________________
૨૪૬
કલશામૃત ભાગ-૫ સમાધાન :- એટલે જૂઠી માન્યતા છે. આહા.હા..! હું આને – પરદ્રવ્યને કંઈક મદદ કરી શકું. આહા...હા..! આકરી વાતું બહુ, બાપા ! એણે અનંતકાળમાં કોઈ દિ' સત્ય શું છે, એ એણે જાણ્યું નથી. દુનિયાના બધા ડહાપણ કર્યા. આહા...હા...!
અહીં પરમાત્મા જિનેશ્વરદેવ તીર્થંકરદેવ એમ ફરમાવે છે કે, જેને આ મારું, જિવાડું, સગવડતા કરું, પરને કંઈ પણ કરું એવો જેને અધ્યવસાય – અભિપ્રાય છે તે મિથ્યાદૃષ્ટિ જૂઠો અભિપ્રાય કરે છે. આહા..હા...! એથી તે ધર્મી નથી. આહા...હા...! એ અધર્મી છે. આહાહા...!
મુમુક્ષુ – વાણિયા કોઈની હિંસા કરે નહિ અને આપ કહો અધર્મી છે.
ઉત્તર :- “રાગ મારો છે, પરને કરી શકું છું’ એ પોતાની હિંસા નથી ? આહા..હા..! વાણિયા એટલે શું ? વાણિયા એટલે વેપારી. વેપારી તો ખોજા પણ હોય અને મુસલમાન પણ હોય. પણ પોતે પોતાના સ્વરૂપને ભૂલી અને પર ચીજને કંઈ (કરી) શકું છું, મદદ કરી શકું, અરે..! દયા પાળી શકું છું.... આહા..હા...! એ જૂઠી મિથ્યાત્વની માન્યતા છે, ઈ તદ્દન જૂઠો છે. આહાહા...! આવું છે. છે ?
હું જિવાડું એવા) મિથ્યાત્વ પરિણામ (જેને) છે એ અધર્મી છે અને એવા પરિણામ જેને નથી તે ધર્મી છે. આહા...હા...! ભારે આકરું આ તો ! બીજાઓને કંઈપણ આપણી શક્તિ પ્રમાણે સહાયક થાવું, બાપુ ! શક્તિ હોય એટલી મદદ કરવી, એમ (કહે). આહા..હા..! એમ માનનારા જૂઠી શ્રદ્ધાવાળા પાખંડી મિથ્યાદૃષ્ટિ છે. જૂઠા ભાવને સેવનારો પાખંડી છે. આહા...હા...! આવી વાત છે. એવો ભાવ જેને નથી તેને ધર્મી અથવા મુનિ અથવા સમકિતી કહીએ. આહાહા....! અહીં મુખ્યપણે) મુનિપણાની અપેક્ષાએ વાત છે. છે ? એ જેને નથી. છે ? આહા...હા....!
મારા આત્મા સિવાય જેટલી પર વસ્તુ છે – અનંત આત્માઓ કે અનંત પુદ્ગલ પરમાણુઓનું હું કાંઈપણ કરી શકું, એને હું રાખી શકું એવી જે માન્યતા છે તે તદ્દન સત્યથી વિરુદ્ધ માન્યતા છે. આહા...હા...! એવી માન્યતા જેણે છોડી છે કે હું તો પરને કાંઈ કરી શકતો નથી. હું પરનો જાણનાર છું, એ પણ વ્યવહાર છે. આહાહા.! ઝીણો માર્ગ, ભાઈ ! જન્મ-મરણ કરી કરીને હોથી નીકળી ગયા છે, બાપા ! એણે કોઈ દિ કંઈ વિચાર કર્યો નથી. આહાહા..! અનંત અનંત કાળમાં એક એક ગતિમાં અનંતા ભવ કરીને એને થાક લાગ્યો નથી, માળાને ! એમાં ને એમાં, પાણીમાં જેમ માછલાં રમે એમ આ મિથ્યાત્વના ભાવમાં રમી રહ્યો છે. આહા...હા...!
અહીં આચાર્ય મહારાજ ભગવાનની વાણીને વાણી દ્વારા કહે છે કે, પરમાત્મા તો આમ કહે છે. આહાહા...! તીર્થકરદેવ કેવળજ્ઞાની પ્રભુ પરમાત્મા (આમ કહે છે)... આહાહા...! કે જેને પોતા સિવાય બીજા કોઈપણ દ્રવ્યને – પદાર્થને કંઈપણ કરી શકું એવો જેને અભિપ્રાય