________________
૧૮
કિલશામૃત ભાગ-૫
એમ કહ્યું ઈ મુનિ સંત આડતિયા થઈને જગતને વાત કરે છે. સર્વજ્ઞ પરમેશ્વર જ એમ કહે છે. આ..હા...હા...!
મિથ્યાષ્ટિ(ને) પુણ્યના, દયા, દાન, વ્રતના પરિણામ આવે પણ એને એ વેદે છે. કારણ કે ઈ પોતાના માને છે તો એ ઝેરને વેદે છે. મિથ્યાદૃષ્ટિ ભલે જેન નામ ધરાવતો હોય, અરે! નગ્ન મુનિ (થઈને) સાધુ નામ ધરાવતો હોય પણ અંદરમાં પંચ મહાવ્રતના પરિણામ જે રાગ છે એ દુઃખરૂપ છે અને પોતાના માટે અથવા એનાથી મને લાભ છે એમ) માને છે) એ મિથ્યાદષ્ટિ અશુદ્ધતાને, મલિનતાને, ઝેરને વેદે છે. આ...હા..હા..હા..
સમ્યદૃષ્ટિ (કે જેને) શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ (થઈ છે તેને) શુદ્ધ (સ્વરૂપનો) આશ્રય છે. જેને પર્યાયબુદ્ધિ, રાગબુદ્ધિ, અંશબુદ્ધિ છૂટી ગઈ છે. આહા...હા...! ત્રિકાળી આનંદસ્વરૂપ તે હું છું, જેની દૃષ્ટિમાં કેવળજ્ઞાનની પર્યાય પણ જે દૃષ્ટિનો વિષય નથી. આ.હા..હા...! આવી વાતું છે ! જેની દૃષ્ટિમાં સત્ય દૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ, સાચી દૃષ્ટિ (થઈ છે) એ ત્રિકાળી સત્ય છે તેને જ એ સ્વીકારે છે. આહાહા...! તેથી તેને ત્રિકાળી જે શુદ્ધ છે, અનંત ગુણનો દરિયો, પ્રભુ ! આહા...હા...!
કહ્યું હતું ને ? અમાપ શક્તિ છે !! એની ગુણની શક્તિનું માપ નથી. એટલી શક્તિ છે ! શક્તિ એટલે ગુણ. આહા...હા...! જેમ આકાશનું માપ નથી (કે) ક્યાં પૂરું થયું ? છે (માપ)? અલોક અલોક અનંતઅનંત.. અનંત... અનંત... અનંત. અનંત... અનંતમાં કયાંય (અંત નથી દેખાતો). હવે એના જે પ્રદેશો છે, એક પરમાણુ (જેટલી જગ્યા) રોકે તેને પ્રદેશ કહીએ. એવા અનંત પ્રદેશ, જેનો અંત નથી એવા અનંત પ્રદેશથી પણ એક આત્મામાં અનંતગુણા ગુણ છે !! આ..હા..હા...! ચારે દિશા(નો) ક્યાંય અંત નથી. લોક પૂરો થયા) પછી ચારે દિશા જુઓ તો ક્યાંય અંત છે ? પછી થઈ રહ્યું, થઈ રહ્યું એમ છે ? આહા..હા...! એવા ક્ષેત્રના અમાપના પ્રદેશો જે અનંત છે) એનાથી પણ અનંતગુણા એક ભગવાન આત્મામાં ગુણ છે. એક એક (આત્મામાં છે). જ્યાં એ માપ નથી એનાથી અનંતગુણા ગુણ છે ! આ.હા...હા...હા...! એવા અમાપ ગુણનું જેણે જ્ઞાનમાં માપ લીધું ! સમ્યકજ્ઞાન ! ઝીણી વાત, ભગવાન ! મારગડા જુદા નાથ ! વીતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે ! આ...હા...હા...!
એવી અમાપ શક્તિનો પિંડ પ્રભુ ! જેનું માપ નથી. આ શું કહે છે આ !? જેમ ક્ષેત્રનું માપ નથી એમ આ ભાવનું એથી અનંતગણું માપ નથી ! આહાહા. એવો જે ભગવાન આત્મા ! અમાપ અનંત ગુણનો એક પિંડ પ્રભુનો જ્યાં અનુભવ થયો, દૃષ્ટિ થઈ ત્યારે શુદ્ધતાની જ દૃષ્ટિ થઈ. એ અનંતગુણો શુદ્ધ છે અને તેથી વસ્તુ પણ અખંડ અભેદ શુદ્ધ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? એવો જે ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! અમાપ શક્તિનો ભંડાર પ્રભુ ! એના જેને દર્શન થયા, દર્શન એટલે શ્રદ્ધા, એને એથી જ્ઞાનમાં –