SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ કિલામૃત ભાગ-૫ અને પ્રભુતા છે. પણ થાય તેને કરું અને માટે લઈને આ થાય છે, પ્રભુ ! (એમ માનવામાં) તારી હિનતા છે. આહા...હા...! તને તેં નીચ કરીને માન્યો છે. આહા...હા...! આવું તો વીતરાગ કહે. જેને દુનિયાની પડી નથી. આ..હા...! સમાજ સમતોલ રહેશે કે નહિ ? સમાજમાં ભાગલા પડી જશે કે નહિ ? સંતોને એ કંઈ પડી નથી. સત્ય આ છે કે, આત્મા સિવાય પર શરીર, વાણી, મન, દેશ, કુટુંબ-કબીલા, બાયડી, છોકરા, કુટુંબ આદિ.. આહાહા...! એનું કાંઈ પણ કોઈનું કરી શકું, પ્રભુ ! એમાં તારી નીચતા છે, હલકાઈ છે. આહા...હા.... કો'કના ઘરમાં જઈને હું કરું છું. તો ઘરમાં ગયો નથી અને કરું છું (એમ) માને છો એ મિથ્યા અભિપ્રાય છે. આહા..હા..! ભાઈ ! આ બધું આવું આકરું કામ છે. મુમુક્ષુ :- અમારી હોશિયારી બધી પાણીમાં ગઈ. ઉત્તર :હુશિયારી-બુશિયારો કે દિ' હતો ? (એની) હુશિયારી હતી તો ત્યાં પૈસા પેદા થતા હતા ? એ તો પૂર્વના પુણ્યનો યોગ હોય તો પૈસા આવે. એમાં પૈસા એની પાસે કે દિ આવે છે ? પૈસા તો જડમાં જડપણે રહે છે અને ઈ કહે છે કે, મને આવ્યા અને મારી પાસે આવ્યા. ભ્રમણા છે. મુમુક્ષુ :- એની પાસે આવ્યા છે સાચું, એને આવ્યા ઈ ખોટું. ઉત્તર :- એને પણ આવ્યા નથી અને એની પાસે પણ આવ્યા નથી. આવું છે. દુનિયાથી ઘણું ઊલટું છે. એથી કહ્યું ને ? ત્રણલોકમાં એવો કોઈ પર્યાય નથી.. આહાહા....! “ મિથ્યાષ્ટિ જીવ જેવો પર્યાય ધારણ કરે છે, જેવા ભાવે પરિણમે છે, તે બધાને પોતાસ્વરૂપ જાણી અનુભવે છે; આહાહા..! આ સ્ત્રી મારી, દીકરા મારા, આ કપડા મારા. આહાહા...! એકવાર “શ્રીમદૂને કોઈએ પૂછ્યું, “શ્રીમદ્ પોતે એમ બોલતા કે, “અમારો કોટ લાવો, અમારું આ કપડું લાવો.” “પણ સાહેબ ! તમે એકલા અને ‘અમારું એવા બહુવચને બોલો છો એનું કારણ શું? ઈ તો તમને માન છે.' ત્યારે “શ્રીમદ્ જવાબ આપે છે, “સાંભળ ! અમારું કપડું' એમ કહેતાં અમે કહીએ છીએ કે, એ કપડું અમારું નથી, મારું નથી.” અને મારું (અર્થાતુ) મારું નથી. આવું બનેલું. એક જણે પૂછ્યું હતું). (શ્રીમદ્દે કહ્યું કે, પેલો અમારો કોટ લાવો, અમારો કોટ. “પણ સાહેબ ! તમે એકલા છો, ‘મારો કોટ એમ ન કહેતાં, ‘અમારો કોટ (એ તો) બહુવચન થાય છે અને) માનમાં જાય છે.” સમજાય છે ? સમજાતું નથી ? આ તો (સાદી) ભાષા છે). અમારો કોટ એમ કહેતાં મારો નથી (એમ અર્થ થાય છે). મારો કોટ લાવજો તો એનો અર્થ કે, એ કોટ તો મારો છે. મારું કપડું લાવજો, મારા કપડા ધોવા આપ્યા છે, કાલે ધોઈને આવ્યા છે, લાવજો. અહીં તો કહે, અમારા કપડા. એટલે કે મારા નથી. અમારો દીકરો, અમારી દીકરી.
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy