________________
૩૦૬
કલશામૃત ભાગ-૫
લીટી ફરીથી લીધી.
અન્યનો આશ્રય એટલે વિપરીતનું આલંબન. આહા...હા...! આત્મામાં સમ્યગ્દર્શન, જ્ઞાન જે ધર્મની પર્યાય પ્રગટ થાય) તેમાં સ્વનો આશ્રય – સ્વનું અવલંબન (છે). ધર્મની પર્યાયમાં, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જે વીતરાગી પર્યાય પ્રગટ થાય છે) તેમાં સ્વનો આશ્રય – સ્વનું અવલંબન (છે) અને વ્યવહારમાં પોતાના સ્વભાવથી વિપરીત બીજી ચીજનું અવલંબન છે તેને વ્યવહાર કહે છે. માટે તે વ્યવહાર ત્યાજ્ય છે. આહા..હા...! પોતાનો આશ્રય અને અવલંબન છૂટીને જેટલું પરનું અવલંબન અને આશ્રય લીધો એ બધું બંધનું કારણ છે. બંધ અધિકા૨’ છે ને ? વ્યવહાર છે તે બંધનું કારણ છે. માટે પરના આશ્રયવાળા ભાવને છોડાવ્યો છે. આહા..હા...! છે ને અંદર ? એ તમારા શ્વેતાંબર-ફેતાંબરમાં કયાંય નહોતું. ક્યાં સાંભળવા મળતું (હતું) ? આ ચીજ જ બીજી છે. આહા..હા...! એક એક પંક્તિ, ચા૨ બોલમાં કેટલું ભર્યું છે !! સમજાણું કાંઈ ? શું કહ્યું
પોતાનું સ્વરૂપ જે ભગવાનઆત્મા પવિત્ર શુદ્ધ ચિહ્નન ! એ ચિન જ્ઞાનનો પિંડ ! તેના આશ્રયે સમ્યગ્દર્શન આદિ ધર્મ પર્યાય થાય છે. એ ધર્મપર્યાય (છે) તે મુક્તિનું કારણ, મોક્ષનું કારણ એવો જે મોક્ષનો માર્ગ તેને સ્વનો આશ્રય છે અને જે મોક્ષમાર્ગ નથી અને બંધમાર્ગ છે, એવો વ્યવહાર છે તે આત્માથી અન્ય વિપરીતનું અવલંબન છે. આ..હા...! ચોખ્ખી વાતું છે. હેય કહીએ છીએ એ એકાંત થઈ જાય છે, એમ (લોકો) કહે છે. પોતાથી પણ લાભ થાય છે અને વ્યવહારથી પણ લાભ થાય છે (એમ કહો) તો અનેકાન્ત છે. અહીં કહે છે કે, પોતાના આશ્રયે લાભ થાય છે, ૫૨ના આશ્રયે લાભ નથી થતો તે અનેકાન્ત છે. આહા..હા..! એકાંત... એકાંત છે, ‘સોનગઢ' એકાંત છે, એમ કહે છે. અરે... પ્રભુ ! સાંભળ તો ખરો, નાથ ! તારી વાત તને ખબર નથી, ભાઈ ! તને ખબર નથી તું કોણ છો ? અને શું કરે છે ? આહા..હા....!
અહીંયાં તો પરમાત્મા એમ કહે છે... આહા..હા...! હું આત્મા આનંદસ્વરૂપ પ્રભુ ! આ..હા..હા...! તેનો જેણે આશ્રય લીધો એ તો (મોક્ષમાર્ગની) ધર્મની પર્યાય છે, આનંદની દશા છે, તે તો આદરણીય છે. પ્રગટ કરવાની અપેક્ષાએ તે આદરણીય છે. આમ તો ઉપાદેય દ્રવ્ય છે. ત્રિકાળ ભગવાન આનંદનો નાથ આત્મા તે જ ઉપાદેય, આદરણીય છે પણ પ્રગટ કરવાની અપેક્ષાએ સ્વના આશ્રયે અંદર જે વીતરાગદશા ઉત્પન્ન થઈ તે આદરણીય છે અને પરના આશ્રયે જેટલો રાગ ઉત્પન્ન થાય છે તે બધો હેય છે. આહા..હા...! સમજાણું કાંઈ ? ૧૭૩ (કળશ) પૂરો થયો. હવે ૧૭૪ (કળશ).