________________
કળશ-૧૮૧
૪પ૭
આહા...! “વર્તમાનમાં જીવ વ્યાપ્ય-વ્યાપક. વ્યાપ્ય-વ્યાપક એટલે ? ભગવાન પોતે પર્યાયમાં પ્રસરે છે અને પુણ્યના પરિણામનું વ્યાપ્ય થાય છે. વ્યાપ્ય એટલે કાર્ય. પુષ્યના, દયા, દાન, ભક્તિના પરિણામનું વ્યાપ્ય – કાર્ય થાય છે અને આત્મા તેનો વ્યાપક છે, એનો કર્તા થાય છે. અનાદિ અજ્ઞાનથી (આમ થાય છે). આહા..હા...!
મુમુક્ષુ :- પ્રદેશભેદ છે.
પૂજ્ય ગુરુદેવશ્રી – પ્રદેશભેદ છે એ જુદું). અત્યારે કહેશે (એ) જુઓ ! અત્યારે ચાલે એટલી શૈલી લેવી). અહીં તો હજી સંધિ બતાવવી છે ને ? ત્યારપછી હજી વાત આવશે.
એકપરિણમનરૂપ છે, તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે... આહાહા....! સમજાણું કાંઈ ? ખરેખર તો દયા, દાન, વ્રત, ભક્તિના જે ભાવ (થાય છે) અને આત્મભાવ બેના પ્રદેશ પણ ભિન્ન છે. ઝીણી વાત છે, પ્રભુ ! આહા..હા..! જેટલા અંશમાં વિકૃત (ભાવ) ઉત્પન્ન થાય છે, છે એના અંસખ્ય પ્રદેશનો અંશ. ભગવાન અસંખ્ય પ્રદેશી આત્માનો એક અંશ (છે), પણ જેટલા અંશમાં એ વિકૃતિ ઉત્પન્ન થાય છે એ ક્ષેત્ર પણ જુદું છે, ભાવ પણ જુદા છે, ફળ પણ જુદા છે. આહાહા..! બહુ ઝીણું ભાઈ ! માર્ગ ઝીણો, બાપુ ! એમને એમ રહી ગયો છે. બહારમાં ને બહારમાં માથાકૂટ કરી.. આહા..હા...! અંદરમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો નથી. આહા...હા...!
એ અહીં કહે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે....” કઠણ છે પણ અશક્ય છે એમ નહિ. આહા...હા...! થઈ શકે નહિ, એમ નહિ પણ કઠણ છે. આહા..હા...! એ શુભભાવ અને ભગવાનઆત્મા, એનું વ્યાપ્ય-વ્યાપકપણું થયું છે, કાર્યકારણપણું થયું છે એથી એને જુદા પાડવા એ કઠણ છે પણ અશક્ય નથી. આહા...હા...!
તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં...” જુઓ ! કહે છે કે, એ રાગના પરિણામ અને આત્માના ભાવ, બે વચ્ચે સાંધ છે. ભલે જીવ તે પણે પર્યાયમાં વ્યાપ્યરૂપે પરિણમ્યો છે. વ્યાપ્ય એટલે કાર્ય, વ્યાપ્ય એટલે કર્મ, કર્મ એટલે કાર્ય. આહા...હા...! ધીમે ધીમે સમજવાની વાત છે, બાપુ ! આહા...હા...! એ વ્યાપ્ય-વ્યાપક હોવા છતાં એ રાગ અને આત્મા વચ્ચે સંધિ છે. આહાહા..! ગજબ છે ! પહેલું કહ્યું હતું ને)? પહેલું એમ કહ્યું, વ્યાપ્ય-વ્યાપકપણે છે. આહા..હા.!
તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તોપણ સૂક્ષ્મ સંધિનો.” હવે પાછુ લીધું. વ્યાપ્ય-વ્યાપક છે છતાં રાગ અને આત્મા વચ્ચે સાંધ છે. આહા..હા..હા...! ગજબ વાત છે ને ! અરે...! પ્રભુ ! તારી વાત સૂક્ષ્મ પણ સાંભળવા મળે નહિ. બહારમાંને બહારમાં કડાકૂટમાં પડ્યો. વસ્તુ અંદર ભિન્ન રહી ગઈ. આહા...હા...! શું કહેવું છે ?