________________
કળશ-૧૦૧
એટલે કે અમારો દીકરો, દીકરી નથી. આહા..હા...!
અહીં કહે છે, જગતમાં એવી કોઈ ચીજ બાકી રહી નથી કે અજ્ઞાનીએ એને પોતાની માની ન હોય. આ..હા..હા...! ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે' ગાડાના ભાર હેઠે કૂતરો (ચાલતો હોય અને) ઠાઠું એને અડે એટલે (એમ માને કે) ગાડું મારાથી ચાલે છે. એમ એ કૂતરો જેમ માને (છે), એમ આ જગતના કામ એને કા૨ણે ચાલે (છે). ધંધાના-વેપારના, કપડાના, લાકડાના, બોલવાના, ભાષાના એને કા૨ણે જડને એ બધી ક્રિયા થાય છે. આ..હા...! એમ આ હું કરું છું (એમ માનનાર) કૂતરા જેવો છે (એમ) કહે છે. આહા..હા...! આમાં પાણી ઉતરી જાય એવું છે, ભાઈ !
ભગવાનનો અહીં પોકાર છે, એ પણ નિમિત્તથી કથન છે. ભગવાનનો પોકા૨ ! પોકાર, પોકાર ભાષાથી (થાય) છે. એ તો નિમિત્તનું કથન છે. ભાષામાં એવો પોકાર આવ્યો, હે આત્મા ! તું કોઈને પણ આહાર દઈ શકે છો, પાણી દઈ શકે છો, ભૂખ્યો (હોય) તેને આહાર (દઈ શકે છો), તૃષા(તુરને) પાણી દઉં, રોગી (હોય) તેને ઓસડ દઉં, નાગાને કપડા દઉં... આહા..હા...! એવી જે તારી માન્યતા છે તે તદ્દન મિથ્યાત્વ અને અજ્ઞાન છે. આહા..હા...! ભારે આકરું કામ ! કેમકે એ પરદ્રવ્યની ક્રિયા ૫દ્રવ્યને લઈને સ્વતંત્ર થાય છે. એને લઈને આ કહે કે, આ મારાથી થાય છે. આહા..હા...!
૨૩૯
આ ભગવાનની પૂજા વખતે પણ જે આ દ્રવ્ય ચડાવે છે ને ? સ્વા..હા... સ્વા..હા...! એ બધી ક્રિયા જડની છે. એ મારાથી થાય છે એમ માનનાર જગતની કોઈ ચીજને મારી કર્યા વિના રહેતો નથી. આહા..હા...! એક પણ ન્યાય અને એક પણ ભાવ યથાર્થ સમજે ને તો બધા ભાવો સત્ય (સમજાય).
મિથ્યાદૃષ્ટિ જીવ જેવો પર્યાય ધારણ કરે છે...' મનુષ્યનું શરીર મળ્યું તો કહે, હું મનુષ્ય છું. પશુનું શરીર મળ્યું તો કહે, હું પશુ છું. ઘોડાનું શરીર મળ્યું તો કહે, હું ઘોડો છું. સ્ત્રીનું શરીર મળ્યું તો કહે, હું સ્ત્રી છું. અરે..! પણ સ્ત્રીનું શરી૨ તો જડ છે, તું સ્ત્રી ક્યાંથી થઈ ? આહા..હા...! હીજડાનું શરીર મળ્યું તો કહે, હું હીજડો છું. પુરુષનું શરીર મળ્યું તો કહે, હું પુરુષ છું. આ..હા...! બહુ ઉઘાડ નહોતો તો મૂર્ખ (થયો તો કહે) હું મૂર્ખ છું. પણ મૂર્ખ છું એ તો પર્યાયમાં એટલી ચીજ (છે), ઈ મૂર્ખ તું નહિ. આહા..હા...! તું તો ત્યાં જાણનાર-દેખનાર ભગવાન બિરાજે છે, પ્રભુ ! એ મૂર્ખ પણ નથી ને પંડિત પણ નથી ને વાણિયો નથી ને ઢેઢ પણ નથી, એ બાયડી પણ નથી ને પુરુષ પણ નથી. આહા..હા...!
એ અહીં કહે છે, બધાને પોતાસ્વરૂપ જાણી અનુભવે છે; તેથી કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી....' શું કીધું ઈ ? એ લેવા-દેવાની ક્રિયા, બોલવાની (ક્રિયા) એ તો કર્મના કારણની બધી ક્રિયા છે. એ કર્મના સ્વરૂપથી થતી ક્રિયા, એને પોતાના સ્વરૂપે