________________
૪૫૮
કલશામૃત ભાગ-૫
ચૈતન્ય ભગવાન જ્ઞાન અને આનંદરૂપ એવા આત્મા સાથે પુણ્યના દયા, દાન, ભક્તિ આદિના પરિણામ વ્યાપ્ય-વ્યાપક છે. આત્મા વ્યાપક થઈને વ્યાપ્યપણે – પર્યાયપણે પરિણમ્યો છે છતાં પણ બે વચ્ચે સંધિ છે. આહા..હા...! છતાં પણ બે વચ્ચે સાંધ છે. આહા..હા...! પ્રશ્ન :- એ રીતે રાગ અને રાગની સાથે વર્તતું જ્ઞાન, એ બે વચ્ચે સાંધ છે ?
સમાધાન :– બે ભિન્ન છે, વચ્ચે સાંધ છે. વર્યું ભલે એમાં પણ ખરેખર તો વચમાં સાંધ છે. ખરેખર એની સાથે પરિણમ્યો નથી એમ કહે છે. આહા...હા...! સ્થૂળપણે એમ દેખાય કે આત્મા અશુદ્ધ પરિણામપણે પરિણમ્યો છે. શરી૨ ને વાણી, મન ને કર્મ ને ૫દ્રવ્ય તો ક્યાંય એક કો૨ ૨હી ગયા. આહા..હા...! ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિનો આ સાર છે. સમજાણું કાંઈ ?
કહે છે, અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અનંતકાળથી વર્તમાનમાં રાગથી વ્યાપ્ય-વ્યાપકપણે થયો છે. એ રાગ એનું વ્યાપ્ય છે અને આત્મા એનો કર્તા વ્યાપક છે. આહા..હા...! અજ્ઞાનપણે (કર્તા છે). છતાં... છે ? તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે.' આ..હા..હા...! જ્ઞાનને રાગથી સૂક્ષ્મ ઉપયોગથી ભિન્ન કરીને આત્મા તરફ વળતાં બે જુદા પડી જાય છે તેમ પ્રતીતિ થાય છે. આહા..હા...! આવી વાતું છે, પ્રભુ ! અત્યારે તો માર્ગને બહુ વીંખી નાખ્યો છે. કોઈએ કંઈક, કોઈએ કંઈક (કહ્યું), કોઈક કહે વ્રતથી થાય ને તપસ્યાથી થાય, કોઈક તો વળી કહે કે, ભક્તિથી થાય. બધી એક જાત છે – બધી રાગની જાત છે.
એ રાગ સાથે આત્મા વર્તમાન તરીકે, ત્રિકાળ તરીકે નહિ, વર્તમાન તરીકે વ્યાપ્યવ્યાપકરૂપે પરિણમેલ છે. કર્તા-કર્મપણે અજ્ઞાનભાવે પરિણમેલ છે. આહા..હા...! છતાં સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં...' આ..હા..હા...! જ્ઞાન અને રાગની વચ્ચે સાંધ છે. બે એક નથી થયા. અજ્ઞાનમાં એને વ્યાપ્ય-વ્યાપક તરીકે એકપણું લાગ્યું છે. આહા..હા...! લાગ્યું છે, (પણ) છે નહિ.
મુમુક્ષુ :ઉત્તર :– છે નહિ.
પ્રશ્ન :- રાગ અને ચાલુ જ્ઞાન વચ્ચે પ્રદેશભેદ કહેવાય ?
સમાધાન :- પ્રદેશભેદ પણ છે પણ અત્યારે આપણે (આ વાત ચાલે છે). ભાવભેદની વાત કરી છે ને ? એટલે એ પ્રદેશ (ભેદનું) અત્યારે કામ નથી. તમે પહેલાં કહ્યું હતું મને ખબર છે, પણ અત્યારે એ કામ નથી. એમાં ભિન્ન પાડતાં ભિન્ન પ્રદેશ એમાં આવી જ જાય છે. સમજાણું કાંઈ ? આહા..હા...! શું માર્ગ આવો !
વીતરાગ સર્વશદેવ જિનેશ્વરદેવ જિનેશ્વ૨ ૫રમાત્માની દિવ્યધ્વનિમાં આ આવ્યું. આહા..હા...! મુખ ૐકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે' ભગવાનના શ્રીમુખે ધ્વનિ (નીકળી) એ આવી ધ્વનિ ન હોય. ભગવાનના મુખમાં ૐ ધ્વનિ હોય. આવા શબ્દોનો ભેદ