________________
૨૬ ૨
કિલશામૃત ભાગ-૫ - અહીંયાં કહે છે, “નિજ મહિમા... શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ ! જેમ સ્ફટિક રત્ન હોય છે એમ અંદર ચૈતન્ય નિર્મળ સ્ફટિક રત્ન છે. આહા...હા...! એવા નિજ સ્વરૂપમાં જેને મહિમા સહિત) સ્થિરતા કરી છે. આહા...હા...! ઝીણી વાત છે, ભાઈ ! અહીં તો “સ્થિરતા એમ શબ્દ છે ને ? “સ્થિરતારૂપ સુખને કેમ ન કરે ?’ આહાહા.! અહીંયાં આ દેહ તો માટી – ધૂળ છે. માટી નથી કહેતા ? ખીલી વાગે. ખીલી, લોઢાની ખીલી કે ચૂંક (વાગે) તો માણસ કહે કે, મને પાણી અડાડશો નહિ, મારી માટી પાકણી છે. એમ કહે છે. ભાષા કહે છે (પણ) ભાન ક્યાં છે ? મારી માટી પાકણી છે. આ માટી છે, આ ! એને ખીલો વાગ્યો હોય કે ચૂંક વાગી હોય તો એમ કહે કે, ભાઈ ! એને પાણી અડાડશો નહિ. મારી માટી પાકણી છે (તો) પાકી જશે. એક કોર માટી કહે અને એક કોર પોતાનું કહે ! ભાઈ ! તને ખબર નથી. આ તો જડ, માટી, ધૂળ છે. આ તો મસાણની રાખ થાય એ ચીજ છે.
અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ભિન્ન છે. દેહદેવળમાં... આહા..હા..! આનંદનો કંદ પ્રભુ ! એવું જેને ભાન થયું છે ઈ કહે છે કે, અનાદિકાળથી જે પુણ્ય અને પાપના શુભાશુભ વિકલ્પ – ભાવમાં સ્થિર હતો એને) હવે અહીંયાં ભાન થયું તો નિજ મહિનામાં સ્થિરતા કેમ ન કરે ? એમ કહે છે. આહા...હા...! જેને અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન દષ્ટિમાં, અનુભવમાં આવે એ અંદર સ્થિરતા કેમ ન કરે ? એમ કહે છે. ઝીણી વાત છે, પ્રભુ ! દુનિયામાં તો બધી બહારની ધમાધમ ચાલે છે. આ તો અંતરના આત્માના જ્ઞાનની વાતું છે. આહા...હા...!
અહીં કહે છે, અરે..! જેને આ આત્મસ્વરૂપ ચિદાનંદ શુદ્ધ છે એની મહિમા જાણી છે અને રાગ અને પુણ્ય-પાપની મહિમા જેના હૃદયમાંથી ઊડી ગઈ છે અને પુણ્યના ફળ તરીકે આ પૈસા – ધૂળ મળે, પાંચ-પચાસ લાખ, કરોડ-બે કરોડ (મળે) એ માટીની મહિમા જેને ઊડી ગઈ છે. આહા...હા...! અને અંદર ચૈતન્ય ભગવાન આનંદનો નાથ પ્રભુ છે, એમાં જેની મહિમા આવી છે, ઈ અંદર સ્થિરતા કેમ ન કરે ? આહા..હા...! ઝીણું છે, ભાઈ ! અનંતકાળથી એણે આત્મજ્ઞાન કર્યું નથી. એ વિના બધું નકામું છે). આત્મજ્ઞાન કહો કે સમ્યગ્દર્શન કહો. જ્ઞાનની અપેક્ષાએ આત્મજ્ઞાન (કહેવાય અને) દર્શનની અપેક્ષાએ સમ્યગ્દર્શન (કહેવાય). આહા..હા..!
જેને આ આત્મા દેહદેવળના આ પરમાણુ, આ માટી છે એનાથી અંદર જુદી ચીજ છે, એની જેને અંદરમાં મહિમા આવી અને જેને પુણ્ય અને પાપના ફળની મહિમા ઊડી ગઈ છે, ભલે મોટું ચક્રવર્તીનું રાજ હો પણ ધર્મીને એની મહિમા ઊડી ગઈ છે. એ બધી ધૂળ છે એમ લાગે છે). ભગવાન અંદર જ્ઞાનાનંદ પ્રભુ ! આહા..હા..! એને અંતરમાં જાણીને, આ આત્મા શુદ્ધ ચૈતન્ય છે, પવિત્ર છે... આહા...હા...! એવું જેણે જ્ઞાનમાં જાણ્યું એ હવે