________________
કળશ-૧૭૧
૨૩૭
કેટલો છે ? કયો દેશ ઈ ? “અમેરિકા' નહિ, કંઈક બીજો દેશ છે, કેનેડા' ! કેનેડા... કેનેડા' છે ને ? “અમેરિકામાં ! મેં તો પૂછ્યું, હું તો જાણતો હતો કે આને ધર્મનું કાંઈ ભાન છે નહિ. કેટલો પગાર (છે) ? મહિને ત્રણ-ચાર હજાર ડોલરનો પગાર) ! અરે.. શું કરે છે તું આ ? ત્રણ-ચાર હજાર ડોલરમાં કોઈ પગારનો નિર્ણય નહિ. ત્રણ હજારના એકવીસ હજાર થાય અને ચારના અઠ્યાવીસ હજાર થાય. એક મહિને, હોં ! આ..હા...હા..! જે પગાર કહેવો હતો એમાં પણ વધઘટ કરીને કહ્યું, માન માટે ! આવડો મોટો મને પગાર છે ! એક આંકડો નહિ, અર.૨.૨! શું કરે છે આ જીવ ?
એક જણાને પૂછયું, જુવાન છોકરો હતો. વીસ-પચીસ લાખ, ત્રીસ લાખ હશે. નવી દુકાન કરવી હતી. અહીં આવ્યો, એમાં વાત થઈ. કીધું કે, આ જે પચીસ, પચાસ, સાઠ, સત્તર વર્ષનું આયુષ્ય જે કહેવાય છે, એ શરીરનું કે આત્માનું ? (તો કહે, ઈ અમને કાંઈ ખબર ન પડે. કહો, આવા ગાંડા તે કાંઈ....! આ આયુષ્ય શરીરનું કહેવાય છે કે, આ પચાસ વરસ જીવ્યો, સાઠ વરસ જીવ્યો, એ શરીરની સ્થિતિનું આયુષ્ય છે કે આત્માનું છે ? આમ પચીસ-ત્રીસ લાખ રૂપિયા અને મોટી દુકાન કરવી હતી, જામનગર’ ! અહીં આવે, દર્શન કરવા આવે. કાંઈક નવું કરવું હોય ને ? મહારાજના દર્શન કરીએ તો આપણે પછી સરખું ચાલે. અરે.. ભગવાન ! શું કરે છે તું આ ? હજી આ સાઠ, સીત્તેર વરસ થયા એ કોને ? દેહને કે આત્માને ? એની પણ ખબર ન મળે. આહા...હા...!
મુમુક્ષુ :- ગણિતમાં કાંઈક ભૂલ થઈ જાય તો !
ઉત્તર :- પણ એટલી ખબર નથી કે આ શરીર માટી છે), આયુષ્ય તો આનું છે. આત્મા અંદર છે એ તો ત્રિકાળી છે.
મુમુક્ષુ :- એ તો આપને ખબર છે, અમને કયાં ખબર છે.
ઉત્તર :- એટલે જ કહે છે ને કે, જગતની કોઈ ચીજ એણે મારી છે અને મેં કરી છે એ વિનાની) રહી નથી. દરેકમાં એની કર્તાપણાની બુદ્ધિ ઊભી છે. આહા...હા....!
હું સારું લખી શકું છું, મોતીના દાણા જેવા મારા અક્ષર પડે છે, મોટે અવાજે, લાખ માણસ હોય તો હું સારું ભાષણ કરી શકું છું. આહા..હા.! પ્રભુ ! આ તું શું કરે છે? તું આત્મા જ્ઞાનસ્વરૂપ ઈ બહારમાં જાય છે કે પરનું કરી શકે? આહા...હા...! આવી વાત...! તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમાત્મા ઇન્દ્ર ને ગણધરોની સમક્ષમાં પ્રભુ આમ કહેતા હતા તે આ વાત છે. આહા...હા..! સમજાણું કાંઈ ? આહાહા...! મા-બાપ કાંઈ મૂકી ગયા નહોતા, મેં મારા બાહુબળે પૈસા પેદા કર્યા છે. પાંચ-પચીસ લાખ, પચાસ લાખ, કરોડ-બે કરોડ મેં પેદા કર્યા), અમારા પિતા પાસે કાંઈ નહોતું. અમે બાહુબળે બધું ભેગું કર્યું છે. માળા... પાગલ તે કાંઈ..! પૈસા જડ છે એને તું પેદા કરી શકે અને મેળવી શકે ? આહાહા...! આકરું કામ, પ્રભુ ! તારી પ્રભુતા તો જ્ઞાતાદૃષ્ટામાં છે. થાય તેને જાણવું-દેખવું એમાં તારી મોટપ