________________
૪૫૬
કલામૃત ભાગ-૫
નોકર્મ છે. હવે શરીરની વાત કરે છે. નોકર્મ છે જે શરીર-મન-વચન તેનાથી પણ તે પ્રકારે...” છે. શરીરના – આ માટીના જે રજકણો છે એ આત્માને અડ્યા પણ નથી. ભલે આકાશના એક ક્ષેત્રે હો, પણ આ શરીરના રજકણો આત્માને અડ્યા પણ નથી, સ્પર્યા પણ નથી. તેમ મનના પરમાણુ અહીં છે એ પણ આત્માને અડ્યા નથી. તેમ વાણીના પરમાણુ છે એ આત્માને અડતા પણ નથી. આહા...હા...!
શરીર-મન-વચન તેનાથી પણ તે પ્રકારે, વિચાર કરતાં...” તે પ્રકારે સમજાણું ? પુદ્ગલના જેમ પરમાણુ છે તે પ્રમાણે આ શરીર-મન-વચનના પરમાણુઓ છે. વાણી છે એ પરમાણુ છે, અહીં છાતીમાં મન છે એ રજકણ – ઝીણી ધૂળ છે. આહા..હા...! (એમ) વિચાર કરતાં ભેદ-પ્રતીતિ ઊપજે છે.” બે વાત થઈ – એક કર્મની અને એક શરીર, મન અને વચનની – એ ત્રણે નોકર્મ. એની ભિન્નતા તો સ્થૂળ વાત છે માટે વિચારી શકાય છે અને જુદું પ્રતીત કરી શકાય છે. હવે ત્રીજી એક વાત રહી. આહા..હા..!
ભાવકર્મ...” આહા...હા...! જે મોહનરાગ-દ્વેષરૂપ” ભાવકર્મ એ પર તરફની સાવધાનીના પરિણામ (છે) અને રાગ-દ્વેષના પરિણામ “અશુદ્ધ ચેતનારૂપ છે. પેલા બે તો તદ્દન અચેતન હતા. મન-વચન-શરીર અને કર્મ તો અચેતન – અજીવ હતા. આ મોહ ને રાગ-દ્વેષ પરિણામ એ “અશુદ્ધ ચેતનારૂપ...” છે. આહા...હા...! ચેતના જે શુદ્ધ ત્રિકાળી પ્રભુની સાથે આ પરિણામ – દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ (થાય છે) એ અશુદ્ધ ચેતનારૂપ પરિણામ છે. આહા..હા....!
અશુદ્ધ ચેતનારૂપ પરિણામ.” છે ને ? તે અશુદ્ધ પરિણામ....” અશુદ્ધ – મેલ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એકપરિણમનરૂપ છે” પેલા તો એકક્ષેત્રાવગાહ હતા. મન, વચન, શરીર અને કર્મ તો આકાશ અપેક્ષાએ એક ક્ષેત્રે, હોં ! બાકી પોતાનું ક્ષેત્ર જુદું છે, એનું ક્ષેત્ર જુદું છે. આ જે અશુદ્ધ પુણ્ય અને પાપના ભાવ થાય છે... આહાહા...! દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, પૂજાનો ભાવ), એવો જે વિકલ્પ – રાગ છે એ અશુદ્ધ ચેતના છે. “અશુદ્ધ ચેતનારૂપ – પરિણામ, તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એકપરિણમનરૂપ છે....” પરિણમનની અપેક્ષાએ એકરૂપ છે. આહા..હા....! છે ?
‘તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે..... શું કહ્યું ઈ ? ભગવાનઆત્મા વ્યાપક થઈ – પ્રસરી અને પુણ્યના પરિણામમાં વ્યાપ્યરૂપે પરિણમે છે. આહા..હા...! ઝીણી વાત છે, પ્રભુ ! ભગવાનઆત્મા ચેતનરૂપ (છે) એની પર્યાયમાં પુણ્યના પરિણામ કે પાપના પરિણામ બન્ને થાય), મુખ્ય તો અટકયો છે પુણ્યના પરિણામમાં). શુભભાવથી આત્માને લાભ થાય, શુભ કરતાં કરતાં સમકિત થાય – આ (ભાવમાં) અનાદિનો અટક્યો છે. મિથ્યાત્વ શલ્ય ! આહા..હા..! સમજાણું કાંઈ ? એ મિથ્યાત્વ પરિણામ પણ જીવના અશુદ્ધ ચૈતન્ય પરિણામ છે. છે ? મોહ છે ને ? જુઓ !