________________
૭૬
કલશામૃત ભાગ-૫
પાણી આમ ઓગણીસ ફૂટ ઊંચું ! અને પચાસ માઈલ લાંબુ ! દસ માઈલ પહોળું ! આહા..હા...! દેહની સ્થિતિ પૂરી થાય એ પ્રસંગ આવે, આવે ને આવે. એ સંયોગો એવા બને, કર્યાં કોઈના થાય નહિ, રોક્યા કોઈના રોકાય નહિ. આહા..હા...!
અહીં કહે છે, પ્રભુની મર્યાદા આત્મા ન રોકે. એની મર્યાદા જે શાશ્વત છે એને કોઈ રક્ષક હોય તો રહે એમ નથી. એ તો સત્સ્વરૂપ અનાદિઅનંત ભગવાન બિરાજે છે. ધર્મીને દૃષ્ટિમાં શાશ્વત આત્મા તરવરે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવી વાતું ! ત્યાં ‘મુંબઈ’માં ક્યાંય સાંભળવા મળે એવું નથી.
મુંબઈ’ પણ ઘણી વાર જોયું છે ને ! પહેલા તો ધંધા માટે આવ્યો હતો. (સંવત) ૧૯૬૬, ૧૯૬૭ની સાલ ! ‘પાલેજ’થી ‘મુંબઈ’ માલ લેવા આવતો. આ તમારા જન્મ પહેલાની વાતું (છે). ૧૯૬૬, ૧૯૬૭, ૧૯૬૮. છેલ્લે ૧૯૬૮માં માહ મહિનામાં આવ્યા હતા. મેં ચોખાની સો ગુણી લીધી હતી. સો ગુણી ચોખાની ! મોટો વેપાર હતો. આ તો ૧૯૬૮ની વાત છે. કેટલા વર્ષ થયા ? પાંસઠ-છાસઠ (વર્ષ થયા) ! ધૂળધાણી ને વા-પાણી ! દુકાનમાં પાંચ વરસ વેપાર કર્યો છે, હોં ! (પછી) કીધું, આપણને આમાં કાંઈ રુચતું નથી. મુમુક્ષુ :- દુકાન ચાલુ છે. ઉત્તર ઃચાલે છે ને દુકાન, મોટી દુકાન છે. ત્રીસ-પાંત્રીસ લાખ રૂપિયા છે. ત્રણચાર લાખની પેદાશ છે. એ બધું ધૂળ ને ધાણી ! આ શાશ્વત આત્માના ભાન વિના બધા ફાંફાં.. ફાંફાં છે. આહા..હા...! એ..ઈ...!
અહીં એ કહે છે, સમ્યક્દષ્ટિ જીવને મારો કોઈ રક્ષક હોય છે કે નહીં’ એવો ભય ચાંથી હોય ? કા૨ણ કે અરક્ષકપણું (છે) એને ૫૨માણુ માત્ર પણ અરક્ષક નથી. આહા..હા...! એ તો ત્રિકાળી રક્ષક જ છે. એને એ રજકણ કે (બીજો) કોઈ હોય તો રહે (એવું નથી). કોઈ ૫૨માણુ માત્ર અરક્ષક નથી. આ..હા...હા...!
એ મરતાં (વખતે) સ્વજન ભેગા થયા હોય... આહા..હા...! એક ફેરી, મુંબઈ... મુંબઈ’ ને ? ‘રાજકોટ... રાજકોટ’ ! (એક) કરોડપતિ (હતા) એના કાકાનો દીકરો હતો, નવી પરણેલો અને છેલ્લે વ્યાધિ (લાગુ પડી). મોટું કુટુંબ ! ઓરડો ભરાઈ ગયો. હું ગયો. ત્રણે ભાઈ ઊભા હતા, કરોડપતિ ! આહા..હા...! બે બાજુ ન્યૂમોનિયા ! શ્વાસ લેતાં અંદરથી રાડ (નાખે) ! એ બધા કુટુંબ-કબીલાથી આખો ઓરડો ભરાઈ ગયેલો. બધા પૈસાવાળા ગૃહસ્થ ! ધૂળેય કોઈએ રાખ્યો નહિ. આંખમાંથી આંસુ ચાલ્યા જાય. આહા..હા...! મહારાજ ! માંગલિક સંભળાવો ! પણ માંગલિક સંભળાવતા (વખતે પણ) એને બિચારાને અંદર પીડાનો પા૨ નહિ). આહા..હા...! (એક ભાઈએ એના) હાથમાં કાંઈક હતું (ઈ આપ્યું અને કહ્યું), મહારાજને વોરાવો ! પણ એ હાથ પણ કાંઈ કામ કરતો નહોતો. આહા..હા...! કઈ સાલની (વાત છે) ? ૧૯૯૯ની વાત છે. આખું કહળું કુટુંબ ! ઓરડો ભરાઈ ગયેલો. એને સાધ્ય (હતી),