________________
કળશ-૧૭૫
૩૧૭
કહેવામાં નથી આવતું. ઘડામાં નિમિત્તકારણ કુંભાર છે, પણ કુંભાર ઘડાને કરે છે એમ હોય) તો તો નિમિત્તકારણ રહેતું નથી. એ તો ઉપાદાનકારણ થઈ જાય. આ.હા...! સમજાય છે કાંઈ ?
મુમુક્ષુ :- કુંભાર વિના ચાલતું નથી.
ઉત્તર :- કોણ કહે છે ચાલતું નથી ? એ તો ૧૦૨ ગાથામાં કહ્યું ને ? દરેક દ્રવ્યની પર્યાયનો જન્મક્ષણ છે. દરેક તત્ત્વનો, પર્યાયનો જન્મ (અર્થાતુ) ઉત્પત્તિ કાળ છે. તે ઉત્પત્તિકાળને કારણે તે પર્યાય પોતાથી થાય છે. ૧૦૨ ગાથા, પ્રવચનસાર” ઈ જન્મક્ષણ છે. ઈ એના ઉત્પત્તિનો કાળ છે. આહા..હા....! પણ અહીં તો વિકારની ઉત્પત્તિ પરના નિમિત્તે એટલે કે પરના સંગે એટલે કે નિમિત્તને આધીન થાય તો થાય છે. નિમિત્ત કરાવતું નથી. સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, ભાઈ !
તેનું ઉપાદાનકારણ છે જીવદ્રવ્યમાં..... હવે મોહ-રાગ-દ્વેષરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે જીવદ્રવ્યમાં અન્તર્ગર્ભિત વિભાવરૂપ અશુદ્ધ પરિણમનશક્તિ.” એમાં બે બોલ છે કે, વિભાવિકશક્તિને કારણે) એનામાં વિકારપણે પરિણમવાની યોગ્યતા છે પણ વિભાવિકશક્તિ છે માટે વિભાવપણે પરિણમે છે એમ નહિ. શું કહ્યું ઈ? અંદર વિભાવિકશક્તિ છે માટે વિભાવપણે પરિણમે છે એમ નહિ. કેમકે વિભાવિકશક્તિ તો સિદ્ધમાં પણ છે. પણ વિભાવિકશક્તિ પર્યાયમાં નિમિત્તને આધીન થાય છે ત્યારે તેને વિકાર, પુણ્ય અને પાપના વિકાર થાય છે. આહા...ઝીણી વાત છે, ભાઈ ! આ તો અંતરનો માર્ગ અંતરથી જુદી જાતનો છે. આહા...હા..! એ કહે છે.
વિભાવરૂપ અશુદ્ધ પરિણમનશક્તિ,” છે. નિમિત્તકારણ છે દર્શનમોહચારિત્રમોહકર્મરૂપ બંધાયેલો જે જીવના પ્રદેશોમાં એકક્ષેત્રાવગાહરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ,...” એ તો નિમિત્ત (છે). પુદ્ગલનો પિંડ છે એ તો નિમિત્ત છે. આહા..હા..! અને ઉપાદાન તો આત્માની વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા થવાની યોગ્યતાથી અશુદ્ધતા થાય છે. કર્મ તો નિમિત્તમાત્ર છે. આહા...હા...! આ પણ મોટી તકરાર છે ને ? કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય એ વાત અને શુભભાવથી નિશ્ચય થાય. એટલે કર્મથી વિકાર થાય અને વિકારથી ધર્મ થાય ! બન્ને વાત જૂઠી છે. સમજાય છે કાંઈ ?
પ્રશ્ન :- સાચી વાત શું છે ?
સમાધાન :- સાચી વાત એ છે કે, વિકાર પોતાથી, પર્યાયમાં લાયકાતથી ઉત્પન્ન થાય છે. કર્મ નિમિત્તમાત્ર છે અને શુભભાવ જે થાય એ પોતાની લાયકાતથી થાય છે. અને શુભભાવથી નિશ્ચય થાય છે એમ છે નહિ. શુભભાવની રૂચિ છોડી અને સ્વભાવની રુચિ કરે તો નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે. ભાઈ ! આવી વાત છે.
પુદ્ગલદ્રવ્યનો પિંડ” છે ને? પુદ્ગલપિંડનો ઉદય પોતાના દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ