________________
પ૩૬
કિલશામૃત ભાગ-૫ સમિતિ છે ને ? ત્યાં રહ્યા હતા. ત્યાં ગયા અને સાંજથી સવાર સુધી રાગના વિકલ્પથી ભિન્ન કરતાં કરતાં કરતાં કરતાં કરતાં. આખી રાગ જાગ્યા અને જ્યાં સવાર થયું બન્નેને ભિન્ન કરી દીધા. સમ્યગદર્શન, આ જે અનુભવ કહે છે તેને અહીંયાં રસોડામાં કર્યો છે. અહીંયાં આવ્યા હતા. પહેલા જ્યારે આવ્યા હતા. એમનો દેહ છૂટી ગયો. એ તો સ્વર્ગમાં ગયા છે. અત્યારે સ્વર્ગમાં છે. પછી મોક્ષમાં જશે, પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ મુક્તિ થશે. પણ એ વાત બહુ સૂક્ષ્મ છે. - અત્યારે સંપ્રદાયમાં તો આ કરો ને આ કરો ને આ કરો.. વ્રત કરો ને અપવાસ કરો ને જાત્રા કરી ને ભક્તિ કરો ને દાન કરો ને દયા કરો. એ વાત ચાલે છે. અહીંયાં તો ભગવાન કહે છે કે, એ બધા ક્રિયાકાંડમાં રાગની ઉત્પત્તિ થાય છે. એ તો આકુળતા છે, દુઃખ છે. આહા...હા...! એ દુઃખથી જેણે પોતાના આત્માના અતીન્દ્રિય આનંદનો ભેદ કરી, રાગથી ભિન્ન કરી, જેણે આત્માના અતીન્દ્રિય આનંદનો અંશ પ્રગટ કર્યો), ત્રિકાળમાંથી અંશ પ્રગટ કરી ઉપાદેય જાણ્યો તે જ મોક્ષનો અર્થી કહેવામાં આવે છે. બાકી બધા રાગના અર્થી, પુણ્યના અર્થી (છે). ધૂળ ધૂળ છે, બધું પુણ્ય છે. આ પૈસા મળે છે ને બે-પાંચ કરોડ ? ધૂળ છે, માટી છે. અમે પૈસાવાળા છીએ, અમે લક્ષ્મીવાળા છીએ. (એમ માનનાર) મૂઢ છે.
અમે તો આનંદમય આત્મા છીએ. અતીન્દ્રિય આનંદની લક્ષ્મી સંપદા અમારી છે. રાગાદિ એ તો વિપદા છે. આહાહા...! અને લક્ષ્મી આદિ વિપદાનું નિમિત્ત છે, આહા..હા...! દુઃખનું નિમિત્ત છે. તેનાથી છૂટી જે મોક્ષાર્થી થયા. આહા...હા...! છે ?
એવો છે જે કોઈ જીવ તેઓ” (માં સિદ્ધાન્ત:) “આ પરમાર્થનો અર્થાત્ જેવું કહીશું વસ્તુનું સ્વરૂપ તેનો નિરંતર અનુભવ કરો. આહાહા...! “સેવ્ય' આ સિદ્ધાંત જે છે, યથાર્થ વસ્તુ છે, આનંદકંદ પ્રભુ શુદ્ધ છે તેનું સેવન કરો, તેનો અનુભવ કરો તો તમારું કલ્યાણ થશે અને મોક્ષ થશે. નહિતર કલ્યાણ નહિ થાય. આહા...હા...! કઠણ વાત છે, અશક્ય નથી, પણ કઠણ તો છે. કઠણ સમજ્યા ? કઠિન ! અશક્ય નથી, ન પામે (એવું કાંઈ નથી. એવી ચીજ અંદર છે. આહા...હા...!
કહે છે કે, “જેવું કહીશું વસ્તુનું સ્વરૂપ” એ સિદ્ધાન્ત:'. “નિરંતર અનુભવ કરો.” આહાહા..! ભગવાન તારે જો આત્માની પૂર્ણ આનંદ-દશારૂપી મુક્તિ અથવા સર્વથા દુઃખથી છૂટવાની મુક્તિ, એવી દશા જો તારા અભિપ્રાયમાં હોય તો આ આનંદસ્વરૂપ ભગવાનઆત્માનો અનુભવ કરો, એની સેવા કરો. આહા...હા..! પરની સેવા તો આત્મા કરી શકતો નથી. આહા...હા..! સમજાણું કાંઈ ? હું પરની સેવા કરે એવો રાગ કરે, પણ પરની સેવા કરી શકે નહિ. પરદ્રવ્ય સ્વતંત્ર પદાર્થ છે અને સ્વતંત્ર પદાર્થ છે (તે પોતાની) વર્તમાન બદલતી અવસ્થાથી સ્વતંત્ર છે. તેની અવસ્થા બદલાય છે તેનો બીજો કર્તા છે એમ છે નહિ.