________________
૧૬૦
કલશામૃત ભાગ-૫
રાગ... આહા..હા...! એ ચૈતન્યની ઉપયોગ નામ જ્ઞાન-દર્શનના ઉપયોગમાં એ રાગને જે એકપણે મિશ્રપણે માને છે, એકપણે માને છે એ જ મિથ્યાત્વ બંધનું કારણ અને સંસાર છે. આહા..હા...! કેમકે પ્રભુ જિનસ્વરૂપ છે. વીતરાગ અકષાય સ્વરૂપ પ્રભુ આત્મા છે. એને વર્તમાન જાણવા-દેખવાના વેપારમાં એ અબંધ પરિણામ છે. એની સાથે રાગના બંધભાવને એક કરે છે. આહા..હા...! અબંધભાવમાં રાગના ભાવના બંધને એક કરે છે એ જ બંધનું કારણ છે. ઝીણી વાત છે, ભાઈ ! શરીર, વાણી, મન, કર્મ તો ૫૨ ૨હી ગયા, એને તો એ કરી શકતો નથી પણ આ માન્યતામાં એક કરી શકે છે. ઊંધી માન્યતામાં (એક કરી શકે છે). આહા..હા...! છતાં તે ઊંધી માન્યતા તે સ્વભાવમાં નથી. આહા..હા...! એ પર્યાયમાં મિથ્યાશ્રદ્ધાની દૃષ્ટિ ઉત્પન્ન કરે છે.
ઓ..હો...! ભગવાન તો જ્ઞાતા-દૃષ્ટા છે ને કહે છે. પ્રભુ ચૈતન્ય તો જ્ઞાતા-દષ્ટા ઉપયોગભૂમિ છે ને આહા..હા..! એમાં જે કોઈ શુભ-અશુભ રાગને એકપણે, સ્વભાવ અને વિકા૨ને મિશ્રિતપણે માને છે તે મિથ્યાષ્ટિ બંધનું કારણ છે. આહા..હા...! સમજાય છે કાંઈ ? આવી વાત છે. દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, ઉપવાસનો વિકલ્પ રાગ ઊઠે એ જાણવા-દેખવાના પરિણામ સાથે એ રાગના પરિણામને એક કરે છે અથવા પોતાના જાણવા-દેખવાના ભાવમાં રાગને લાવે છે. આ..હા....! આવો અધિકાર છે. આહા..હા....! જેમાં નથી તેમાં (એટલે કે) ઉપયોગમાં લાવે છે, કહે છે. આહા..હા...! ભગવાનઆત્મા તો જ્ઞાતા-દૃષ્ટા છે પણ એના પિરણામમાં એ જ્ઞાતા-દૃષ્ટાના પરિણામ છે એ ઉપયોગ છે. ત્રિકાળ ઉપયોગ છે પણ એમાં એ એકત્વ કરી શકતો નથી. પણ ઈ ત્રિકાળ ઉપયોગમાંથી જે ઉપયોગ થાય છે તેમાં રાગને એક કરે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? પર્યાયમાં એકતા કરે છે ને ? દ્રવ્યમાં કંઈ એકતા (થતી નથી). દ્રવ્ય તો દ્રવ્ય છે જ. આહા..હા...! આવી વાત પડી રહી અને આખો માર્ગ ક્યાંય જોડી દીધો. આહા..હા...!
—
‘સમુપયાતિ” ઉપયોગભૂમિકામાં. આહા..હા...! આમ તો ચેતનાગુણ મૂળ વસ્તુ ત્રિકાળ (છે) પણ છતાં તેના પિરણામમાં એકલા જાણવા-દેખવાના પરિણામ થવા જોઈએ એમ ન થતાં તે જાણવા-દેખવાના પરિણામમાં રાગની એકતા કરે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? ‘સમુપયાતિ’‘પરિણમે છે,’ રાગને જ્ઞાનાનંદ સ્વભાવ સાથે એકપણે પરિણમે છે. આહા..હા...!
એટલું માત્ર અન્ય સહાય વિના...' કહે છે કે, એટલું જ માત્ર. બીજું કોઈ કારણ નહિ. એમ. બંધના કારણમાં આટલું જ કારણ, બીજું કોઈ બંધનું કારણ નહિ. આહા..હા...! નિમિત્તો ગમે તે હો પણ એ બંધના કા૨ણ નહિ એમ કહે છે. એનું આ જે અશુદ્ધ ઉપાદાન પરિણામ રાગની એકતાના પરિણામ તે એક જ બંધનું કારણ છે. આહા..હા...! ઝીણું બહુ !
આહા..હા...!
‘અન્ય સહાય વિના...’ (વાં) લીધું ને ? કેવળ. અન્ય સહાય વિના (ત્તિ) નિશ્ચયથી