________________
કળશ-૧પ૭
૭૫
વખત ક્યાં છે ? બાપા ! મારી નાખ્યા મોહે !
રાત્રે કહેતા હતા ને ? ભાઈ ! મોહની લાળ ! આહાહા..! ૨૫મી તારીખે Heart Attack આવ્યો એટલે ઇસ્પીતાલ લઈ ગયા. ૨૭મી સવારે દેહ છૂટી ગયો, લ્યો ! ધૂળ છે. આહા...હા! બાપુ ! ઈ તો દેહ છૂટ્યો પણ તું કાંઈ નાશવાન છો ? અંદર તારું મરણ થયું છે ? એ તો દેહનો વિયોગ થયો એને દુનિયા મરણ કહે છે. પણ તારો તને વિયોગ થયો ? આહા..હા...! શાશ્વત અનાદિઅનંત નિત્યાનંદ સત્ સત્તા ! એનો એને વિયોગ કે દિ હોય ? કે, જેથી એને રક્ષાની જરૂર પડે. આહા..હા..! અરક્ષક છે. પોતાથી જ પોતે રક્ષક છે. પરથી રક્ષક છે એવું છે નહિ. ઝીણી વાતું, ભાઈ ! ધર્મ ચીજ એવી છે. આહાહા....! આ તો બાવીસ-ત્રેવીસ કલાક પાપ કરે, આખો દિ ધંધા, બાયડી, છોકરા સાચવવા, કલાક મળે (અને) સાંભળવા જાય તો કુગુરુ લૂંટી લે ! “શ્રીમદ્ કહે છે. કલાક સાંભળવા જાય તો કુગર લૂંટી લે ! એટલે ? વ્રત કરો ને તપ કરો (તો) તમારે ધર્મ થાય. બિચારાને (એમને એમ) જિંદગી જાય. “શ્રીમ’ એમ કહે છે. આ જાત્રા-બત્રા કરો (તો) તમારે ધર્મ થશે. એ કો’ક કહેતું હતું કે, એક ભાઈએ) પચાસ હજાર ખર્મા, (બીજાએ) લાખ ખર્ચા. એવી વાતું કરતા. આપણે ક્યાં જોવા ગયા છીએ ? આહા..હા...! અરે..! આત્મા શું ચીજ છે એની ખબરું ન મળે અને આ બધી રખડપટ્ટીમાં ધર્મ માની લીધો. આહાહા...! રાગની મંદતા કરે તો પુણ્ય – શુભ ભાવ છે અને શુભ ભાવ તે વેદનમાં ઝેર છે. આકરી વાતું, ભાઈ ! અંદર અમૃતસાગર ભગવાન બિરાજે છે) ! આ..હા..હા...!
આજે તો આ “આંધ્ર પ્રદેશનું યાદ આવી ગયું કે, બહુ દરિયો ઉછળ્યો. પચાસ માઈલ લાંબો ! દસ માઈલ પહોળો ! ઓગણીસ ફૂટ ઊંચું પાણીનું દળ ! “આંધ્ર પ્રદેશમાં ! આ.હા...હા...! આમ તો કહેવાય છે કે, “મેહરામણ માઝા ન મૂકે “ચેલૈયામાં નથી આવતું ? ચેલૈયો આવે છે ને ? એ તો વાતું ગોઠવી છે. એક બાવો આવ્યો હતો અને એના બાપને કહ્યું કે, માંસ જોઈએ. તો બાપે પૂછ્યું, કોનું? તો કહે, તારા છોકરાનું માંસ. હવે, છોકરાને બોલવો ! “ચેલૈયો ભણવા ગયેલો. બધી ગોઠવેલી વાત છે. “ચેલૈયાને ખબર પડી. “બિલખાની (વાત) છે ને? “બિલખા”ની છે, “બિલખામાં છે. બધી ખબર છે, ક્યા ગામ ? ને શું વાત છે) ? બધી વાત ક્યાં મૂકવી ? પછી “ચેલૈયાને ખબર પડે છે તો ઈ બોલે છે, “ભાનું તો મારી ભોમકા લાજે ભાગું નહિ. મારો બાપ કરે ત્યાં હું જાઈશ. “ભાગું તો મારી ભોમકા લાજે, ભોરિંગ ન જડે ભાર ભોરિંગ એટલે સર્પ. કહે છે ને ? અહીં સર્પ નથી, નીચે એક નાગકુમાર દેવ છે. ભવનપતિના નાગકુમાર દેવ છે. એને લોકો ધર્મ કરીને તેમાની બેઠા કે. ભોરિંગે આ પૃથ્વીને ધારી રાખી છે. બધા ગપ્પગપ છે ! કહે છે ને એ લોકો ? “મેહરામણ માઝા ન મૂકે, ચેલૈયો સત્ ન ચૂકે મેહરામણ માઝા ન મૂકે એમાંથી) વિચાર આવી ગયો (કે), આ મેહરામણે (આંધ્ર પ્રદેશમાં) માઝા મૂકી દીધી. ગામના ગામ ખલાસ કરી નાખ્યા.