________________
પ૨૪
કિલામૃત ભાગ-૫
રાગ છે.
પ્રશ્ન :- સદાચાર ?
સમાધાન :- સદાચાર તો કોને કહીએ ? સદાચાર ! સત્ સત્ આચાર. સતુ – જ્ઞાન અને આનંદ, એનો આચાર તેને સદાચાર કહે છે. રાગ એ સદાચાર નથી. દુનિયાથી ભિન્ન ચીજ છે. સદાચાર – સત્ ભગવાન જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ છે એ સત્ છે, તેનો આચાર આનંદ અને જ્ઞાનમાં રમણતા કરવી એ સદાચાર છે. લૌકિક સદાચાર – આ ક્રિયાકાંડ, દયા, દાન, વ્રત, તપને લૌકિક સદાચાર કહે છે, પણ એ બંધનું કારણ છે, સંસારનું કારણ છે. એમાં સંસાર મળે છે, ભવ મળે છે. ભવનો નાશ એમાં થતો નથી. આહા...હા...! સમજાણું કાંઈ ? એને ભાવકર્મ કહે છે.
કરુણા, કોમળતા, રાગની મંદતા એ બધા ભાવકર્મ, વિકાર છે, એ વૃત્તિનું ઉત્થાન છે. ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાન અને આનંદનો કંદ, એમાં વૃત્તિનું ઉત્પન્ન થવું એ બધો રાગ – મેલ છે. ચાહે તો દયા, દાન, અનુકંપા, ભક્તિ, પૂજા, વ્રત, તપ, અપવાસ કરવા એ બધી વૃત્તિઓ છે, એ રાગ છે. તેને અહીંયાં ભાવકર્મ કહે છે. તેનાથી ભગવાન અંદર ભિન્ન છે. ભારે મુશ્કેલી ! જગતને ક્યાં પડી છે) ? અનંતકાળથી રખડે છે, રઝળે છે. પોતાની ચીજની શું મહત્તા છે અને ચીજમાં કેટલી શક્તિઓ – સામર્થ્ય છે તેની પ્રતીતિની ખબર નથી.
અહીંયાં કહે છે, ભગવાન આત્મા જ્ઞાનમય, અતીન્દ્રિય આનંદમય (છે) એ ઇન્દ્રિયથી અને રાગથી જાણવામાં આવતો નથી. એ તો પોતાના અંતર આનંદ અને જ્ઞાન સ્વભાવથી, પોતાના સ્વભાવથી સ્વભાવ જાણવામાં આવે છે. ત્યારે તેને સમ્યગ્દર્શન નામ સત્ય જેવી ચીજ છે તેની પ્રતીતિ અને દેખવું કહેવામાં આવે છે. ત્યારબાદ સ્વરૂપમાં રમણતા, આનંદ, આનંદ અતીન્દ્રિય આનંદમાં જે અનુભવ થયો હતો, તે અતીન્દ્રિય આનંદમાં લીનતા કરતાં.... કરતાં કરતાં. પર્યાય – વર્તમાન હાલતમાં અતીન્દ્રિય આનંદનું પૂર્ણ થવું, તેનું નામ સર્વજ્ઞ અને પરમાત્મા કહેવામાં આવે છે. આહાહા...! આ વાત છે. બીજી બધી વાત ગડબડ છે. સમજાણું કાંઈ ? એ કહ્યું ને ? જુઓને !
‘અણમળતા.” ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવ સાથે એ રાગનું મળવું થતું જ નથી. અણમળતા (કહ્યું છે ને ? આહાહા..! જેમ સાકર સાથે અફીણ અણમળતું છે, મળતા નથી, ભિન્ન ચીજ છે. એમ ભગવાન આનંદ અને જ્ઞાન સ્વરૂપી પ્રભુ ! તેની સાથે પુણ્યના પરિણામ કે પાપના ભાવ મળતા નથી. એ વિકાર છે, ભગવાન અંદર અવિકારી સ્વરૂપ છે. અનંત કાળમાં કોઈ દિ સાંભળ્યું નથી, કર્યું નથી. એમને એમ અનંત વાર બાવો થઈ ગયો, સન્યાસી થયો, સાધુ થયો, નગ્ન થયો પણ અંતર આત્મજ્ઞાન અને રાગના વિકલ્પથી ભિન્ન ચીજ છે એવા અનુભવ વિના ભવનું ભ્રમણ મટતું નથી. ડૉક્ટર ! અહીંયાં આવી