________________
૫૫૬
કલામૃત ભાગ-૫
સ્વરૂપ છે. ઝીણી વાત છે.
ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, તપના પરિણામ હો એ રાગ છે એ આત્મા ચૈતન્ય લક્ષણ, આનંદ સ્વરૂપ છે. તેનો અનુભવ કરવાથી એ રાગ પૃથક – ભિન્ન લક્ષણવાળા છે. અને પોતાના ચૈતન્ય સ્વરૂપથી એ રાગ વિપરીત લક્ષણવાળો છે. અને એ ચૈતન્યસ્વરૂપનો અંતર દૃષ્ટિથી અનુભવ કરવાથી એ રાગાદિ જે છે એ અજ્ઞાન ભાવ છે. અજ્ઞાન ભાવનો અર્થ મિથ્યાષ્ટિપણું નહિ, પણ એ રાગભાવમાં ચૈતન્ય સ્વરૂપનો, ચૈતન્યના કિરણ – અંશનો અભાવ છે, એ કારણે રાગભાવને અજ્ઞાન કહેવામાં આવે છે. આહા...હા...! આવી વાત છે. સૂક્ષ્મ બહુ ! (કોઈ કહેતું હતું કે, અમે કૉલેજમાં કુંદકુંદાચાર્યદેવનું ભણ્યા છીએ પણ આ દૃષ્ટિ નહિ. એ તો કહેતા હતા.
આ તો સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રદેવના શ્રીમુખેથી નીકળેલી દિવ્યધ્વનિ છે. એ દિવ્યધ્વનિ અનુસાર દિગંબર સંતોએ શાસ્ત્રો રચ્યા. આહા...હા...! આવી વાત બીજે ક્યાંય છે નહિ. સમજાણું કાંઈ ? એના સંપ્રદાયમાં પણ ગડબડ થઈ ગઈ છે. પોતાનો શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ, તેની દૃષ્ટિ થયા વિના, સમ્યગ્દર્શન થયા વિના વ્રત ને તપ ને ભક્તિ આદિ ભાવ છે એ ધર્મ છે, એમ માને છે એ દષ્ટિ મિથ્યાત્વ છે. આહા...હા..! કેમકે ભગવાન ચૈતન્ય સ્વભાવ પૂર્ણ સ્વરૂપ અંદર છે અને અતીન્દ્રિય અનાકુળ આનંદનો રસકંદ પ્રભુ આત્મા તો છે. તેનાથી એ પુણ્ય અને પાપના ભાવ દુઃખરૂપ છે, આકુળતા છે. સ્વભાવથી પૃથક્ ભિન્ન લક્ષણ છે. સ્વભાવ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ, એનાથી એ રાગ અજ્ઞાન ભાવ છે. અને ચૈતન્ય સ્વરૂપના અનુભવમાં રાગ સ્વભાવથી વિપરીત ભાવ છે. આવી વાત છે, ભગવાન ! વીતરાગ દિગંબર સંતોની વાણી આવી છે. આવી વાણી ક્યાંય છે નહિ. એનું સ્વરૂપ જ આ છે. સમજાણું કાંઈ ?
અનંત કાળ થયો.. સવારે કહ્યું હતું ને ? “છ ઢાળામાં આવે છે – “મુનિવ્રત ધાર અનંત ઐર શૈવેયક ઉપાયો આવે છે ને ? ભાઈ ! “છ ઢાળામાં આવે છે. “મુનિવ્રત ધાર..' દિગંબર મુનિ થયો, નગ્ન મુનિ થયો, અઠ્યાવીસ મૂળગુણ પાળ્યા, પંચ મહાવ્રત ધારણ કર્યા. ‘મુનિવ્રત ધાર અનંત બૈર, રૈવેયક.... રૈવેયક (એટલે) ગ્રીવાને સ્થાને દેવના
સ્થાન છે. ત્યાં અનંત બાર ઉપજ્યો. પણ આત્મજ્ઞાન - આ રાગથી ભિન્ન, એ ક્રિયાકાંડનો વિકલ્પ જે રાગ છે એનાથી ભિન્ન ભગવાન અંદર છે, એનો અનુભવ અને દૃષ્ટિ ન કરી. એ વિના જન્મ-મરણનો અંત આવ્યો નહિ. આહા..હા..! વાત સૂક્ષ્મ છે, ભગવાન !
અહીંયાં આચાર્ય એ કહે છે, “અમૃતચંદ્રાચાર્ય ! કુંદકુંદાચાર્યદેવ દિગંબર મુનિ સંવત ૪૯માં અહીંયાં ભારતમાં થયા અને ભગવાન પાસે ગયા હતા. “સીમંધર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. વર્તમાન મોજૂદ બિરાજે છે. પાંચસો ધનુષનો દેહ છે. કરોડ પૂર્વનું આયુષ્ય છે. અબજો વર્ષથી કેવળજ્ઞાનમાં બિરાજે છે અને સમવસરણમાં ઇન્દ્રો અને ગણધરો, સિંહ અને