________________
કળશ-૧૮૧
૪પ૯
ન હોય. કેમકે ત્યાં વીતરાગતા થઈ ગઈ છે. એટલે વીતરાગને શબ્દભેદ ન હોય. એને તો એકાક્ષરી ૩ૐ ધ્વનિ હોય. એકાક્ષરી ૐ ધ્વનિ આખા શરીરમાંથી નીકળે. હોઠ હલે નહિ, કિંઠ હલે નહિ. આહા...હા...! છતાં શબ્દ બોલાય એમ “મુખ ૐકાર’ બાકી ૐકાર આવે છે આખા આત્મપ્રદેશથી. “મુખ ૐકાર ધ્વનિ સુની, અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે આહાહા...! “સુસત્યાર્થ શારદા તાસુ ભક્તિ ઉર આન, છંદ ભુજંગ પ્રયાચ મેં અષ્ટ કહું બખાન “બનારસીદાસ' કહે છે, “બનારસીદાસ” ! ભગવાનના મુખમાંથી 3ૐ ધ્વનિ નીકળી, ગણધર સંતો ચાર જ્ઞાનના ધણિ, ચૌદ પૂર્વ બાર અંગના એમણે શાસ્ત્ર – આગમ રચ્યા. આહા..હા...! એ આગમને સાંભળીને ભવિક જીવ સંશય નિવારે. ભવ્ય નામ પ્રાણી, લાયકાત હોય તે મિથ્યાત્વને ટાળે. આહાહા...! કઈ રીતે ટાળે ?
અહીં ઈ કહે છે, જુઓ ! ‘તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં..” એ રાગ અને ભગવાન વચ્ચે ભેદ પાડતાં). રાગ તત્ત્વ એ આસવતત્ત્વ છે, મલિન તત્ત્વ છે, દુઃખ તત્ત્વ છે. આહા..હા...! ચાહે તો ત્રણલોકના નાથ પરમાત્માનું સ્મરણ કરો, પણ એ રાગ છે અને દુઃખ છે. આહા..હા..! દુઃખ અને આત્માનો આનંદ એ અજ્ઞાનપણે વર્તમાનમાં વ્યાપ્ય-વ્યાપક દેખાય છે પણ “સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે. આહા..હા....!
એના દુ:ખના પરિણામ એ રાગ (છે), ચાહે તો શુભ રાગ હોય તોપણ દુઃખ છે, આકુળતા છે. પ્રભુ અનાકુળ છે. ભગવાન આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ છે). આહા..હા..! બે વચ્ચેની સૂક્ષ્મ સંધિ પાડતાં, સૂક્ષ્મપણે બંને એક ન માનતાં, બેની અંદર સાંધ છે તેમ જોતાં ભિન્ન પ્રતીતિ ઊપજે છે. આહા...હા...! આવો માર્ગ છે, પ્રભુ ! એને કેટલાક એકાંત કહે છે. ઈ તો એકાંત છે, અનેકાન્ત જોઈએ. રાગથી પણ લાભ થાય (એમ પણ માનો). નહીંતર એકાંત થાય. અરે... પ્રભુ ! એમ નથી, ભગવંત ! એ રાગ અને આત્મા વચ્ચે સંધિ છે માટે રાગથી લાભ થાય નહિ. રાગથી તો આત્માને નુકસાન થાય. એટલે કહે છે કે, વ્યવહારથી નિશ્ચય થાય એમ કહો. નહીંતર નિશ્ચયથી નિશ્ચય થાય એમ માનો તો એકાંત છે. ભગવંત ! તું કહે છે એમ છે નહિ, ભાઈ ! આહા..હા..! સમજાણું કાંઈ ? શું કહ્યું? જુઓને ! - સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં...” બેને એક કરવું) તો અનાદિથી કર્યું જ છે. છે જુદાં છતાં એક કરીને તો માન્યું છે. એટલે ? એ શુભ રાગ કરતાં કરતાં અંદર શુદ્ધ ઉપયોગ અને સમ્યગ્દર્શન થશે એમ તો એકતાપણે મિથ્યાત્વથી તો પ્રભુ તેં અનંતકાળથી માન્યું છે. આહા...હા...! ભારે કામ આકરાં, બાપા ! આહા..હા..! તારી પ્રભુતાની બડાઈ છે, નાથ ! તારી પ્રભુતાની બડાઈમાં રાગની સહાયની જરૂર નથી. એને જુદું પાડવા રાગની સહાયની જરૂર નથી. આહા...હા...! પરની તો જરૂર નથી... આહા..હા...! પણ રાગની પણ જરૂર નથી). એને સંધિ છે તેમાં સંધિનો ઉપયોગ જોવો.. આહા..હા..! એ તારું કામ છે. એમાં