________________
૩૭૮
કલશામૃત ભાગ-૫ ગારો હોય, પછી પાણીમાં ધોવે. એ ધોયેલ મૂળા કહેવાય. એમ તમે કહો છો, આવો આત્મા અંદર આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ પૂર્ણ છે તો ધોયેલ મૂળા જેવો ગયો ક્યાં ? કેમ દેખાતો નથી ? આહા...હા...! બાપુ ! જ્યાં છે ત્યાં છે. ત્યાં નજર કરો તો દેખાય ને ? નજર રાગ અને પરમાં છે અને હવે પૂછો છો કે) ગયો કયાં ? એનો અર્થ શું ? નજરું આમ કરે, સમજાય છે ? અને અંદર વસ્તુ છે ત્યાં નજર કરતો નથી. ગયો ક્યાં ? છે ત્યાં છે એ તો અંદર. ધ્રુવ નિત્યાનંદ પ્રભુ છે. આહા..હા....!
પ્રશ્ન :- દેખાય તો ઝટ નજરે ચડે. દેખાય નહિ તો કઈ રીતે નજર કરે ?
સમાધાન :- દેખાતો નથી એવો નિર્ણય કોણે કર્યો ? લોજીકથી ન્યાય સમજશો કે નહિ ? હું દેખાતો નથી. હું દેખાતો નથી એવો નિર્ણય કોણ કર્યો ? એ આત્મા છે. ન્યાય – લોજીકથી કંઈ સમજશે કે નહિ ? આહા...હા...! મને મારી ખબર પડતી નથી. પણ મને મારી ખબર પડતી નથી એવો નિર્ણય કઈ ભૂમિકામાં કર્યો. એ જ્ઞાનની ભૂમિકામાં નિર્ણય કર્યો. એ જ્ઞાન છે તે આત્મા છે. આહાહા...! સમજાણું કાંઈ ? આહાહા...
અહીં કહે છે, પરદ્રવ્યની પરિણતિ લીધી, ભાઈ ! પરદ્રવ્ય લીધું છે ને ? એનો અર્થ ઈ લીધો. ‘(સમગ્ર પદ્રવ્ય) એટલે પુદ્ગલ દ્રવ્યની વિચિત્ર પરિણતિ... એમ લીધું. રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપના અસંખ્ય પ્રકાર (છે) એ બધા વિકારી (ભાવને) અહીં પરદ્રવ્ય કીધું છે. એ વિકારનું સ્વામિપણું થવું એ સંસારના નવા કર્મ બાંધવાનું કારણ છે અને આત્માનું
સ્વામિપણું થવું એ બંધનને તોડવાનું કારણ છે. આહા...હા...! આવું છે. ન્યાયથી તો પહેલું સમજવું પડશે ને ?
ભિન્ન કરી છે. જોયું ? એ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પરિણતિથી રાગાદિને ભિન્ન કરી છે. જે સ્વામિપણે માન્યું હતું, પુણ્યના-પાપના ભાવ મારા એમ ધણીપતુ માન્યું હતું એને શુદ્ધ જ્ઞાનના બળથી ભિન્ન કરી. એ હું નહિ (એમ ભિન્ન કરી). આહાહા.!
“ભાવાર્થ આમ છે કે – શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે,” જોયું ? આ આખો સાર લીધો. ત્રિકાળી ચૈતન્ય પવિત્ર શુદ્ધ છે તે આદરણીય છે અને પુણ્ય ને પાપના ભાવ મલિન છે તે હેય છે. આ બધો સાર છે. આહા...હા...! શુદ્ધ સ્વરૂપ ચૈતન્યમૂર્તિ અંદર ભગવાન ! જ્ઞાનનો ગાંગડો પ્રભુ ! આહા...હા...! જેમ સ્ફટિક રત્ન નિર્મળ છે તેમ ભગવાન વસ્તુ સ્વરૂપે તો નિર્મળ પવિત્રતાનો પિંડ છે. એ ઉપાદેય છે, એ આદરણીય છે, એ આશ્રય કરવા લાયક છે, તે ઉપાદેય છે એટલે અંગીકાર કરવા લાયક છે. અને રાગના ભાવ, પુણ્ય-પાપના ભાવ હેય કરવા લાયક છે, છોડવા લાયક છે. આહા..હા..! વાત તો સાદી છે, સીધી છે પણ મળે એને. (ન) મળ્યું એટલે શું કરે ? એની રીત શું છે એની ખબર ન હોય.
મોંઘું પડે છે, માણસ એમ કહે છે. પેલો શિરો કરે છે ને ? શિરો ! પહેલાં ઘીમાં લોટને શેકે, પછી ગોળ અને સાકરના પાણી નાખે તો શિરો થાય. મોંઘો પડે. કારણ કે