________________
કળશ-૧૭૮
૩૫૭
છે ને ? અનંત અનંત ગુણ અને શક્તિનો સમૂહ એ વસ્તુ છે.
આ આત્મા અર્થાત્ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય તે અનાદિ કાળથી સ્વરૂપથી ભ્રષ્ટ થયો હતો.” અનાદિકાળથી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ હતો. હવે પામ્યો, સમજ્યો. શી રીતે ? ‘તોપણ આ અનુક્રમથી....” એટલે કે રાગના અને સ્વભાવના ભેદજ્ઞાનથી. રાગ છે, પુણ્ય-પાપ આદિનો રાગ છે એ રાગની દિશા – લક્ષ પર ઉપર છે. ઝીણી વાતું, બાપુ ! બહુ ઝીણું ! એ દયા, દાન આદિ રાગ જે થાય એની દિશા પર ઉપર છે અને તેને અંતરમાં વાળીને અથવા રાગથી ભિન્ન પાડીને. રાગ છે (તેની) દિશા પર તરફ જાય છે એવી જે રાગદશા એને વર્તમાન પર્યાયમાં રાગથી ભિન્ન પાડીને સ્વદિશા તરફ તે દશાને કરવી. સમજાણું કાંઈ ?
એ “સ્વરૂપને પ્રાપ્ત થયો,...” “અનુક્રમથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો,...” આહા..હા....! જે અનાદિથી રાગ – દયા, દાન, વ્રત, કામ, ક્રોધ આદિના રાગ (જે થાય છે તે) રાગ સાથે જે સંબંધ હતો એ સંસાર હતો, એ મિથ્યાત્વ હતું. આહા..હા..! એ રાગથી સંબંધ તોડ્યો, અંતર્મુખ ભેદજ્ઞાન કરીને રાગથી સંબંધ તોડ્યો અને સ્વભાવથી સંબંધ જોડ્યો. આવી બહુ ઝીણી વાત, બાપુ ! વીતરાગમાર્ગ – ધર્મ બહુ સૂક્ષ્મ છે. આહા..હા....! એના ન્યાય સૂક્ષ્મ છે.
ભગવાનઆત્મા વસ્તુ છે એ પ્રગટ ચીજ છે પણ અનાદિથી સ્વરૂપથી ભ્રષ્ટ થઈ અને એ સ્વરૂપમાં નથી એવા પુણ્ય-પાપના ભાવ, વિકલ્પ – રાગની સાથે સંબંધ જોડ્યો તે સ્વરૂપથી ભ્રષ્ટ થયો. આહા..હા..! જેણે એ રાગના સંબંધને તોડ્યો. આહા..હા...! અને સ્વભાવના સંબંધમાં જોડાણ કર્યું. આહાહા...! અહીંથી (-રાગથી) છૂટ્યો અને અહીં (–આત્મામાં) એકાગ્ર થયો. આવું સ્વરૂપ છે, ભાઈ !
સ્વરૂપની પ્રાપ્તિના કારણે...” આહાહા..! “ત્મિનિ પૂર્નતિ’ આહા...હા...! આમાં આટલી વ્યાખ્યા કરી કે, પદ્રવ્યથી છૂટ્યો અને સ્વદ્રવ્યનો સંબંધ થયો. એટલે ? જે કંઈ રાગ હતો, પુણ્ય-પાપનો રાગ છે એ ખરેખર તો પરદ્રવ્ય છે, પરવસ્તુ છે, એ જીવની ચીજ નથી. આહાહા...એ રાગના સંબંધને તોડ્યો અને સ્વસંબંધમાં જોડાયો એ આત્માને પ્રાપ્ત થયો. આવો ઉપદેશ હવે ! સમજાણું કાંઈ ? ભાષા તો ઘણી ટૂંકી છે પણ ભાવ તો છે ઈ છે. આહા...હા...!
અનંત અનંત કાળ (ગયો પણ) વસ્તુ સ્વરૂપ અનંતગુણ સંપન્ન પ્રગટ વ્યક્ત મોજૂદ ચીજ છે છતાં તેના સ્વરૂપથી ભ્રષ્ટ થઈ અનાદિથી) એ વિકારના પરિણામને એકત્વબુદ્ધિએ સંબંધમાં જોડ્યો. આહાહા....! એ જીવ ભેદજ્ઞાન દ્વારા સ્વરૂપને પ્રાપ્ત થયો). એ રાગની કોઈ ક્રિયા કરે અને એનાથી આત્મા પ્રાપ્ત થાય એમ નહિ. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવથી આત્મા પ્રાપ્ત થાય એમ નહિ. એના ભાવથી ભિન્ન પાડતાં અંતર સ્વરૂપ જે પૂર્ણાનંદ સ્વરૂપ આત્મતત્ત્વ (છે), જે સર્વજ્ઞ ભગવાને ધ્રુવ સ્વરૂપ જોયું તેવા સ્વરૂપમાં જેણે રાગનો સંબંધ