________________
કળશ-૧૬૪
૧૭૧
ભૂકા કરે... આહા..હા..! છતાં તે પણ બંધના કર્યા નથી.”
સમાધાન આમ છે કે કોઈ મહામુનીશ્વર...” હવે આ તો દૃષ્ટાંત છે. “ભાવલિંગી...' આહા..હા...! જેને અંદર અતીન્દ્રિય આનંદના ઉભરા આવ્યા છે. મુનિ એને કહીએ. ભગવાન આત્મા એ તો અતીન્દ્રિય અતીન્દ્રિય આનંદનો મોટો ગાંસડો છે ! ભગવાન ! આત્મા હોં ! આહા..હા..! એમાં દુ:ખ નથી, એમાં રાગ નથી. એ તો અતીન્દ્રિય આનંદનો પંજ પ્રભુ છે. એ અતીન્દ્રિય આનંદના પૂંજની જેને દૃષ્ટિ થઈ છે અને એ ઉપરાંત.... આ તો મુનિનું દૃષ્ટાંત આપે છે કે, જેને અતીન્દ્રિય આનંદનું સ્વસંવેદન રાગથી ભિન્ન પડીને પ્રચૂર આનંદનું વેદન છે એવાને ભાવલિંગી સંત કહે છે. આહા...હા..!
મહામુનીશ્વર ભાવલિંગી....” આ..હા..હા..! અંતરમાં જેને આનંદના ઉભરા આવ્યા છે, આહા...હા...! સમ્યકૂદષ્ટિને તે અતીન્દ્રિય આનંદના અંશનું વેદન છે પણ એનું દૃષ્ટાંત ન આપતાં આ દૃષ્ટાંત આપ્યું કે જે લોકોને ઝટ ખ્યાલમાં આવે. બાકી સમકિતદૃષ્ટિ પણ બંધના પરિણામ રહિત જ છે. આ.હા.! સમજાણું કાંઈ ?
મહામુનીશ્વર ભાવલિંગી..” આ...હાહા...! જેને આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન જેની દશામાં ઉછળી ગયો છે ! આ...હા..હા..! આ ઇન્દ્રિયના વિષયોમાં રાગ છે એ તો ઝેર છે. એ ઝેરનો અનુભવ છે. આહા..હા..! પાંચ ઇન્દ્રિયના વિષયો, એની પ્રશંસા (કરે), શરીનો સ્પર્શ કરે, સુગંધ કરે, રૂપ દેખે, રસ ખાય એ બધા પાંચ ઇન્દ્રિયના વિષયોને જ્ઞાની ભોગવે. ભોગવવાનો અર્થ કે એના સંયોગમાં આવે છતાં સ્વભાવમાં એકતા છે માટે એને બંધનું કારણ નથી. આહાહા..! ઝીણી વાતું ! આ તો જન્મ-મરણ રહિત થવાની વાતું ઝીણી બહુ ! આહાહા....!
મહામુનીશ્વર ભાવલિંગી માર્ગમાં ચાલે છે. માર્ગમાં ચાલે છે. દેવસંયોગે સુક્ષ્મ જીવોને બાધા થાય.” આહા..હા..! અરે...! કોઈ તીડ ઉડતા આવે, આ ઝીણા તીડ આવે છે ને ? ખપેડી, ખપેડી આવે છે. ખપેડી જાણો છો ? ખેતરમાં થાય. એ મુનિ તો આમ (જ્યાં) ચાલતા હોય ત્યાં હોય નહિ પણ આમ પગ જ્યાં મૂકે ત્યાં પેલી હેઠે ગરી જાય (અને) મરી જાય. પણ મુનિને બંધ નથી. સમજાણું કાંઈ ?
“સૂક્ષ્મ જીવોને બાધા થાય છે, ત્યાં જો જીવઘાતમાત્રથી બંધ થતો હોત તો મુનીશ્વરને કર્મબંધ થાત. જીવના ઘાતથી બંધન હોય તો મુનિના શરીરથી પ્રાણનો ઘાત તો થાય છે પણ એને બંધન નથી. આકરી વાત છે.
મુમુક્ષુ :- ભાવહિંસા નથી.
ઉત્તર :- ભાવ જ્ઞાતા-દ્રષ્ટા છે. જેમાં એને મારવાની ઇચ્છા જ નથી અને ઇચ્છા છે તેની સાથે એકતા નથી. આહા..હા! ઝીણી વાત, ભાઈ ! બહુ આકરું કામ છે. જેનદર્શનને સમજવું, જૈનદર્શન એટલે વિશ્વદર્શન – વિશ્વપદાર્થનો સ્વભાવ. આહાહા...!