________________
કળશ-૧૫૮
૯૧
દૃષ્ટિનો વિષય છે એ ચીજ તો સર્વથા ગુપ્ત છે. આહા..હા..! એ પર્યાયમાં પણ આવતી નથી. એની વર્તમાન દશામાં પણ નિત્ય વસ્તુ છે) તે આવતી નથી. એવો સર્વથા ગુપ્ત છે. આહા..હા..!
શા કારણથી ? (ય સ્વરૂપે : પિ પર: પ્રવેણુમ્ ન શવત્ત:) આહા..હા..! કારણ કે વસ્તુના સત્ત્વમાં...” વસ્તુ જે છે તેમાં વસેલા જ્ઞાન, દર્શન, આનંદ (આદિ ગુણો) એનું સત્ત્વ છે. સતનું એ સત્ત્વ છે, સત્નો એ કસ છે. સત્ ભગવાનઆત્મા ! વસ્તુ સત્ છે. એનો કસ – જ્ઞાન, આનંદ આદિ એનું સત્ત્વ – કસ છે. એ કસને કોઈ લૂંટે એવી ચીજ જગતમાં છે નહિ. આહા..હા..! સમજાણું કાંઈ ?
કહેવાય આ ? નામ પણ ભૂલી ગયા ! સીસમ ! સીસમ.... સીસમ ! સીસમને જોયું છે ? અંદર લાકડું ન હોય તો અંદર કસ ન હોય. ચીકણો ભાગ હોય. કસવાળો ચીકણો હોય છે અને ઉપર સાધારણ હોય છે. એટલે કેટલાક એમાંથી ચીકણું કાઢી નાખી અને બંદુક એમાં રાખે. (એવો) ચીકણો ભાગ હોય, બહુ ચીકણો (હોય). સીસમના અંદરના વચલા ભાગમાં એક ચીકણો ભાગ હોય છે. એ સીસમનો કસ છે. એમ આ ભગવાન આત્માનો કસ જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા આદિ એનો કસ છે. આ...હાહા...!
આ બધું સાંભળ્યું નથી. આહા..હા...! કેટલાક તો (આ) સાંભળવા પણ નવરા થતા નથી. અરે..! જિંદગી કયાં પાપમાં ચાલી જાય છે, બાપા ! આહાહા....! ભાઈ ! આહા...હા...! મરણ વખતે કોણ શારણ ? બાપા ! આહા..હા...! આમ નજરું નાખે, કોઈ મને બચાવે, કોઈ મને બચાવે.. ભાઈ ! કોઈ ડૉક્ટરને લાવો ને ! “મુંબઈથી બોલાવો ને ! અરે...! ધૂળેય નહિ રાખે, સાંભળને ! આ.હા.! મોટા ડૉક્ટરને બોલાવો, મોટા ડોક્ટરને ! ભલે પચાસ હજારનો ખર્ચ થાય.
મોટો ડૉક્ટર સર્જન અહીં બે-ત્રણ વાર આવ્યો હતો. ઓપરેશન પણ કરતો હતો. મોટા સર્જન ! કોકનું ઓપરેશન કરતો હતો. આહાહા..! ડૉક્ટર પણ શું ? ડૉક્ટરનું શરીર પણ જડ, માટી – ધૂળ છે. એ રાખ્યું રહ્યું છે એનું ? આહા..હા...!
અહીં કહે છે, મારી ચીજ અંદર એવી છે, હું નિત્યાનંદ પ્રભુ ! કે જેમાં બીજું દ્રવ્ય શું કરીને પેસી જાય એવી એ ચીજ નથી. આહાહા...! સમજાણું કાંઈ? આહા..હા..! આવી વાતું ! આ બહારના થોથામાં મૂંઝાઈ ગયા. શરીર ને બાયડી ને છોકરા ને પૈસા ને હજીરા !
પ્રશ્ન :- હજીરા એટલે શું ?
સમાધાન :- હજીરા એટલે મકાન ! હજીરા કોને કહે છે, સાંભળ્યું છે ? “જામનગરમાં હજીરા છે. આ લોટિયા વ્હોરા છે ને ? એ મરે એને દાટે. નદીના કાંઠે મોટા હજીરા (હોય). એને હજીરા કહે છે. એમ આ તમારા મોટા દસ લાખ ને વીસ લાખના મકાન – હજીરા દટાયેલા પડ્યા છે. નદીના કાંઠે મોટા (હજીરા છે). જોયું છે ? પેલી બાજુ સામે નદીના