________________
પ૩૦
કલશામૃત ભાગ-૫
(એ) ભિખારી સંસારમાં રખડનાર છે. ભિખારા છે, રાંકા છે, રાંકા ! રાંકા સમજાય છે ? ભિખારી કહે છે ને ? રાંક કહે છે. શાસ્ત્રમાં સંસ્કૃતમાં વરાંકા કહે છે. સંસ્કૃતમાં એને વરાંકા (કહે છે). વરાંકા એટલે ભિખારી, રાંક. આહા..હા..! બાદશાહ તો આ છે. અંદર ચિદાનંદ ભગવાન શુભ-અશુભ રાગની ક્રિયાથી ભિન્ન ગ્રાહ્ય થાય એ બાદશાહ છે. એ રાજા છે, એ શેઠ છે. એ શેઠ છે – એ શ્રેષ્ઠ છે. શેઠ નામ શ્રેષ્ઠ છે. બાકી બધા હેઠ છે. સમજાણું કાંઈ ? આવી વાત છે. આહા...હા...!
પ્રશ્ન :- માગે તે ભિખારી કે દાન દે તે ભિખારી ?
સમાધાન :- ભિખારી, દાન દે તોપણ ભિખારી છે. એમાં પણ માગે છે ને કે, આ દાન દઉં તો મને કાંઈક મળશે. અહીં તો જુદી જાત છે, ભગવાન ! આહા..હા....!
અહીંયાં તો પ્રભુ એમ કહે છે અને એમ છે કે, ગ્રાહ્ય ભગવાન ચૈતન્યસ્વરૂપ, આનંદ સ્વરૂપ જેનો સ્વભાવ છે એની મર્યાદા ન હોય. અપરિમિત અમર્યાદિ જેમાં આનંદ અને જ્ઞાન પડ્યા છે. એ જ ચીજ ગ્રાહ્ય છે. ધર્મી જીવને જન્મ-મરણનો અંત લાવવા એ જ ચીજ ગ્રાહ્ય નામ અનુભવ કરવા લાયક છે. દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મ... એ કહેશે. જુઓ !
તેની સાથે “અણમળતા છે જે આત્માના આનંદ અને જ્ઞાનની સાથે મેળ નહિ ખાનારા. મેળ નથી ખાતો એવી) અંદર ભિન્ન ચીજ છે. અણમળતા દ્રવ્યકર્મ (એટલે) જડ કર્મ. ભાવકર્મ (એટલે) પુણ્ય-પાપના શુભ-અશુભ કર્મ. નોકર્મ એટલે) શરીર. તે ‘સર્વથા પ્રકારે જીવનું સ્વરૂપ નથી....... આહા..હા...! આવું છે, ભગવાન ! વાત તો એવી છે. પહેલા તો એની સમજણ કરવી પડશે. પછી અંદરમાં પ્રયોગ કરવો. હજી સમજણના ઠેકાણા નથી એ અંદરમાં પ્રયોગ કેવી રીતે કરશે ? આહા...હા...! સમજાણું કઈ ?
બે વાત કરી કે, ભગવાન અંદર ચૈતન્ય સ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ સ્વચ્છ પ્રભુત્વ (સ્વરૂપ), અપરિમિત શક્તિનો પ્રભુ જ અનુભવ કરવા લાયક છે, ત્યાં જ જવા લાયક છે, ત્યાં સન્મુખ થવા લાયક છે અને તેનાથી જેટલા પર જડકર્મ ને પુણ્ય-પાપના શુભ-અશુભ ભાવ, સત્ કર્મ આદિ કહે છે એ બધા હેય છે. બધું છોડવા લાયક છે. છે ?
(સર્વત: હેયા:) “સર્વથા પ્રકારે જીવનું સ્વરૂપ નથી...... આહા...હા...! “એવો અનુભવ કરવા યોગ્ય છે.” આહા...હા! આવી વાત છે. એક કોર આત્મરામ, એક કોર પુણ્ય-પાપના ભાવ, શરિરાદિ ગામ ! બન્ને ભિન્ન ચીજ છે. આહાહા...! તો એક છે ગ્રાહ્ય, એક છે છોડવા લાયક. રાગાદિ ભાવ દયા, દાન, વ્રત આદિના વિકલ્પ છે એ છોડવા લાયક છે અને સ્વભાવ જે એનાથી ભિન્ન છે, આનંદકંદ પ્રભુ છે એ ગ્રહવા લાયક – અનુભવ કરવા લાયક છે. આ માલ છે. આ સિવાય બીજી કોઈ ચીજ છે એ વિપરીત ચીજ છે. આહા...હા...!
ડૉક્ટર બહુ સેવા કરે માટે એને એમ કે ઘણો લાભ થઈ જાય એમ નથી). શેઠિયા બહુ કરોડો રૂપિયા પાંજરાપોળમાં ને દયામાં ખર્ચે. ભગવાન ! ઝીણી વાત છે, પ્રભુ ! પરની