________________
કળશ-૧૭૮
કે, જ્ઞાનના બળથી. ભગવાનઆત્મા ! અનાકુળ આનંદનો રસકંદ પ્રભુ અને અતીન્દ્રિય જ્ઞાનની મૂર્તિ ! એના બળથી કર્મ ટળે છે અને રાગ ટળે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? છે ? જ્ઞાનના બળથી...’ એટલે આત્માના સ્વભાવના બળથી.
૩૭૫
‘દ્રવ્યકર્મ,...’ એટલે જડ માટી, કર્મ. ભાવકર્મ...’ એટલે પુણ્ય-પાપના ભાવ. ‘નોકર્મ...’ એટલે શરી૨ અને વાણી. ‘(સમગ્ર પત્રવ્ય) એવી છે જેટલી પુદ્ગલદ્રવ્યની વિચિત્ર પરિણતિ તેને, પૂર્વોક્ત પ્રકારે વિચાર કરી... આહા..હા...! હું તો આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું અને રાગાદિ મારી ચીજ નથી એમ બે વચ્ચે ભેદજ્ઞાન કરીને. આહા..હા...! આવો માર્ગ ! પેલા તો ઝપાટા બોલે, દયા પાળો, આમ કરો, આમ કરો... પૈસા આપો, પાંચ લાખ આમાં, ફલાણામાં, કેળવણીમાં પાંચ લાખ આપો, એક હોસ્પિટલ બનાવો તમારું કલ્યાણ થશે. અહીં કહે છે કે, હોસ્પિટલો પ૨વસ્તુ છે) ઈ આત્મા બનાવી શકતો નથી. એમાં બે-પાંચદસ લાખ આપ્યા હોય અને રાગ મંદ કર્યો હોય તો એ પુણ્યભાવ છે, એ સંસાર છે.
આહા..હા...!
મુમુક્ષુ :- પાપાનુબંધી પુણ્ય છે.
-
ઉત્ત૨ :– એમાં મિથ્યાત્વ છે). પુણ્યને પાછો ધર્મ માને તો પાપાનુબંધી છે. આહા..હા...! આકરું કામ છે, ભાઈ ! જન્મ-મરણ રહિત (થવું)... આહા..હા...! સાદિ અનંત અનંત સમાધિ સુખમાં... મુક્તિ એટલે સાદિ અનંત અનંત... શાંતિ અને અનંત અનંત... આનંદની પ્રાપ્તિ (થાય) એનું નામ મુક્તિ. કેટલો કાળ ? જ્યારથી આનંદ પૂર્ણ થયો, મુક્તિ (થઈ). અનંત... અનંત... અનંત... અનંત... અનંત... અનંત... ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ અનંતગુણો છે. શું કીધું ઈ ? ભૂતકાળ જે થયો ને ? જે આદિ વિનાનો કાળ છે, આદિ છે કાંઈ ? છતાં અત્યારે અહીંયાં અંત આવ્યો ને ? અનાદિ-અંત અને મુક્તિ થાય ત્યારે સાદિ થઈ – શરૂઆત (થઈ તે) સિદ્ધ પરમાત્મા અનંત કાળ આનંદમાં રહેશે. ણમો સિદ્ધાણં ! આહા..હા...! અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય શાંતિ ! જ્યારથી આત્માના સ્વભાવથી પ્રગટી, શક્તિમાં હતી તે પ્રગટી તે અનંત... અનંત... અનંત... અનંત... ભવિષ્યનો કાળ (રહેશે), જે ભૂતકાળ કરતાં ભવિષ્ય અનંત કાળ છે. અરે...! બે સરખા નથી. આમ અનાદિ છે, આમ અનંત છે. એટલે આ ભૂતકાળનો કાળ અને ભવિષ્યનો કાળ બન્ને સરખા નથી. ભૂતકાળના કાળ કરતાં ભવિષ્યનો અત્યારથી તે અનંત.... અનંત... અનંત... ભૂત – ગયા અતીતકાળથી ભવિષ્યનો કાળ અનંતગુણો છે. આહા..હા...! અનંત અનંત કાળમાં પરમાત્મા આનંદનો અનુભવ કરે એ મોક્ષ (છે). આહા..હા...! એનું કારણ તો અલૌકિક હોવું જોઈએ ને ? સમજાણું કાંઈ ? પુણ્યના પરિણામથી પણ ભિન્ન ભગવાનઆત્મા ! ચૈતન્યસ્વરૂપ પ્રભુ ! એ આનંદની દૃષ્ટિ કરી આનંદમાં રમણતા કરતાં મુક્તિ – મોક્ષ થાય છે. દયા, દાન, વ્રતના પરિણામથી તો બંધ થાય છે. સમજાણું કાંઈ ? છે ?