________________
૨૭૪
કિલશામૃત ભાગ-૫ કરી શકતો જ નથી.. આહા...હા...! આહાર-પાણી દઈને બીજાની ભૂખ ભાંગી શકું છું, લૂગડાં દઈને એને જે શરદીનો પરીષહ થાય (એમાંથી) હું છોડાવું છું એવી ક્રિયાનો જે કર્તા માને છે, વીતરાગ એમ કહે છે કે તેને આત્મા જે આનંદ શુદ્ધ છે, તેનો એને અનાદર વર્તે છે. આહા..હા..! અને આ જે નહિ બની શકે એવા કાર્યને કરું એવા ભાવનો એને આદર વર્તે છે. એ અધર્મીની વાત કરી. આહાહા..!
ત્યારે ધર્મી જીવને – ધર્મીને એ અધ્યવસાયનો એટલે ? પરના કાર્ય કરી શકું એવી જે એકત્વબુદ્ધિ, એનો ત્યાગ છે. એમ ભગવાને કહ્યું. ત્યારે આચાર્ય કહે છે કે, હું તો એમાંથી એવું કાઢું છું... આહા..હા..! સંત એમ કહે છે કે, જ્યારે પરમેશ્વરે આમ આત્મા સિવાય પરદ્રવ્યના કાર્ય કરી શકવાના ભાવનો એકત્વબુદ્ધિનો જેને ત્યાગ છે, એમ ત્યાગનું પરમાત્માએ કહ્યું તો હું એમ માનું છું, (એમ) આચાર્ય કહે છે. છે ? આહા...હા....!
હું એમ માનું છું કે.” “નિવિન: પિ વ્યવહાર: ત્યાનિત: પવ જેટલો છે સત્યરૂપ અથવા અસત્યરૂપ વ્યવહાર.” આહા..હા..! દયાના, દાનનો, ભક્તિનો, પૂજાનો ભાવ, નામસ્મરણનો ભાવ, ભગવાનના નામ સ્મરણનો ભાવ, એ ભાવનો પણ સમકિતીને ત્યાગ છે, એમ હું એમાંથી નીકાળું છું, (એમ) કહે છે. શું કહ્યું ? પરમેશ્વરે જ્યારે અધ્યવસાય નામ પરદ્રવ્યની ક્રિયાની એકતાબુદ્ધિનો ત્યાગ જેને છે અને ત્યાગ કરવા જેવું છે એમ પરમેશ્વરે કહ્યું, તો આચાર્ય કહે છે કે, એમાંથી હું એમ કાઢું છું કે, પરને આશ્રયે જેટલો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ થાય. અર..૨..૨...! ભગવાન... ભગવાન. ભગવાન.. ભગવાન. ભગવાન... એવું સ્મરણ થાય એ બધો રાગ છે, એ બધો પરાશ્રિત ભાવ છે. તો પરમાત્માની વાણીમાં સંત એમ કહે છે, જ્યારે પરની એકત્વબુદ્ધિનો ત્યાગ પરમાત્માએ કહ્યો તો હું તો એમાંથી એમ કાઢું છે કે, જેટલો પરાશ્રિત શુભ ભાવ કે અશુભ (ભાવ) થાય તેનો સમકિતીને ત્યાગ છે, એમ હું માનું છું. આહાહા..! સમજાય છે કાંઈ ? આ જગતના કામથી આ વાત બીજી છે, બાપા ! આહાહા..! ભાઈ !
આ આત્મા જ્ઞાનસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય (છે) એને ભૂલીને પરના કાર્ય કરી શકું છું એવી માન્યતા, એને એકત્વરૂપી અધ્યવસાય મિથ્યાત્વ કહ્યો. તો પરમેશ્વરે એ પરની એકત્વબુદ્ધિનો ત્યાગ કરાવ્યો તો એમાંથી હું એમ કાઢું છું કે, પરાશ્રિત જેટલો શુભ-અશુભ ભાવ થાય, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, પરમાત્માનું સ્મરણ – ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં વગેરે, એવો જે શુભ ભાવ અને અશુભ ભાવ એ બન્ને પરાશ્રિત છે. માટે એનો પણ પરમાત્માએ સમકિતીને ત્યાગ કરાવ્યો છે. સમજાણું કાંઈ ? છે ને ? છે ?
હું એમ માનું છું કે.” જોયું ? આહા..હા...! આ શ્લોક છે એના પછીના શ્લોકમાં એ આવવાનું હતું. એથી પહેલેથી એમણે આ કાર્યું. આહા..હા...! વ્યવહારનય પરાશ્રિત હોવાથી છોડવાલાયક છે. સમજાય છે કાંઈ ? હું આ ધંધા-પાણી, દુકાનની ક્રિયા કરી શકું