________________
કળશ- ૧૬૪
૧૬ ૧
જેટલો સંસારી જીવરાશિ છે તેને (વચહેતુ: મવતિ જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. આહા...હા...! બીજું કોઈ કારણ નથી કહે છે. આહા...હા...!
મુમુક્ષુ :- પોતે રાગ બાંધે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી – પોતે રાગને પકડે છે અને પોતાના એકત્વ તરીકે માને છે એ મિથ્યાત્વ તે એક જ બંધનું કારણ અહીં ગણવામાં આવે છે. સમજાણું કાંઈ ? જે અનંત સંસારનું કારણ છે. રાગના વિકલ્પને નિર્વિકલ્પ ભગવાન આત્માની સાથે એકત્વ કરીને જોડાય છે. મિશ્રિત કરી નાખે છે. અમૃતને અને ઝેરને મિશ્રિત કરે છે. આહા..હા..! ભગવાન તો અમૃતસાગર છે, પ્રભુ ! અને રાગ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો હો પણ ઝેર છે. આકરું પડે આ ! આહા...હા...! શ્વેતાંબરમાં તો આ જુઓને ઉપધાન ને ધમાધમ (ચાલે છે). માણસો રાજી રાજી થઈ જાય. બે-પાંચ લાખ ખર્ચે જાણે કે ઓ...હોહો..! અરે. ભગવાન ! ભાઈ ! એ જડ મેં ખર્ચા એ (માન્યતા) તો મિથ્યાત્વ છે પણ એમાં રાગ કદાચિત મંદ કર્યો હોય, એ રાગને આત્માના ચૈતન્ય સ્વભાવ સાથે એકતા કરે, બસ ! (એ) એક જ સંસાર છે, બંધ છે. ગજબ છે ! લાખો, કરોડોના દાન કરે, લાખો મંદિરો બનાવે, રથયાત્રા – ગજરથ કાઢે, દસ દસ લાખ ખર્ચ. આહા..હા..!
હમણાં અહીં ‘ચિત્તલ પાસે કોઈ એક ગામ છે. “વાઈ' ! “વાઈ' ગામ (છે) ત્યાં હાથી આવ્યો. બ્રાહ્મણે પૂજા કરી. ‘ગણેશને સૂંઢ ખરીને ? પૂજા કરીને એની સૂંઢમાં સવા રૂપિયો મૂક્યો. એના ધણીને આમ સૂંઢ ઉપર (કરીને) રૂપિયો દેવા ગયો ત્યાં પાવલી પડી ગઈ. એ બ્રાહ્મણ પાવલી લેવા ગયો ત્યાં એને) સૂંઢમાં પકડીને ફેંકયો (ત્યાં) મરી ગયો ! પેલો આરતી ઉતારે છે, પૈસા મૂકે છે (એને જ મારી નાખ્યો) !
મુમુક્ષુ :- ઈ પૈસા કેમ લઈ જાય ?
પૂજ્ય ગુરુદેવશ્રી :- ઈ તો પેલી સૂંઢમાંથી) પડી ગયો. સવા રૂપિયો સુંઢમાં મૂક્યો (હતો) એ એના મહાવતને દેતા પાવલી પડી ગઈ તો પેલો પાવલી લેવા ગયો એમાં એની સૂંઢે પકડીને ફેંક્યો એટલે આ તૂટી ગયો.. શું કહેવાય ? કિડની તૂટી ગઈ. આહાહા...! હમણાં થયું છે. ચિત્તલ પાસે “વાઈ (ગામ છે ત્યાં થયું છે. આહા..હા..! હાથીએ શું કર્યું અને પેલાને શું થયું ? હાથી પણ રાગની એકતામાં જોડાય ગયો અને મરનારો એમ જાણે કે મેં આરતી ઉતારી ને મને મારી નાખ્યો). આહાહા...! રાગની એકતામાં જોડાણો (અને) નવા અનંત સંસારના કારણો અને બંધ કર્યા. આ...હા...!
બંધહેત એક જ છે ને ? એમ કીધું. છે ને ? (વનં) (એટલે) બીજો નહિ. આહા..હા..! અહીંયાં તો મિથ્યાત્વ), અવ્રત ને પ્રમાદ ને કષાય પાંચ બંધના હેતુ કહ્યા છે એમાં આ એક જ બંધનું કારણ છે. સંસારનું મૂળ કારણ એક જ છે. આમ પાંચ (કારણ) લીધા છે – મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ. એ અહીં નહિ. અહીંયાં તો રાગની