૂપિયા હો અને મોટા ચાલીસ ચાલીસ લાખના બંગલા (હોય એ) બધા ધૂળના બંગલા છે. ચૈતન્યબંગલો અંદર ભગવાન બિરાજે છે. આહાહા...! એનું જેને સ્વરૂપ સન્મુખ થઈને ભાન થાય છે એ જીવ સુખને કેમ ન અનુભવે ? આહા..હા...! એ દુઃખનો નાશ કેમ ન કરે ? એમ કહે છે. છે ? મારે તો અહીં “સર્વથા' (શબ્દ) જ્યાં આવી છે ત્યાં લઈ જવું છે એટલે ફરીને લીધું. શું કહે છે ? જુઓ !
‘સ્થિરતારૂપ સુખને કેમ ન કરે ? અર્થાત્ સર્વથા કરે.” અહીં લઈ જવું છે. “સર્વથા કરે.” કેમ લીધું છે ? કે, જેમ આ સર્વ પદાર્થ પ્રત્યેના રાગમાં ટકતો નહતો) - રાગ(થી) માંડીને, પુણ્ય-પાપના ભાવ માંડીને, શરીર, વાણી, મન, આ બધી બહારની ચીજો એમાં જે સ્થિરતા કરતો, સર્વ પદાર્થને પોતામાં માનીને સ્થિરતા કરતો હતો), એમાં કરતો તો હવે સ્વરૂપમાં સ્થિરતા કેમ ન કરે ? કહો, સમજાણું કાંઈ ? આહાહા...! પણ શું ચીજ છે એનું જ્ઞાન ન થાય, ભાન ન થાય ત્યાં સ્થિરતા ક્યાંથી કરે ? રખડવાના ભાવમાં સ્થિરતા