________________
કળશ-૧૫૪
૧૧
પણ છતાં આયુષ્યને લઈને (બચી ગઈ ! આવી સ્થિતિમાં પણ સમ્યક્દષ્ટિને ત્રાસ હોતો નથી કહે છે !! હજી કાલે જ વાંચ્યું હતું. ભાઈ ! એમાં અંદરથી કોઈ આવી ચડ્યો હોય.. આહાહા...! પણ એ નિર્ભય છે, સાહસ છે ! આ.હા..હા..! હું જ્ઞાતા-દષ્ટા છું એમાં મને કોઈ હલાવી શકે (એમ) છે નહિ.
આવી વ્યાધિ, વજપાત પડ્યા ! માથે અગ્નિ પડતી હોય ! આ.હા...હા...! પણ જેને આત્માના આનંદનું ધ્રુવ સ્વરૂપનું ભાન થયું. આ.હા...હા...! એને અંદરમાં આત્માના આનંદ આગળ પ્રતિકૂળતાના ઉપસર્ગ અને પરિષહ લાખ-કરોડ હોય (છતાં) “ક્ષમત્તે’ – જાણનારદેખનાર રહે છે. એને ભય થતો નથી ! આ..હા...હા..!
કહો, પેલી છોડીએ) અગિયાર, બાર દિ' ખાધું શું હશે ? એમાં નથી લખ્યું પણ વનસ્પતિ ઝેરીલી (હોય) એટલે ખાધું ન હોય પણ જુવાન છોડી હતી, એટલે અગિયાર, બાર દિ નદીના પાણી-બાણી પીને કાઢ્યા હશે. આહા..હા...! અહીં કહે છે કે, અશાતાના ઉદયને લઈને એથી પણ કોઈ અનંતી પ્રતિકૂળતા આવી પડે પણ સમકિતી ત્યાંથી – ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિથી શ્રુત થતા નથી. આહા...હા...! સમજાણું કાંઈ ? હજી કાલે જ વાંચ્યું છે. ભાઈ ઈ ચોપાનીયુ મૂકી ગયા હતા. એક આકાશનું મૂક્યું હતું. આકાશમાં એમ કે આ તારાઓ છે એને દૂરબીનથી દેખે તો મણિ-રત્ન હોય એમ દેખાય. (એવું) આકાશનું કાંઈક મોટું લખ્યું હતું. એનું આપણે કાંઈ કામ નહોતું. આહા..હા..! ન મળે પાણી પીવા, ન મળે આહાર લેવા ! ક્યાં નજર નાખે ? ક્યાંય ગામ ન મળે. હવે સાહસ કરીને પણ (રહી), મિથ્યાદૃષ્ટિ હતી) છતાં આટલું સાહસ કર્યું !
અહીં કહે છે કે, સમ્યદૃષ્ટિને.. આહા..હા...! છે ? “મહાન વજ પડવા છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવરાશિ શુદ્ધસ્વરૂપના અનુભવથી સહજ ગુણથી અલિત થતો નથી.” આ..હા..હા...! મારો પ્રભુ આનંદનો નાથ છે એ આનંદના સ્વાદમાંથી ખસતો નથી કહે છે. આવા પ્રતિકૂળતાના ગંજ હોય તોપણ ! આ..હા...હા...! સમજાણું કાંઈ ?
એક વ્હોરા હતા ઈ કહેતા હતા. જામનગર ચોમાસુ હતું ત્યારે એક વ્હોરો હતો એનું નામ ભૂલી ગયા. વ્યાખ્યાનમાં આવતા. એ કહે, અમે જંગલમાં ચડી ગયા. વહાણ એવી રીતે ચડી ગયું કે, હેઠે શું કહેવાય ? લોહચુંબક ! દરિયામાં અંદર લોહચુંબકના ડુંગરા ! એટલે વહાણને ખેંચી લીધું. ખેંચીને ક્યાંય જંગલમાં મૂકી દીધું. નહિ પાણી, નહિ આહાર, નહિ કાંઈ. કહે, અમે ત્રણ દિ ત્યાં રહ્યા. પછી શું કર્યું ? કે, પેલા નાળિયેર હતા ને ? નાળિયેર ! અને હેઠે સડેલા પાણી ! પાણીની અંદર નાખ્યા) અને નાળિયેરના મીઠા પાણી થઈ ગયા. એ નાળિયેર તોડીને એમાંથી પાણી પીવે અને ટોપરા (ખાય) ત્રણ દિ' કાઢ્યા. ઈ વ્હોરા કહેતો હતો. ત્રણ દિ (રહ્યા). એવા ઘણા માણસો હતા). આખું વહાણ લોહચુંબકને લઈને ખેંચાઈ ગયું, નીકળે નહિ. પછી તો ત્રણ દિએ વળી બીજું વહાણ આવ્યું